Abtak Media Google News

ભાવનગરના સાયબર ક્રાઈમના ભેજાબાજે પરપ્રાંતિયને બેંક એકાઉન્ટ ભાડે આપવાનો ઘટસ્ફોટ : રાજકોટ સાયબર ક્રાઈમને મળી મહત્વની સફળતા

અબતક,રાજકોટ

રાજકોટ શહેરના જામનગર રોડ પર રહેતા સફાઇ કામદારના બેંકમાં રૂ.4.72 કરોડનું ટ્રાન્જેક્શન થયાની જાણ થતા શ્રમિકે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં પોલીસને તપાસમાં જાણવા મળ્યું હતું કે ભાવનગરના ભેજાબાજોએ મળી પરપ્રાંતી ને એકાઉન્ટ ભાડે તેમણે આપેલ જાણ થતાં પોલીસે રાજકોટના એક અને ભાવનગર બે શખ્સોની સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે.

આ અંગે મળતી વિગતો મુજબ શહેરમાં જામનગર રોડ પર 25 વારિયા ક્વાર્ટરમાં રહેતા સફાઇ કામદાર સંજયભાઈ રમેશભાઈ ઘાવરીએ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે રાજકોટ પરાબજાર નજીક કૃષ્ણપરામાં રહેતો આજમ અસ્લમ આમદાણી, ભાવનગરનો ઇલ્યાસ સીદીક ખોખર અને મુનાફ શેખ અબ્દુલ રસીદના નામો આપ્યા છે. ફરિયાદમાં જણાવ્યું છે કે, 3 મહિના પહેલા તેને મકાન માટે 18 લાખ રૂપિયાની જરૂર હતી. પરિચિત આજમને લોન લેવા માટે વાત કરી હતી. આ અંગે આજમ સહિતનાઓએ તેને આઈ.સી.આઇ.સી.આઈ બેંકે બોલાવી તેના ડોક્યુમેન્ટ લઇ ખાતું ખોલાવ્યું હતું. તેના બેંકના ડોક્યુમેન્ટ પણ તેની સાથે લઇ ગયા હતા. બાદ આરોપીઓએ શ્રમિકનું એકાઉન્ટ પર પ્રાંતિય ગેગને કમિશન ઉપર ભાડે આપી એક એકાઉન્ટ દીઠ રૂપિયા એક લાખ કમિશન મળતું અને બાકીના બે આરોપીને એકાઉન્ટ દીઠ 15-15 હજાર કમિશન મળતું હોવાનું સામે આવ્યું છે. સાથે જ અત્યારસુધી તપાસમાં આરોપીઓએ 5 એકાઉન્ટ મદદથી 25 કરોડ આસપાસની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું છે.

ફરિયાદીએ જણાવ્યું હતું કે,આઈ.સી.આઇ.સી.આઈ બેંકના કર્મચારીએ 6 ડિસેમ્બર 2021ના રોજ તેને બેંકે બોલાવી તેના ખાતામાં 4.72 કરોડના ટ્રાન્જેક્શન થયા હોવાનું જણાવતા તેને બેંકમાં 12.50 લાખની લોન અંગે પરિચિત આજમને ડોક્યુમેન્ટ આપ્યા હતા અને બેંકના ડોક્યુમેન્ટ પણ તેની પાસે જ હોવાનું જણાવ્યું હતું. જેમાં તેને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી પોલીસે તપાસ કરતા ભાવનગરના બે અને રાજકોટના એક આરોપીની ધરપકડ કરી છે જેમાં રાજકોટનો આઝમ લોન એજન્ટ છે. જ્યારે ભાવનગરના મુનાફ અને ઇલ્યાસ ડ્રાઇવર અને નાના ધંધા સાથે સંકળાયેલો છે. પોલીસને આ કોંભાડ વધુ મોટું જણાતા આરોપીઓની પૂછતાછ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.