રાજકોટમાં કરોડોનું ફુલેકુ ફેરાવનાર ધનંજય ફાયનાન્સનો માલીક ઝડપાયો

ર0 લોકો સાથે છેતરપીંડી કરી રૂ. 4.30 કરોડ પચાવી ગયો હોઇ

ફરીયાદ નોંધાઇ હતી ત્યારે આરોપીએ  દવા પી  લેતા હોસ્5િટલમાં  ખસેડાયો હતો

રાજકોટમાં ઉંચા વળતરની લાલચ આપી કરોડોનું ફુલેકુ ફેરવનાર ધનંજય ફાયનાન્સના માલીક વલ્લભ પાંભરની પોલીસે ધરપકડ કરી છે. જેમાં તેને ર0 જેટલા લોકો સાથે છેતરપીંડી કરી રૂ. 4.30 કરોડ જેવા પચાવી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગત તા.ર4 ના તેના વિરુઘ્ધ ફરીયાદ નોધાતા તાલુકા પોલીસ આ અંગે તેની પુછતાછ કરવા ગઇ હતી ત્યારે તેને ફીનાઇલ ગટગટાવી લેતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદ તેની તબીયત સારી થતાં તેની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે મળતી માહીતી મુજબ ધનંજય ફાયનાન્સના રોકાણકારોને નિયમીત વયાજ મળતુ હતું પરંતુ 2019 ની સાલ બાદ વ્યાજ મળવાનું બંધ થઇ ગયું હતું. બાદ ધનશ્યામ પાંભર સુરત જતો રહ્યાનું જાણવા મળ્યું હતું. અને બાદ લોકોએ ત્યાં તપાસ કરતાં તે ભુગર્ભમાં ઉતરી ગયો હતો. જેથી લોકોએ અંતે કંટાળી ધનંજય ફાયનાન્સના એમ.ડી. વલ્લભ લાલજી પાંભર વિરુઘ્ધ પોલીસમાં કરોડોની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી હતી.હાલ પોલીસે વલ્લભ લાલજી પાંભરની ધરપકડ કરી છે અને તેના વિરુઘ્ધ ર0 લોકોએ કુલ રૂ. 4,30,95,000 ની છેતરપીંડીની ફરીયાદ નોંધાવી છે.

ધનંજય ફાયનાન્સમાં છેતરપીડીનો ભોગ બનેલાની યાદી

ધનંજય ફાયનાન્સમાં જેની રકમ ફસાઇ છે તેવા રોકાણકારોએ ફરીયાદ નોંધાવી છે જેમાં જયંતિલાલ અમરશી બેચરના રપ લાખ, વિપુલભાઇ બેચરાના 18.50 લાખ, કમલેશભાઇ રામોલીયાના 10 લાખ, ગીરીશભાઇ બારૈયાના 3.50 લાખ, દિનેશભાઇ ફેફરના 8 લાખ, જયેશભાઇ કોટડીયાના 10 લાખ વ્યાજ સહીત મળી ર0 લાખ, દિનેશભાઇ લીંબાસીયાના 15.50 લાખ વ્યાજ સહીત 31 લાખ, જયેશભાઇ સખીયાના 49 લાખ વ્યાજ સહીત 98 લાખ, વલ્લભભાઇ બુશાના 30 લાખ વ્યાજ સહીત મળી 60 લાખ, રાકેશભાઇ ઘેલાણી 85 હજાર, અરવિંદભાઇ દોગાના ર લાખ, અસ્મિતાબેન પાણના 14.50 લાખ, નારણભાઇ ધાંધીયાના 1.60 લાખ, બાલકદાસ દેવમુરારીના 3 લાખ, ફોરમબેન દેવમુરારી 1 લાખ, પ્રવિણભાઇ ખુમાણ 1 લાખ, અશોકભાઇ કોયાણી  પ લાખ, વિપુલભાઇ વેકરીયા 3 લાખ, રમેશભાઇ ખારખીયા 1પ લાખ, અને ચંદુભાઇ હીરપરા 3 લાખ ઐમ તમામ લોકોના મળી કુલ રૂ. 4.30,95,000 ફસાયા છે.