Abtak Media Google News

ગરીબ વિધવાની જમીન પચાવી પાડવા અવાર-નવાર વાડાની દિવાલ તોડી મારકૂટ કર્યાનો વિધર્મી સામે આક્ષેપ

 

અબતક

નિતીન પરમાર, માંગરોળ

માંગરોળ પંથકના શાપુર ગામે કોલોની વિસ્તારમાં રહેતી ગરીબ વિધવાના પરિવારને વિધર્મી દ્વારા મારકૂટ કરી જમીન હડપ કરવાના કરવામાં આવી રહેલા પ્રયત્નો સામે સમગ્ર ગ્રામજનો દ્વારા આ વિધર્મી પરિવાર સામે તાત્કાલીક પગલા લેવા મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. શાપુર ગામે કોલોની વિસ્તારમાં માંગરોળ શેરીયાજ રોડ ઉપર વિધવા મુઘીબેન રામાભાઇ  કરગઠિયા, તેમના દીકરા બચુભાઇ તેમજ તેમની ત્રણ દીકરી,બે,દીકરા પત્ની ગરીબ પરિવાર ઘણા વર્ષોથી રહે છે. જે પરિવારને છેલ્લા ઘણા દિવસોથી એક વિધર્મી પરિવાર ઘણા દિવસથી માર મારી ધાક ધમકી આપી તેમના વાડાની દીવાલ તોડી બીવડાવીને જમીન હડપવાના પ્રયત્ન કરે છે. અઠવાડિયા પહેલા એક સંપ કરી છ શખ્સોએ તેમના વાળા દીવાલ તેમજ તેમની દીકરી ઉપર હુમલો કરેલ જે બાબતે ફરિયાદ કરેલ પરંતુ તેમના આગેવાનો દ્વારા પોલીસ ઉપર દબાણ કરી ગરીબ પરિવાર ઉપર ચોર કોટવાળને દંડે તેમ સામે ફરિયાદી ઉપર ફરિયાદ લેવડાવી ત્યારબાદ સતત ભયના વાતાવરણમાં જીવતા પરિવાર ઉપર સોમવારે 10-12 વ્યક્તિઓએ ફરીને જીવલેણ હુમલો કરી રીપેર કરેલ દીવાલ તોડી દીકરીઓ તેમજ બચુભાઇ આવતા બચુભાઇને પણ મારી નાખવા કોશિશ કરવા જતાં દોડી ભાગી જતા ત્યાંથી નીકળતા લોકો આવી જતા મામલો થાળે પડેલ જેના થોડા અંશ ભાગના વિડીયો પણ છે. ગરીબ પરિવાર નિ:સહાય તેમજ આ તાલુકામાં આ વિધર્મીઓનું પ્રભુત્વ જોતા ગામને પણ ભયના વાતાવરણથી બીક લાગતા સાંજે રામપીરના પટાંગણમાં ભેગાં થઇ સવારે સરકારમાં આવેદન પત્ર આપી આ ગરીબ પરિવારને રક્ષણ આપવા તેમજ ગુન્હો કરી સામેની ખોટી ફરિયાદની યોગ્ય તપાસ કરી રદ્ કરવા અને તેમજ છાશવારે આવા બનાવ બનતા કે જે લોકો ફરિયાદ પણ કરી ના શકતા તાલુકા શહેરમાં આવી ગુન્હાખોરીને ડામવા. આ ગરીબ પરિવારની અક્ષરશ: ફરિયાદ લેવા તેમજ આ ઘટનાને સખી શબ્દોમાં વખોડી ત્વરીત પગલાં લેવા સમસ્ત ગ્રામજનો દ્વારા એકઠા થઇ આવેદન આપવામાં આવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.