સુરેન્દ્રનગરમાં જૂના મનદુ:ખમાં બે જૂથ વચ્ચે લોહીયાળ ધિંગાણું ખેલાયું

પોલીસે ટોળા સામે ગુનો નોંધી ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો: બે યુવક ગંભીર

સુરેન્દ્રનગરના રતનપરમા એક જ સમાજના બે જૂથો વચ્ચે અગાઉના ઝગડાનુ મનદુ:ખ રાખી તીક્ષ્ણ હથિયારો સાથે 10 લોકોનું ટોળું વિસ્તારમાં હુમલો કરવા દોડી આવતા અફડાતફડી કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો

સુરેન્દ્રનગરના રતનપરમા એક જ સમાજના બે જૂથો વચ્ચે થઈ જૂથ અથડામણ થઇ હતી. જેમાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. સુરેન્દ્રનગરના રતનપરની સોસાયટીમાં અંગત અદાવતમા જુથ અથડામણ થઇ હતી. આ જુથ અથડામણમાં 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં 2 યુવકોની તબિયત લથડતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામા આવ્યા હતા. સુરેન્દ્રનગરના રતનપરમાં ગાંડાવાળી સોસાયટીમાં અંગત અદાવતમા જુથ અથડામણ થઇ હતી. જેમાં અગાઉના ઝગડાનુ મનદુ:ખ રાખી અને રતનપરના ગાંડાવાળી વિસ્તારમાં તીક્ષ્ણ હથિયારો સાથે 10 લોકોનું ટોળું હુમલો કરવા દોડી આવતા અફડાતફડી મચી હતી.

આ જુથ અથડામણની ઘટનામાં સામ સામે થયેલા હુમલામા મહિલા, બાળકો અને યુવકો સહિત 5થી વધુ લોકોને ઇજાઓ પહોંચી હતી. આ ઘટનાની જાણ થતાં પોલીસે તાકીદે ઘટના સ્થળે દોડી ગઈ હતી અને કોઇ અનિચ્છનીય બનાવ ન બને એ માટે આ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં

આવ્યો હતો.