સુરતમાં સાવકી માતા બની ભક્ષક, નજીવી બાબતમાં બાળકને ઉતાર્યો મોતને ઘાટ

ફૂલ જેવા 2 વર્ષના બાળકની કરી હત્યા

માં તો માં હોય છે.. પછી એ સગી હોય કે સાવકી..માતાની તુલનાએ કોઈ ન આવી શકે.પરંતુ કદી ન વિચારી શકાય એવું કૃત્ય સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતી સાવકી માતાએ કર્યું છે.

2 વર્ષના બાળકે રમવા બાબતે જીદ કરી હતી.તો માતાને ગુસ્સો આવતા નાના એવા ફૂલ જેવા બાળકની હત્યા કરી નાખી હતી.બાળકની હત્યા બાદ લાશને ઝાડી ઝાખડામાં ફેંકી દીધી હતી.લાશની જાણ પોલીસને થતાં તપાસ બાદ પાંડેસરા પોલીસે હત્યારી માતાની અટકાયત કરી હતી.