Abtak Media Google News

અનેક વાર રજૂઆત કરતા પોલીસે કોઈ કાર્યવાહી નથી કરી મહિલાઓનો આક્ષેપ

અબતક,સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર

થાનગઢની જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીક તત્વોની રોમિયોગીરી અને લુખ્ખાગીરીથી રહીશો પરેશાન થઇ ગયા હતા. આ અંગે કાર્યવાહીની રજૂઆત છતા કાંઇ ન કરવામાં આવતા રહીશો રોષે ભરાયા હતા.આથી મહિલાઓએ પોલીસ સ્ટેશને ધસી જઇ હોબાળો મચાવ્યો હતો.જ્યારે લેખિત રજૂઆત કરી આવારાતત્વો સામે કાર્યવાહીની માંગ કરી હતી.

થાનગઢના જયઅંબે સોસાયટી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી આવારા અને અસામાજીકતત્વો દ્વારા અવાર નવગર જોહરમાં સોસાયટી વિસ્તારમાં આવી બેન દિકરીઓની છેડતી કરવામા આવતી હોવાની સમસ્યા વકરી હતી.આ અંગે તંત્રને રજૂઆત છતા કોઇ કાર્યવાહી કરવામાં આવતી ન હતી.આથી વિસ્તારના લોકોમાં રોષની લાગણી ફેલા હતી.આ વિસ્તારની મહિલાઓ રોષે ભરાઇ પોલીસ સ્ટેશન ધસી ગઇ હતી.જ્યાં હોબાળો મચાવી આવારાતત્વોને અંકુશમાં લેવા માંગ કરી હતી.જ્યારે રહીશ સંજયભાઇ વાધરોડીયા, જોશનાબેન, દિનાબેન, ચંપાબેન, મધુબેન સહિતનાઓએ થાન પોલીસ સ્ટેશનમાં લેખિત રજૂઆત કરી હતી.જેમાં જણાવ્યા મુંજબ આવારા તત્વો છેલ્લા ઘણા વર્ષોથી સોસાયટી વિસ્તારમાં ઉત્પાત મચાવે છે. તેઓ વારંવાર આવે  ત્યારે જાહેર વિસ્તારની અંદર આવીને બેન દીકરો અને છેડતી કરવી બેન દીકરી ના નામ લે છે.  જો કોઈ વિરોધ કરે તો લુખ્ખા તત્વો ભેગા કરીને બહારથી ગુંડા બોલાવીને છરીધકી દેવામાં આવેછે   સંક્રાંતિ દિવસે અને બે દીકરીઓ ની છેડતી કરવામાં આવી હતી. અનેક વખત પોલીસ માં રજુઆત કરવામાં આવતા લુખા તો સામે પોલીસે કાર્યવાહી ન કરવામાં આવી નથી.આથી નો છુટકી અમારે  હોબાળો મચાવી રજૂઆત કરવી પઠે છે.આ રજૂઆતને લઇ પોલીસ ટીમ એક્શનમાં અવી હતી.અને લુખ્ખા તત્વોને ગોતવા નીકળી હતી પણ ખાલી હાથે પાછા આવ્યા હતા.

થાનગઢની જયઅંબે સોસાયટીમાં આવારાતત્વોના ત્રાસથી રોષે ભરાયેલી મહિલાઓએ પોલીસ સ્ટેશને ધસી જઇ રજૂઆત કરી હતી..તસવીર-થાનગઢ જય અંબે સોસાયટી વિસ્તારમાં અસામાજીકતત્વોની રોમિયોગીરી લુખ્ખાગીરીથી રહીશો પરેશાન

વિસ્તારના રહીશો અને મહિલાઓએ પોલીસ સ્ટેશને જઇ હોબાળો મચાવી રજૂઆત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.