ભારત-પાક વચ્ચે 1999ના યુધ્ધમાં 60 દિવસમાં 527 જવાનો થયા હતા શહીદ

આજે કારગિલ વિજય દિવસ

આજે કારગિલ વિજય દિવસ, ભારત માતાના દરેક સપૂતો માટે ગર્વ લેવા જેવો દિવસ. 1999માં આજના દિવસે ભારતીય સેનાએ કારગિલ, લદ્ાખ ખાતે નિયંત્રણ રેખા (કઘઈ)ની ભારતીય બાજુએ એક પહાડીની ટોચ પર ગેરકાયદેસર રીતે કબજો જમાવતા પાકિસ્તાની દળોને સફળતાપૂર્વક હાંકી કાઢ્યા હતા. કારગિલ વિજય દિવસ 26 જુલાઇ 1999ના રોજ પાકિસ્તાન સામેની ભારતની ઐતિહાસિક જીતની ઉજવણીનો દિવસ છે. વિજયની યાદ સાથે આ યુધ્ધમાં દેશ માટે બલિદાન આપનાર વિર જવાનોને યાદ કરવાનો પણ આ દિવસ છે.

પાકિસ્તાને ‘ઓપરેશન બદર’ હેઠળ ગુપ્ત રીતે તેના સૈનિકો અને અર્ધલશ્કરી દળોને કઘઈ ની બાજુએ મોકલ્યા હતા, જેણે કારગીલમાં 130 થી 200 ચો.કિ.મી. વચ્ચેનો વિસ્તાર કબજો કર્યો હતો. પાકિસ્તાને કાશ્મીરમાંથી લદ્ાખને કાપી નાખવાની અને સિયાચીન ખીણના લોકોને મુશ્કેલીમાં મુકવાની યોજના હતી જે આપણાં સૈનિકોએ પાર પાડવા દીધી ન હતી. કારગીલને સુરક્ષિત કરવા માટે લગભગ 30 હજાર સૈનિકોનું વિશેષ દળ કારગિલ-ટ્રાસ વિસ્તારમાં મોકલાયું હતું. આ યુધ્ધમાં કુલ 527 સૈનિકોએ પોતાના જીવ ગુમાવ્યો હતો. ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની ગેરકાયદેસર રીતે કબજે કરેલ ચોકીઓ બોમ્બ મારો કરીને પરત મેળવી હતી.

મોકલ્યા હતા: ભારતીય વાયુસેનાએ પાકિસ્તાને ગેરકાયદેસર રીતે કબજે કરેલ ચોકીઓ પર સફળતાપૂર્વક બોમ્બમારો કર્યો હતા

26 જુલાઇ 1999ના રોજ પાકિસ્તાનની સૈનિકોએ તેમના કબજા હેઠળનો ભારતીય વિસ્તાર છોડવાની ફરજ પડી હતી. જેને કારણે ભારતની તરફેણમાં યુધ્ધનો અંત આવ્યો હતો. દર વર્ષે આજે વડાપ્રધાન યુધ્ધમાં શહિદ થયેલા અમર જવાનોને શ્રધ્ધાંજલિ અર્પે છે. કેપ્ટન મનોજ કુમાર પાંડે, વિક્રમ બત્રા અને કિશિંગ કિલફોર્ડ નોન્ગ્રમ જેવા સૈનિકોએ કારગિલ ટેકરીને સુરક્ષિત કરવા પોતાનું જીવન બલિદાન કર્યું હતું. દેશનું સર્વોચ્ચ મરણોત્તર પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર એનાયત કરાયું હતું.

જમ્મુ અને કાશ્મીરના કારગિલ જિલ્લામાં મે અને જુલાઇ 1999 વચ્ચે આ યુધ્ધ થયું હતું. એવું પણ મનાય છે કે પાકિસ્તાનના તત્કાલિન વડાપ્રધાન નવાજ શરીફની જાણ વગર તત્કાલીન પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ પરવેઝ મુશર્રફ દ્વારા આ સંઘર્ષનું આયોજન કરાયું હતું. પ્રારંભે નિયમિત પાકિસ્તાની સૈનિકો અને આતંકવાદીઓ બન્નેની ભારતીય વિસ્તારમાં ઘૂસણખોરી સાથે થઇ હતી. સ્થાનિક ભરવાડોની માહિતી આધારે ભારતીય સેનાએ ઘૂસણખોરીના મુદ્ાઓ શોધવા ‘ઓપરેશન-વિજય’ શરૂ કરવા સક્ષમ હતી.

