Abtak Media Google News

પૃથ્વી પર લગભગ 100 વર્ષે ભયંકર બદલાવ આવે છે

માનવી પોતાના પગ પર કુહાડો મારીને પોતાનું જીવન જ દુ:ખી કરી રહ્યો છે: આપણે ઇન્સાનની ઔલાદ છીએ તેથી ઇન્સાન બનીએ તો ઘણી સમસ્યા દૂર થાય

આજે દંભથી ભરેલ દુનિયામાં માનવીના હ્રદયની સુંંદરતા મરી પરવારી છે: માનવીય સંબંધોમાં ઉમળકો હોય ત્યાં જ પ્રેમસભર જીવન જન્મે છે: કોરોના કાળમાં સંબંધો અને વ્યવહારોમાં આંશિક સુધારો જોવા મળ્યો હતો

દુનિયા આખીમાં એક માત્ર માણસને જ કહેવું પડે કે માણસથા: જીવનશૈલી બદલાવને કારણે ઘણા વાયરસો અને રોગો આવ્યા: કોરોના ગયા બાદ બીજો વાયરસ આવશે, હવે આપણે આ બધી સમસ્યા સાથે જીવન શીખી લેવું પડશે

પૃથ્વી પર લગભગ દર 100 વર્ષે ભયકર બદલાવ આવે છે. 1720, 1920 અને 2020 માં આપણે જોયું કે પ્લેગ જેવા વિનાશક રોગો આવ્યા ને ચાલ્યા ગયા. ર1મી સદીમાં પણ આપણે સાર્સ – બર્ડ ફલું –  ઇબોલા – એચ.આઇ.વી. – એન્થ્રેકસ – ઝીકા જેવા ઘણા વાયરસો જોયા હવે આવ્યો કોરોના એ પણ ચાલ્યો જશે ત્યાં વળી નવો વાયરસ કે રોગ ટપકી પડશે. હવે પૃથ્વીવાસીઓ તેની સાથે રહેતા શીખી લેવું પડશે. માણસ ખાલી માણસ બનીને રહે ને તો પણ ઘણી મુશ્કેલીનો અંત આવે છે. આપણે ભારતીઓ આપણાં દેશમાં નિયમો પાળતા જ નથી પણ વિદશે જઇએ ત્યારે સંપૂર્ણ આજ્ઞાપાલક બની જઇએ છીએ. વિદેશોની ઘણી સારી ટેવોની આપણે વાહ વાહ કરી પણ અમલ નથી કરવો. માણસ સિવાય કોઇને પણ નું માણસ થા એવું કહેવું પડતું નથી, કુતરાને આપણે કોઇ દી નથી કીધું કે તુ કુતરો થા.

માનવી – માનવી વચ્ચેના સંબંધો જ પ્રેમસભર સમાજની રચના કરે છે. આવી બધી મહામારીઓમાં લાકડાઉનમાં માનવ-માનવની નજીક આવ્યો એનાથી પોઇન્ટમાં આંશિક સુધારો જોવા મળ્યો પણ ફરી એ જ જીવન શૈલી રૂટીંગ થતાં માનવી તેના મુળ આદતો સ્વભાવમાં ઢળી જાય છે. વર્ષો પહેલા આપણે ગામડામાં રહેતા ત્યારે સંયુકત કુટુંબ પ્રથામાં આખો પરિવાર તણાવ મુકત તંદુરસ્ત જીવન શૈલીથી જીવતો હતો, પણ જેમ જેમ વિકસતા પવને કુટુંબને વિભકત કર્યો ને વેરઝેર તકરાર સાથે કુટુંબ કલેશો. પેદા કર્યા. અગાઉના લોકોમાં સહનશીલતા હતી જે આજે સાવ નથી કદાચ તેથી જ આપઘાતનું પ્રમાણ વઘ્યું છે.

કુટુંબમાં એકબીજા વચ્ચે નો પ્રેમ – ભાૃતભાવ કે ભાઇચારાની ભાવનાને કારણે એક બીજાને ઓથ સાથે પ્રેમ-હુંફ અને લાગણી મળતી હોવાથી તે ગમે તેવી મુશ્કેલીનો સામનો કરી શકતો જે આજે કયાંય જોવા મળતું નથી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવામાં જીવન ખર્ચાય જાય ત્યાં પાડોશમાં કોણ રહે છે એ પણ ના ખબર હોય, પહેલા વસ્તી હોવાથી આખું ગામ આપણને ઓળખતું આજે શેરીમાં કોઇ ઓળખતું નથી. માનવ-માનવ વચ્ચેના સંબંધોની ખાય એવડી મોટી થઇ ગઇ છે કે તેમાંથી માનવીનું બહાર નીકળવું મુશ્કેલ છે. ગામડાઓ ભાંગીને શહેર બનાવ્યાને જંગલોનો નાશ કરીને ઉદ્યોગો ખડકયા જેનાથી હવા દુષિત થઇને રોગોનો રાફડો ફાટી નીકળ્યો જેનો વાંક ફકત આપણે જ છીએ.

