Abtak Media Google News

કુદરતી કહેર સામે હાલ તો ખેડુત લાચાર બન્યો

 

સાબરકાંઠા જીલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળ છાયા વાતાવરણને લઈને શિયાળુ પાકને નુકસાનની ભીતી સેવાઈ રહી છે જો કમોસમી વરસાદ પડે તો મોટાભાગે શાકભાજીમાં વધુ નુકશાન જોવા મળશે તો આ ઉપરાંત ઘઉ,એરંડા, વરિયાળી જીરુ,બટાકા અને કપાસ જેવા પાકોને પણ ભારે નુકશાન થઈ શકે તેમ છે વરસાદી છાંટા પડવાથી પાકના પાનડા બગડી જશે અને ખરી પડશે જેના કારણે છોડનો વિકાશ અટકી જશે અને ભારે નુકશાન થશે તો ઘઉ શાકભાજી અને કપાસના પાકનો યોગ્ય વિકાસ નહિ થાય તો પોષણક્ષમ ભાવ પણ નહિ મળે સતત વાદળછાયુ વાતાવરણ અને ધુમ્મસ વાળા વાતાવરણને લઈને ખેડુતોને હાલ તો ભારે નુકશાન થઈ રહ્યુ છે

ધુમ્મસ વાળા વાતાવરણથી ઘઉ, એરન્ડા,કપાસ અને શાકભાજીમાં ઈયળનો ઉપદ્રવ વધી જશે અને ઈયળ પાકને નષ્ટ કરી નાખશે જેનાથી ખેડુતો ઉત્પાદન પણ વધુ નહિ મેળવી શકે અને ભારે નુકશાન થાય તેમ છે અને જો કમોસમી વરસાદ પડશે તો વધુ નુકશાન પણ થઈ શકે તેમ છે આમ તો શિયાળુ વાવેતર વધુ ઠંડી પડે તો જ ઉત્પાદન વધુ મળી શકે પરંતુ હાલ તો ઠંડી પડતી નથી અને સામે વાદળછાયુ વાતાવરણ જેના કારણે ખેડુતોના જીવ હાલ તો તાળવે ચોટ્યા છે આ વર્ષ જાણે કે ખેડુતો માટે કાળ સમુ હોય તેમ લાગે છે વારંવાર કુદરતી કહેરથી ખેડુત પણ ત્રાહિમામ પોકારી ઉઠ્યો છે તો ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળતા ખેડુતો ચિંતત બન્યા છે અને જો કમોસમી વરસાદ પડે તો ઉત્પાદન માં 50 ટકા જેટલો ઘટાડો થાય અને પાકને નુકસાન થવાની શક્યતાઓ પણ વધી શકે તેમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.