ભારતીય વાયુસેનાના 17 ગોલ્ડન એરોસ્કવાડ્રને મહત્વની ભૂમિકા ભજવી હતી: ઓપરેશન વિજય માટે દેશે 30 હજાર સૈનિકો રણભૂમિમાં

ભારતે ઘૂસણખોરીમાં પાકિસ્તાની સેનાની સંડોવણીના પૂરાવા તરીકે ટોચના પાકિસ્તાની સૈન્ય અધિકારીઓ વચ્ચેની વાતચીત ઇન્ટરસેપ્ટ જાહેર કર્યા હતા. પાકિસ્તાનના પીએમ નવાઝ વોશિંગ્ટન ગયા અને અમેરિકાને હસ્તક્ષેપ કરવા કહ્યું પણ પ્રમુખ બિલ કિલન્ટને પાકિસ્તાની સૈનિકો નિયંત્રણ રેખાથી પહેલા હટી જાય પછી વાત કરશે તેમ જણાવેલ.

ભારતીય સૈનિકોએ ત્રણ મહિનાના સંઘર્ષ બાદ આ વિજય મેળવ્યો હતો. જેમાં બંને પક્ષે જાનહાની થઇ હતી. આજનો દિવસ યુધ્ધના નાયકો અને સહભાગીઓના સન્માન માટે મનાવવામાં આવે છે. આજના દિવસે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો સાથે આર્મી પણ વિવિધ આયોજન કરે છે. 1971માં ભારત-પાકના યુધ્ધ પછી બંને દેશો વચ્ચે તણાવ વધુ તીવ્ર બન્યો હતો, જે 1990ના દાયકામાં સર્વકાલીન ઉચ્ચસ્તરે પહોંચ્યો હતો, જેણે ખીણમાં વધતી દુશ્મનાવટના વાતાવરણને વેગ આપ્યો હતો. બંને દેશો વચ્ચે 1999માં ફેબ્રુઆરીમાં જમ્મુના વિવાદીત વિસ્તારો પર તણાવ ઘટાડવાના પ્રયાસમાં હસ્તાક્ષર પણ કરવામાં આવ્યા હતા, જો કે આ જ ગાળામાં ‘મુજાહિદીન’ના વેશમાં સૈનિકોને ગુપ્તરીતે તાલિમ આપીને અંકુશ રેખા પાર ભારતીય વિસ્તારમાં મોકલ્યા હતા.

ટોલોલિંગ હિલની તળેટીમાં ટ્રાસમાં કારગિલ યુધ્ધ સ્મારક બનાવાયું છે: પ્રવેશ દ્વાર પર ‘પુષ્પ કી અભિલાષા’ નામની કવિતા અંકિત છે: આજના દિવસે ભારતીય સેનાએ પાકિસ્તાની સેનાને રણભૂમિમાં ધૂળ ચાટતી કરી દીધી હતી

બાદમાં બન્ને દેશો વચ્ચે આ યુધ્ધ શરૂ થયું હતું. ઓપરેશન વિજયની સફળતાના નામ પર કારગિલ વિજય દિવસનું નામ અપાયું છે. જે 26 જુલાઇ 1999ની આપણા સૈનિકો બહાદુરીનો દિવસ પણ ગણાય છે, કારણ કે પાકિસ્તાની ઘુસ પેઢીઓને આ દિવસે તગેડી મૂકીને તમામ મુખ્ય ચોકીઓ કબ્જે કરી હતી. આ પહેલું એવું યુધ્ધ હશે જેમાં કોઇ દેશની સેનાએ વિરોધી દેશની સેના પર આટલા બોંબ ફેંક્યા હશે. અંદાજે 18 હજાર ફૂટ ઊંચાઇ પર આ યુધ્ધ કારગિલમાં લડવામાં આવેલ હતું. 1363 જવાનો ઘાયલ થયા હતા અને ભારતે આ લડાઇ 84 દિવસમાં જીતી લીધી હતી.

કારગિલ યુધ્ધનો સંક્ષિપ્ત ઇતિહાસ

આ યુધ્ધમાં 50 હજાર ગોળા અને રોકેટ છોડવામાં આવ્યા હતા. 300થી વધારે તોપ, મોર્ટાર અને રોકેટ લોન્ચરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. રોજ 5 હજારથી વધારે બોમ્બ ભારત તરફથી સામેની સેના ઉપર ફાયર કરવામાં આવતા હતા. યુધ્ધના મહત્વના 17 દિવસોમાં રોજ આર્ટિલરી બેટરીથી અંદાજે એક મિનિટમાં એક રાઉન્ડ ફાયર કરવામાં આવ્યું હતું. બીજા વિશ્ર્વ યુધ્ધ બાદ આ પહેલું એવું યુધ્ધ હતું કે જેમાં હરીફ સેના પર આટલા બોમ્બ ફેક્યાં હતા. આ યુધ્ધ 18 હજારની ફૂટની ઊંચાઇએ કારગિલ હિલ્સ પર લડાયું હતું. 60 થી વધુ દિવસ ચાલેલા આ યુધ્ધથી પાકિસ્તાની સેનાને ભારતે ધૂળ ચાટતી કરી દીધી હતી.