રાજકોટમાં પ્રેમીએ સંતાનો સાથે સ્વીકારવાની ના પાડતાં વિધવાએ કર્યા ઝેરના પારખા

સાત મહિના પૂર્વે જ પ્રેમી સાથે આંખ મળી હતી જ પણ પ્રેમીએ જાકારો આપ્યો

અબતક, રાજકોટ

રાજકોટના નવા થોરાળાના વિનોદનગરમાં રહેતા વિધવા મહિલા અને બે સંતાનોની માતાને તેના પ્રેમીએ સંતાનો સાથે સ્વિકારવાની ના પાડતા તે વાતનું વિધવા મહિલાને લાગી આવતાં તેણીએ સદર બજાર નજીક પારસી અગીયારી ચોક પાસે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.

આ અંગે મળતી માહિતી મુજબ નવા થોરાળામાં રહેતી નિજુબેન નામની ૩૫ વર્ષીય વિધવાનો પંદર વર્ષ પૂર્વે લગ્ન થયા હતાં અને તેના પતિનું દોઢેક વર્ષ પૂર્વે મોત થયું હતું અને તેઓને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. એકલવાયું જીવન જીવતાં નિજુબેનની આંખ સાત માસ પૂર્વે પ્રકાશ નામના યુવક સાથે મળી હતી બાદ થોડા સમય બાદ પ્રકાશને લગ્નની વાત કરતા તેને સહમતી આપી હતી. પરંતુ બંને સંતાનોને સ્વિકારવાની તેને ઇન્કાર કર્યો હતો જેથી તે વાતનું માઠું લાગી આવતાં તેણીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે.

બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફ ઘટના હોસ્પિટલે દોડી ગયો હતો અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે બંનેએ લગ્નની વાત પરિવારજનો સુધી પહોંચતા પરિવારે તે બાબતે મીટીંગ બોલાવી હતી. પરંતુ જીવનથી કંટાળી ગયેલ અને પ્રેમીએ સંતાનોને સ્વીકારવાની ના પાડતા વિધવાએ સદરમાં ઝેરી દવા પી મીટીંગમાં પહોંચી હતી અને ત્યાં ઉલ્ટી થતાં તેને સારવારમાં ખસેડવામાં આવી છે. જો કે ફરિયાદ કરવાનો તેણે ઇન્કાર કરતા પ્ર.નગર પોલીસે જ‚રી કાર્યવાહી હાથધરી છે.