Abtak Media Google News

એકંદરે શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મોટાભાગના સેન્ટરોમાં બજારો ખૂલ્લી રહી: લોકોમાં અસમંજશની સ્થિતિ

દેશભરના ખેડૂતોના હિત માટે અતિ મહત્વ ધરાવતું કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતો દ્વારા પંજાબથી ફુકાયેલું બ્યુગલ દેશભરમાં આંધીની નંમ ફેલાઇ ચૂકયા બાદ જુદા જુદા ૧૮ પક્ષોનો ટેકો મળતા કેન્દ્ર સરકાર માટે સંકટ સમાત સાબિત થઇ ચૂકયું છે.

0125

કૃષિ કાયદાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનમાં ઉપલેટા, પાનેલી, ભાયાવદર જોડાયા હતા. ઉપલેટા ભાયાવદર પાનેલીની જોડાયા હતા. ઉપલેટા ભાયાવદર પાનેલીનાી મોટાભાગની બજારો બંધ રહી હતી. વેપારીઓ ધંધાર્થીઓએ બંધના એલાને ટેકો આપી સમર્થન કર્યુ હતું.

શહેર બસ્ટેન્ડ ચોક, રાજમાર્ગ, કટલેરી બજાર, ગાંધી ચોક, ભાદર રોડ, નટવર રોડ સહિતની મુખ્ય માર્ગની દુકાનમાં બંધ રાખતા ખેડૂતોને અભૂતપૂર્વ સમર્થન મળ્યુ છે. જયારે ભાયાવદરમાં પણ બંધને સફળતા સાંપડી રહી છે.

શહેરના મેઇન બજાર, વડાળી રોડ, બસ્ટેન્ડ ચોક સહિતના વિસ્તારો સંઘમાં સ્વયંતી જોડાઇને ખેરતા ને સમર્થન આપ્યું હતું. તાલુકાના પાનેલી ગામે પણ ખેરતોને સમર્થન પુરૂ પાડતા લીમડા ચોક, બસ્ટેન્ડ ચોક, કાળવા ચોક સહિતના વેપારી આ સ્વયભૂ બંધમાં જોડાઇને કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કર્યો હતો.આ અંગે શહેર જાણીતા ખેડૂત અગ્રણી કે.ડી. સિણાંજીયાએ જણાવ્યું કે સમગ્ર દેશના ખેડૂતો માટે કૃષિ કાયદો આપઘાત સમાન છે ત્યારે છેલ્લા ૧૫ દિવસથી દેશભરના ખેડૂતો રાજઘાનીમાં આંદોણી ચલાવી રહ્યા છે. પણ કેન્દ્રની સરકાર દ્વારા એડૂતોની માંગણી નહીં સ્વીકારતા આજે શહેર તાલુકાના મોટા ભાગના ગામડાઓ સંઘમાં જોડાઇને ખેડૂતોને અભૂતપૂર્વ સમર્થન આપ્યું છે. આગામી દિવસોમાં કેન્દ્રની ભાજપ સરકારે ખેડૂતોની યોગ્ય માંગણી લેવી જોઇએ અથવા પરિણામ ભાંગવવા તૈયાર રહેવું જોઇએ.

ઉપલેટામાં મુસ્લિમ વર્ચસ્વ વાળો પંચહાટડી વિસ્તાર ખુલ્લો રહ્યો

Photogrid 1607401984413

ભારતબંધના એલાનને પગલે ઉપલેટા શહેર સ્વયભુ બંધ રહ્યું પણ મુસ્લીમ વર્ચસ્વ વારો પંચાહાટડી વિસ્તાર આજ સવારથી જ રાબેતા મુજબ ખુલ્લો રહ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ માઇનોરીટી ડિપાર્ટમેન્ટના મહામંત્રી આરીફભાઇ નાથાણી તેમજ સ્થાનીક માઇનોરીટી ડિપાર્ટમેન્ટના ચેરમેન ગુલામશા બુખારીએ ગામને બંધમાં જોડાવવા ગઇકાલે સોશ્યલ મિડિયા ઉપર અપીલ કરી હતી પણ ખાટલે મોટી ખોટ એ હતી કે તેમના જ વર્ચસ્વ વારો પંચાહાટડી વિસ્તાર બંધ રખાવવામાં નિષ્ફળ ગયા હતા. (તસવીર: કિરીટ રાણપરીયા-ઉપલેટા

ભુજના યાર્ડમાં બંધનો ફિયાસ્કો

Img 20201208 Wa0031

ભુજ શહેર ખાતે બંધ એલાન દરમિયાન એપીએમસી માર્કેટ ખુલી રહી હતી

Img20201208102831

ભુજ એપીએમસીમાં કોંગી આગેવાનોને સમજાવતી પોલીસ

ચોટીલા બંધ: યાર્ડમાં હરરાજી બંધ રહી

Img 20201208 Wa0014

ખેડુતોએ આવેલા દેશ વ્યાપી બંધના એલાનને કોંગ્રેસ તથા વિપક્ષો દ્વારા સમર્થન અપાયું હોય જે અંદાજે ચોટીલા કોંગ્રેસ દ્વારા અપાયેલું બંધ ચોટીલામાં સફળ રહેવા પામ્યું હતું. ચોટીલાની બજારો સવારથી જ બંધ હતી. જયારે માકેટીંગ યાર્ડ પણ સજજડ બંધ રહ્યું હતું. બંધના એલાનના પગલે  બજારો તેમજ નેશનલ હાઇવે પર સજજડ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. પોલીસે સવારમાં જ કોંગ્રેસી કાર્યકરોની અટકાયત કરી પોલીસ મથકે બેસાડી દીધા હતા.

