Abtak Media Google News

એન્જીનીયરીંગ કોલેજોમાં એડમીશન વધારવા સરકારનો આ નિર્ણય આશિર્વાદ

ધોરણ ૧ર સાયન્સમાં બે વિષયોમાં નાપાસ થનારા ૮૫૦૦ વિઘાર્થીઓ માટે ગુજરાત સરકારે ખુશ ખબરની જાહેરાત કરી છે. ગુજરાત પ્રાથમીક અને ઉચ્ચતર પ્રાથમીક શિક્ષણ બોર્ડે બે વિષયોમા નાપાસ થનાર વિઘાર્થીઓનું વર્ષ ન બગડે માટે તુરંત સપ્લીમેન્ટરી પરીક્ષા જુલાઇમાં જ યોજવાની પોલીસી બનાવી છે.

આ પૂવ એકજ વિષયમાં નાપાસ થનારને સપ્લીમેન્ટરી પરીક્ષામાં પાસ થવાનો મોકો આપવામાં આવતો હતો હવે બે વિષયમાં નાપાસ થનારા પણ આ પરીક્ષામાં બેસી શકશે. એન્જીનીયરીંગ કોલેજોના લાભાર્થે આ નિર્ણય લેવાયો છે. કારણ કે આ વર્ષે સાયન્સમાં એક વિષય નાપાસ થનારા ૪૫૭ વિઘાર્થીઓ છે.

ત્યારે બે વિષયમાં નાપાસ થનાર ૮,૬૪૪ વિઘાર્થીઓ નોંધાયા છે. એક સરકારી અધિકારીએ જણાવ્યું કે, બોર્ડન મીટીંગમાં બોર્ડના સભયોએ બે વિષયમાં નાપાસ થનારા વિઘાર્થીઓને પણ સપ્લીમેન્ટરી પરીક્ષામાં બેસવા દેવાની ચર્ચા કરી હતી.

એચએસસીના પરીણામના આધારે રાજયની  અડધો એન્જીનીયરીંગ કોલેજોને એન્જીનીયરીંગની બેચલર ડીગ્રી કોર્ષ માટે પુરતા વિઘાર્થીઓ મળતા નથી. રાજયમાં ૧૪૧ એન્જીનીયરીંગ કોલેજોમાં ૬૭ હજાર સીટો છે. અને એચએસસીમાં માત્ર ૪૪,૫૪૫ વિઘાર્થીઓ જ પાસ થયા છે.

શિક્ષણ વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે ગત વર્ષની ગણતરી મુજબ ૩૮ હજાર સીટો હતી અધિકારીએ કહ્યું કે જે વિઘાર્થીઓ સપ્લીમેનટરી પરીક્ષામાં પાસ થાય છે.

તે એન્જીનીયરીંગ કોલેજોમા એડમીશન લઇ શકે છે.આ નિર્ણયથી એન્જીનીયરીંગ કોલેજોએ રાહત અનુભવી છે. તેમને આશા છે કે પરીક્ષા આપનાર ૯ હજાર વિઘાર્થીઓમાંથી પ૦૦૦ તો એન્જીનીયરીંગ કોલેજોમાં એડમીશન લેેશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.