સુરેન્દ્રનગરમાં આખલાએ  યુવકને ખુંદી નાખ્યો

સુરેન્દ્રનગર જિલ્લામાં રતનપર જોરાવરનગર સહિતના વિસ્તારમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે ત્યારે અવાર-નવાર આવા રખડતા ઢોરો બાખડી રહયા છે ત્યારે વાહનો અને ચાલીને પસાર થતા રાહદારીઓને અવાર નવાર ઈજાઓ પહોંચાડી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ શિવમ હોટલ સામેથી પસાર થઈ રહેલા યુવક ઉપર આખલાએ હુમલો કર્યો છે ત્યારે આ હુમલાના પગલે યુવકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

ત્યારે બસ સ્ટેન્ડ શીવમ હોટલ પાસે આખલા એ અસલમ રહીમભાઈ મમાણી નામના 19 વરસના રહે ખાટકીવાડ ના યુવાને ઉલાળતા બેભાન ગંભીર હાલતમાં ટીબી હોસ્પીટલ મા સારવાર માટે દાખલ કરેલ છે. અને તેને વધુ સારવાર શરૂ કરવામાં આવી છે ત્યારે સુરેન્દ્રનગરમાં રખડતા ઢોરોનો ત્રાસ સતત વધતો જઈ રહ્યો છે અવાર-નવાર લોકોને અડફેટે લઇ અને મોતને ઘાટ પણ આવા રખડતા ઢોરો ઉતારી રહ્યા છે.

બીજી તરફ ટ્રાફિક સમસ્યામાં પણ આવા રખડતા ઢોરો વધારો કરી રહ્યો છે ત્યારે આવા સંજોગોમાં હવે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોરો તથા આખલાઓને પાંજરે પૂરી થઈ હવે જરૂરી બન્યું છે કારણકે રખડતા આખલાઓ અવારનવાર શહેરી વિસ્તારમાં બાખડી અને પસાર થતા રાહદારીઓને અડફેટમાં લઇ રહ્યા છે ત્યારે એવો જ એક કિસ્સો બસ સ્ટેન્ડ પાસે સામે આવ્યો છે આખલાઓ એ યુવકને ખૂંદી નાખ્યો છે ખૂંદી નાખતા યુવક ઘટનાસ્થળે જ બેહોશ થઇ જવા પામ્યો છે.