દ્વારકાની બજારો ખુલ્લી

Img 20201208 Wa0035

જામજોધપુર સજજ બંધ: ચૂસ્ત બંદોબસ્ત!!

20201208 085955

ભારત બંધના એલાનને પગલે જામજોધપુર સંપૂર્ણ બંધ રહ્યું છે બજારો સુમસામ ભાસે છે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

ગોંડલમાં યાર્ડના સતાધીશોએ યાર્ડ ખૂલ્લુ રાખ્યું પણ હરરાજી બંધ રહી

Img 20201208 Wa0048

કોંગ્રેસ તથા વિપક્ષો દ્વારા કિશાનો દ્વારા ભારત બંધનાં એલાનને દેશવ્યાપી સમર્થન અપાયાના સંદર્ભે ગોંડલમાં કોંગ્રેસ દ્વારા બંધ રશખવા વેપારીઓને અપીલ કરાઈ હતી. પરંતુ સવારથી જ બજારો ખૂલ્લી હતી અને જનજીવન પૂર્વવ્રત ધબકતુ હોય બંધને સફળતા મળી નથી જયારે ગ્રામ્ય પંથકમાં દેરડી બંધ રહ્યું હતુ ગોંડલ માર્કેટ યાર્ડમાં સતાધીશોએ બંધમાં ન જોડાઈ યાર્ડ ચાલુ રાખ્યું હતુ પરંતુ ખેડુતો અને કમીશન એજન્ટો દ્વારા બંધને સમર્થન અપાયું હોય યાર્ડમાં કોઈપણ જણશીની હરરાજી થવા પામી ના હોય સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા માર્કેટમાં સુનકાર ભાસતો હતો ગોંડલના દેરડીમાં બંધને સફળતા મળી છે. ગામ સજજડ બંધ રહ્યું છે. ગોંડલ સેન્સેટીવ ગણાતું હોય અને મોટુ યાર્ડ આવેલુ હોય જિલ્પોલીસ વડા બલરામ મીણાએ સવારે ગોંડલની મુલાકાત લઈ સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી પોલીસે નેશનલ હાઈવે ઉપરાંત શહેરમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

Img 20201208 Wa0051 1

શહેર કોંગ્રેસ પ્રમુખ સહિતનાની અટકાયત

સવારે દશ કલાકે શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઈ જાડેજા, જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ લલીત પટોડીયા, યતિશ દેશાઈ દિલીપ સોજીત્રા, જેકે પારધી સહિત આગેવાનો અને કાર્યકરો જેતપૂર રોડ ત્રણ પુણીયા પાસે એકત્ર થયા હતા પરંતુ ત્યાં હાજર પોલીસે આગેવાનોની અટક કરી પોલીસ મથકે લઈ જતા કાર્યકરો વિખેરાઈ ગયા હતા.

બગસરામાં બંધને મિશ્ર પ્રતિસાદ

Img 20201208 093159

બગસરામાં મિશ્ર પ્રતિસાદ મળ્યો છે. જેમાં માર્કેટિંગ યાર્ડમાં શાકભાજીની હેરાજી ચાલુ રાખવામાં આવી હતી અને કપાસ તથા હરાજી બંધ રાખવામાં આવી છે. ગામમાં અમુક દુકાનો ખુલ્લી તથા અમુક દુકાનો બંધ રાખેલ છે તેમ મિશ્ર પ્રતિસાદ ભારત બંધને મળ્યો હોય તેમ લાગી રહ્યું છે.

મેટોડા જીઆઈડીસીમાં દુકાનો સજજડ બંધ

Img 20201208 Wa0039

ભારતનાં બંધના પગલે મેટોડા જીઆઈડીસીમાં ખેડુત આંદોલનને થોડા ઘણા અંશે દુકાનદારોએ સમર્થન આપ્યું હતુ અને ખેડુત લગતી દુકાનો બંધ જોવા મળી હતી.

પડધરીમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત

Img 20201208 Wa0051

પડધરીમા બંધની અસર નહીવત જેવી રહી છે. છતા પોલીસ દ્વારા તકેદારીના ભાગ રૂપે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો હતો. મોવીયા સર્કલ ખાતે પોલીસ જવાનો સ્ટેન્ડ ટુ રહ્યા હતા અને કોઈ છમકલુ ન થાય તેની તકેદારી રાખવામાં આવી હતી.

જામનગરમાં સવારથી જ તમામ બજારો રાબેતા મુજબ ખૂલી

શહેરના પ્રવેશદ્વારોની ચેકપોસ્ટ પર પોલીસ એલર્ટ: જામજોધપુર, ધ્રોલ, લાલપૂરમાં બંધને મિશ્ર પ્રતિસાદ

Img 20201208 Wa0047

જામનગરમાં બજારો બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસી કાર્યકરોની અટકાયત

Img 20201208 Wa0030

સુરેન્દ્રનગર જિલ્લામાં બંધને મિશ્ર પ્રતિસાદ

1607402318313

દસાડા, ચોટીલાના ધારાસભ્યો અને કોંગી કાર્યકરોની અટકાયત

1607402318165

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.