સુરેન્દ્રનગરમાં પૈસાની લેતી-દેતી મામલે ‘આપ’ના જીલ્લા પ્રમુખે યુવાનને લમધાર્યો

આમ આદમી પાર્ટીના પ્રમુખે હાથ ઉછીના પૈસા લીધા બાદ ઉઘરાણી કરવા આવેલા યુવક પર કર્યો હુમલો

સુરેન્દ્રનગર જિલ્લામાં ખાસ કરી પૈસા લેતી દેતી મામલે હુમલાઓ વધતા જઇ રહ્યા છે. તેને વધુ એક હુમલો  સુરેન્દ્રનગર 80 ફુટ રોડ ઉપર સામે આવ્યો છે પૈસાની લેતીદેતી મામલે યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો છે જેને લઇને યુવકને ગંભીર ઇજાઓ પહોંચવા પામી છે.

સુરેન્દ્રનગરના 80 ફુટ રોડ ઉપર આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ હિતેશભાઈ બજરંગ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હુમલામાં કેતનભાઇ પટેલને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક અને આજુબાજુના લોકો દ્વારા સારવાર અર્થે સુરેન્દ્રનગર જિલ્લાની ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અને તેમની પ્રાથમિક સારવાર શરૂ કરવામાં આવી છે.ત્યારે કેતનભાઇ દ્વારા હિતેશભાઈ બજરંગને આઠ માસ પહેલા હાથ ઉછીના પૈસા આપવામાં આવ્યા હતા ત્યારે આ પૈસાની ઉઘરાણી કરવા ગયેલા કેતનભાઇને અપશબ્દો બોલી અને હિતેશભાઈ દ્વારા હુમલો કરવામાં આવ્યો છે હિતેશભાઈ પોતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા હુમલો કરવામાં આવતા પાર્ટીમાં પણ હાલમાં રોષ જોવા મળી રહ્યો છે બીજી તરફ આવા પ્રકારના કૃત્યો સામે જિલ્લાવાસીઓ પણ રોષની લાગણી વ્યાપી જવા પામી છે.

મોટી રકમની ઉઘરાણી બાકી હોવાનું પણ કેતનભાઇ દ્વારા જણાવવામાં આવ્યું છે ત્યારે સંબંધ આઠ માસ પહેલા પૈસા ઓછા આપવામાં આવ્યા હતા વહેલી સવારે ઉઘરાણી કરવા જતા કેતનભાઇને હિતેશભાઈ બજરંગ કે જે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ છે તેમના દ્વારા હુમલો કરવા માં આવ્યો છે.