સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી હોટલ સંચાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

0
33
rajkot-crime-branchs-then-pis-cousin-spared-interest-from-the-victims
rajkot-crime-branchs-then-pis-cousin-spared-interest-from-the-victims

કલેકટર કચેરી સામે જ ઝેર ગટગટાવ્યું: રૂ.46.65 લાખની પઠાણી ઉઘરાણી કરતા 7 શખ્સો સામે નોંધતો ગુનો

ધ્રાંગધ્રામાં રહેતા અને હોટલના સંચાલક આધેડે કલેકટર કચેરી સામે જ ઝેર ગટગટાવતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાં પોલીસ તપાસમાં હોટલના સંચાલકે વ્યાજખોરની પઠાણી ઉઘરાણીના કારણે આપઘાત કર્યાનો પ્રયાસ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ધ્રાંગધ્રામાં રાજસીતાપૂરમાં રહેતા અને અચાનક હોટલના સંચાલક કમલેશભાઈ છગનભાઇ નડિયાદરા નામના 49 વર્ષના આધેડે ગત તા.19મી એપ્રિલના રોજ સુરેન્દ્રનગરમાં જ કલેકટર કચેરી પાસે જ ઝેરી દવા પી લેતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હોસ્પિટલના બિછાને રહેલા કમલેશભાઈએ પોલીસ સામે વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે રૂ.46.65 લાખની પઠાણી ઉઘરાણી કરતા 7 વ્યાજખોરો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથધરી છે.

પોલીસ ફરિયાદમાં કમલેશભાઈએ જણાવ્યા મુજબ તેઓએ ચાર વર્ષ પહેલાં પૈસાની જરૂર હોવાથી ભાદર ગામે રહેતા દશરથ પરમાર પાસેથી 7 ટકાના વ્યાજના દરે રૂ. 7 લાખ વ્યાજે લીધા હતા. ત્યાર બાદ જુદા જુદા સમયે ડુમાણા ગામના રાજુભા ઝાલા પાએથી પાસેથી 5 ટકા વ્યાજના દરે રૂ.2 લાખ, જીઆઇડીસી પાસે રહેતા શાંતુ જીડ પાસેથી 5 ટકે રૂ.12.65 લાખ, પ્રવીણ જીડ પાસેથી રૂ.1.50 લાખ, દિનેશ આલ પાસેથી રૂ.5 લાખ, દિવ્યરાજસિંહ પરમાર પાસેથી રૂ.3.50 લાખ અને અરવિંદસિંહ પાસેથી 15 ટકાના વ્યાજના દરે રૂ.15 લાખ લીધા હતા.

તમામ વ્યાજખોરોની ત્રણ ગણું વ્યાજ ભરપાઈ કરી દીધું હોવા છતાં પણ કમલેશભાઈ પાસે પઠાણી ઉઘરાણી કરી અવાર-નવાર હોટલ અને ઘર પર ધાક-ધમકી આપતા હોવાથી હોટલ સંચાલકને આપઘાત કરવા પર મજબુર કર્યાનો ગુનો નોંધાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here