Abtak Media Google News

તલવારથી મકાન અને કારમાં તોડફોડ કરતા નાસભાગ: ચારેય શખ્સો સામે નોંધાતો ગુનો

અબતક,રાજકોટ

સહકારનગર મેઇન રોડ પર રિક્ષા પાર્ક કરવાની જગ્યાએ પાલતુ કુતરો બેઠો હોવાથી કુતરાને ઘરમાં રાખવા અંગે સમજાવતા ચાર શખ્સોએ તલવારથી હુમલો કરી મકાન અને કારમાં તોડફોડ કરતા સહકારનગર ભક્તિહોલ પાસે નાસભાગ મચી ગઇ છે. ભક્તિનગર પોલીસે ચારેય શખ્સો સામે ગુનો નોંધી તપાસ હાથધરી છ.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સહકારનગર મેઇન રોડ પર રહેતા રિક્ષા ચાલક સંદિપભાઇ પરસોષમભાઇ ગોહિલ નામના કોળી યુવાને તેના પાડોશમાં રહેતા દિવ્યરાજ ઉર્ફે દિવુ હરેશ બસીયા, ઉદય દિલીપભાઇ ચાવડા અને બે અજાણ્યા શખ્સો સામે માર મારી મકાન અને કારમાં તોડફોડ કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સહકારનગર મેઇન રોડ પર ચેતનભાઇના મકાનમાં ભાડે રહેતા સંદિપભાઇ ગોહિલ ગઇકાલે સાંજે પોતાની રિક્ષા લઇને ભક્તિ હોલ પાસે આવ્યા ત્યારે દિવ્યરાજ ઉર્ફે દિવુ પોતાનો કુતરો લઇને મોબાઇલમાં રિચાર્જ કરાવવા આવ્યો હતો. કુતરો બેઠો હતો ત્યાં સંદિપભાઇ ગોહિલે રિક્ષા પાર્ક કરવાની હોવાથી કુતરાને દુર લેવા અંગે જણાવતા બંને વચ્ચે બોલાચાલી થઇ હતી તે દરમિયાન કુતરો કરડવા દોડતા બંને વચ્ચે માથાકૂટ ઉગ્ર બની હતી. દિવ્યરાજ ઉર્ફે દિવુ બસીયા, ઉદય દિલીપ ચાવડા અને બે અજાણ્યા શખ્સો તલવાર સાથે ઘસી આવી ત્યાં પાર્ક કરેલી બલેનો કાર અને મકાનના દરવાજામાં તોડફોડ કરી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. ભક્તિનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ એન.એલ.ચાવડા સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.