Abtak Media Google News

સુરેદ્રનગર જીલ્લાના પાટડી તાલુકા વિસ્તારમાં  હાથ ધરવામા આવેલ. કોમ્બીંગ દરમ્યાન એલ.સી.બી. ટીમને મળેલ ચોકકસ બાતમી હકીકત આધારે દેગામ ગામની આંકડીયા સીમ વિસ્તારમાંથી આરોપી- નવાઝખાન ઉર્ફે લાલો અસરફખાન જત મલેક સરીફખાન ઉર્ફે લાલો ઉમેદખાન જત મલેક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક-૧ કિ.રૂ.૨,૦૦૦/-  દેશી હાથ બનાવટની સીંગલ બેરલ ૧૨ બોર બંદુક-૧ કિ.રૂ.૫,૦૦૦/-  દેશી હાથ બનાવટનો બાર બોર સીંગલ બેરલનો તમંચો-૧ કિે.રૂ.૫,૦૦૦/- લોખંડની દેશી હાથ બનાવટની પીસ્તોલ-૧ કિ.રૂ.૨૦,૦૦૦/- મળી કુલ રૂ.૩૪,૦૦૦/- ના મુદામાલ સાથે  એમ ઉપરોકત ત્રણેય આરોપીઓને કુલ હથિયારો-૭ કુલ કિ.રૂ.૩૮,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પુછપરછ કરતા ઉપરોકત હથિયારો હુશેનખાન કરીમખાન મલેક , ભીખાભાઇ મિસ્ત્રી ,  મુસ્તુભા ઉમેદખાન જતમલેક  પાસેથી લીધેલ હોવાની કબુલાત આપતા તમામ મુદામાલ કબ્જે કરી મજકુર ત્રણેય આરોપીઓ વિરૂધ્ધ બજાણા (માલવણ) પોલીસ સ્ટેશનમા હથિયારા ધારા મુજબ અલગ અલગ ત્રણ ગુન્હાઓ રજી. કરાવવા કાર્યવાહી કરવામા આવેલ છે. આ કામના આરોપીઓ પાસે આ સિવાય અન્ય કેટલા હથિયારો છે? કોઇને વેચેલ છે કે કેમ? સદર હથિયારો કોણ બનાવે છે કયાથી બનાવે છે? સદર રેકેટ સુચારૂ વ્યવસ્થિત કેવી રીતે ચાલે છે? કોણ કોણ ઇસમો સંડોવાયેલ છે? વિગેરે બાબતે ચોકકસ હકીકત મેળવી ગે-કા હથીયારોના રેકેટનો પર્દાફાસ કરવા અંગે આગળની કાર્યવાહી ચાલુમા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.