Abtak Media Google News

સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ બ્રિડર એસો.ના ડોગ શોમાં 30થી વધુ  પ્રજાતીના શ્વાનોની રૂબરૂ મુલાકાતની શ્વાનપ્રેમીઓને તક

શ્વાનને સમાજમાં  વફાદાર મિત્રનું બિરૂદ આપવામાં આવ્યું છે. તેમાં પણ   રંગીલા રાજકોટીયન્સઓ  રાજાશાહી વખતથી આજ  પરિર્યત  પાલતુ શ્વાન સાથે  ભારે લાગણી માટે વખણાય છે. શહેરમાં  રાજમહેલથીલઈ શોખીન પરિવારોના બંગલા, ફલેટ અને ડેલીબંધ  મકાનમાં શ્વાન પાલનમાં ક્રેઝ વધી રહ્યા છે.  સૌરાષ્ટ્ર-કચ્છ પેટ ટ્રેડર્સ બ્રિડર એસો. દ્વારા રવિવારે તા. 8 જાન્યુઆરીના રોજ  ડોગ શોનું આયોજન કરવામાં આવ્યું છે.

અબતકની મુલાકાતમાં એસો.ના પ્રમુખ ભુવનેશભાઈ પંડયા, રણજીતભાઈ ડોડીયા,  અબ્બાસભાઈ જરીવાલા, આશીષભાઈ ધામેચા,  સુનીલભાઈ ચૌહાણ, અરૂણભાઈ દવે, પ્રદયુમનભાઈ આહિર અને આગેવાનોએ પેટ શોની માહિતી આપી હતી.

માનવીના વફાદાર સાથી શ્વાન પાલન હવે  વ્યાપક પ્રમાણમાં શોખ બની રહ્યો છે. ત્યારે શ્વાની પ્રજાતી સંભાળ માટેની સમજને  વ્યાપક પ્રમાણમાં  સામાજીક જાગૃતીનો અભિયાન  બનાવવા માટે  ડોગ શો જરૂરી બન્યા છે.

રાજકોટ શહેરના સૌરાષ્ટ્ર કચ્છ પેટ ટેસ અને બ્રિડર્સ એશોસીએશન દ્વારા 8 જાન્યુઆરીના રવિવારે સવારે 9 થી સાંજના 5 સુધી ભવ્ય ડોગ – શો શાસ્ત્રી મેદાન ખાતે આયોજન કરવામાં આવેલ છે જેમાં સમગ્ર ગુજરાતમાંથી છે 30 થી વધુ બ્રિડના 500 થી વધુ શ્વાનો ભાગ લઈ રહયા છે . આ શો ના આકર્ષણમાં 500 ગ્રામના વજનથી લઈને 100 કિલોના કદાવર શ્વાન ડોગ લવર્સને જોવા મળશે. ડોગ – શો માં ભાગ લેવા માટે  શ્વાનમાલીકોએ તા.5 જાન્યુઆરી સુધીમાં વિવિધ પેટશોપ ખાતે પોતાના શ્વાનની એન્ટ્રી પાસ મેળવી લેવા જણાવેલ છેે.

ડોગ – શોમાં વિવિધ પ્રજાતીના શ્વાનોમાં પોમેરેનીયન , જર્મન શેફર્ડ , લેબ્રાડોર , ગ્રટડેન , ડોબરમેન ગોલ્ડન રીટીવર , સ્ટિસુ , લાસા , પીટબુલ , ડાલમેશીયન , ચાઉ – ચાઉ , મેસ્ટીફ , શેનબનાર્ડ જેવા લાખેણી કિંમતના વિદેશી બ્રિડોના શ્વાન જોવા મળશે . આ શોના નિણાર્યક તરીકે ‘યશ શ્રી વાસ્તવ (ભોપાલ) ’ અને ‘ પૃથ્વી પાટીલ (બરોડા) ’ સેવા આપશે.

સંસ્થાના પ્રમુખ ભુવનેશ પંડચા , રણજીત ડોડિયા , અબ્બાસ જરીવાલા , આશીષ  ધામેચા, સુનિલ ચૌહાણ , નાસીર સૈયદ , અલીભાઇ , પ્રધુમન આહિર , કમલેશ ડોડિયા , અરૂણ દવે , ઈન્દુભા રાઓલ , તથા વિમલભાઈ સહિતના કમિટી મેમ્બરો જહેમત ઉઠાવી રહયા છે. સમગ્ર શો માં મેડિકલ ની વેટરનરી ટીમ હાજર રહી ને ડોગ – શો માં ડોગ ટ્રીટમેન્ટ માહિતી અને રસીકરણ જેવી બાબતે શ્વાન માલિકોમાં જાગૃતિ પ્રસરાવશે . શાસ્ત્રી મેદાન ના વિશાળ ગ્રાઉન્ડમાં ડોગ – શો ની રીંગ , વિવિધ કંપનીના સ્ટોલ , માહિતી કેન્દ્ર અને શહેરના વિવિધ પેટશોપના સ્ટોલ રાખવામાં આવશે . ડોગ – શો માં ભાગ લેનારે સવારે 8:30 કલાકે પોતાની એન્ટ્રી પાસ બતાવીને રજીસ્ટ્રેશન ફરજીયાત કરાવી લેવું વિશેષ માહિતી માટે 98249 07431 તથા 98254 40045 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે શાસ્ત્રી મેદાનમાં  રવિવારે  માનવીના વફાદાર દોસ્તનો દરજજો  ધરાવતા વફાદારોનો  વટ જોવા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના  શ્વાન પ્રેમીઓને  ભુવનેશભાઈ પંડયાએ અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.