સુરેન્દ્રનગરમાં ભુંડ પકડવા બાબતે તલવારથી હુમલો કરનાર પાંચની ધરપકડ કરી પોલીસે સરઘસ કઢાવ્યું

સરાજાહેર કાર અથડાવી સામસામે હુમલો કર્યો ‘તો

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર શહેરનાં 80 ફુટ રોડ ઉપર સોમવારે ભરબજારે તલવારો, ધોકા અને પાઈપ જેવા ઘાતક હથિયારોથી જીવલેણ હુમલો કરી રીતસરનો આતંક મચાવનારા શખ્સો પૈકી પાંચ શખ્સોને પોલીસે ઝડપી પાડયા હતાં અને જાહેરમાં સરઘસ કાઢી મુર્ઘા  બનાવ્યા હતા. તે જ રોડ ઉપર ફેરવી પરચો દેખાડી કાયદાનું ભાન કરાવ્યુ હતુ.

આ અંગેની વધુ વિગત એવી છે કે, શહેરનાં 80 ફુટ રોડ ઉપર ભૂંડ પકડવાના કોન્ટ્રાકટ મુદે થયેલી બબાલમાં તલવાર, ધોકા, પાઈપ જેવા હથિયારો સાથે   ભરબજારે આતંક મચાવતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ખુલ્લેઆમ હથિયારો લઈને મારામારી કરનારા આરોપીઓ પૈકી હીરાસિંગ ઈશ્વરસિંગ ટાંક, શેરસિંગ ઈશ્વરસિંગ ટાંક, તીરથસિંગ રાજુસિંગ ટાંક, અવતારસિંગ હીરાસિંગ ટાંક અને બહાદુરસિંગ ઈશ્વરસિંગ ટાંક નામના પાંચ શખ્સોને પોલીસે ઝડપી લીધા હતા. સોમવારે જાહેરમાં ઘાતક હથિયારો ધારણ કરી આતંક મચાવી  કાયદો હાથમાં લેનાર આ આરોપીઓને મંગળવારે પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાયદાનું ભાન કરાવ્યુ હતુ. ત્યારે આરોપીને જોવા ટોળા ઉમટયા હતા.