માનવી જ પોતાના પગ પર કુહાડો મારીને પોતાનું જીવન જ દુ:ખી કરી રહ્યો છે. કુદરતી સંપતિનો સાચો રખેવાળ માનવી જ છે પણ તે જ તેને નુકશાન કરતાં હવે કુદરતનો કહેર સહન જ કરવો પડશે. આપણે ઇન્સાનની ઔલાદ છીએ તેથી ઇન્સાન બનીયે તો ઘણી સમસ્યા દૂર થાય એમ છે. આ ર1મી સદી સ્વાર્થની દુનિયા છે. એક બીજાના ગળા કાપીને માનવી સવારથી સાંજ ફકત પૈસાની પાછળ આંધળી દોટ લગાવતા તમામ સંબંધોને નેવે મુકીને પોતાનું વિચાર તો થયો એટલે હવે આ બાબતે સુધાર લાવવો જ પડશે. વર્ષો પહેલા પાડોશી દેશો સાથે ના સંબંધો અને આજે જાુઓ જો કે દુનિયા જ સ્વાર્થી બની છે ત્યાં આપણે કોને ટોકવા જઇશું.

પહેલાના જમાનામાં મહેમાનોની આગતા સ્વાગતા કેવી સરસ થતી. અજાણ્યા  માણસને પણ જમ્યા વગર ન જવા દે તેવા ટેકીલા માનવીઓ હતા. આંગણું ચોખ્ખું ચણાક રાખતા ને નદીએ નહાવા જતા સાથે દિલ બધાના સ્ટાફ હતા. એકબીજાની મુશ્કેલીમાં સૌ મદદ રુપ થતાં તેથી કુટુંબ ગામ કે શેરીમાં નબળો માણસ સચવાઇ જતો. જેને ત્યાં લગ્ન હોય ત્યાં આખા ગામના કામ કરવા પહોંચી જાય ને ‘સંપ ત્યાં જંપ’ ની ઉકત સાર્થક કરીને પ્રસંગો ઉકેલતા.

આજના જમાનામાં માણસોના હ્રદયની સુંદરતા જ મરી ગઇ હોવાથી લાગણી હીન બની ગયો છે. ખોટા દંભમાં રાચનારો માવ ‘સત્ય’ ને કયાંથી ઓળખી શકવાનો. જુના કરુણ પીકચરો જોઇને બધા રડવા લાગતા એટલે સચોટ લાગણી હતી. આજે તો માણસો એક બીજાના ખુન કરી નાંખે છે. આધુનિકતાના અંચળો પહેરનાર માનવી કુદરતે આપેલ અફાટ ખજાનો નાશ કરીને જ રહેશે એવું લાગી રહ્યું છે. આજે એકબીજાના સુખ-દુ:ખમાં કોણ સાથે રહે છે, મિત્રો તો ઠીક સગાપણ મોં ફેરવી લે છે. પહેલાના જમાના આવું ન હતું, સુખ કે દુ:ખ બધુ જ બધાનું આપણો હોય કે પારકો તન,મન- ધનથી મદદ કરીને તેને ઉગારી લેતા હતા.

આજની જેમ પહેલા ગરીબ – તવંગરના ભેદ ન હતા પણ બધા જ એક સરખા હતા. આજે પૈસાદાર અને ગરીબ વચ્ચેની ઊંડી ખાયે ટુંકા રસ્તે પૈસા બનાવવા અવળે રસ્તે ચડીને યુવા વર્ગ કેટલાય કુટુંબોનું ધનોત પનોત કાઢી નાખ્યું. આજે લોકોને શરમ જ નથી ત્યાં તેની કોની બીક રહેવાની,. પહેલા તો ગામમાં નીકળવું ભારે થઇ પડતું. પહેલાની જીવન શૈલી, આહાર, ઉછેર, લાલન, પાલન, કુટુંબ પરિવાર પ્રેમ જેવું આજે કશું જ નથી. આજની જીવન શૈલી એ જ કેટલાય રોગોને ખુલ્લુ આમંત્રણ આપી દીધું છે. હવા, પાણી, ખોરાક માનવીની પ્રથમ જરુરીયાત છે જે પહેલાની જેમ શુઘ્ધ ન રહેતા ભેળસેળના જમાનામાં સંબંધો પણ સ્વાર્થ સાથેના ભેળસેળીયા કે સુગંધ વગર ના પ્લાસ્ટીક ના ફુલ જેવા છે. કામ હોય ત્યારે ખોટું સ્માઇલ પણ કરીને માનવી બનાવટ કરવામાં પાવરધો થઇ ગયો છે.

પહેલા કરતાં માણસ બુઘ્ધી શાળી થયો છે. પણ તેનો ઉપયોગ એકબીજાને છેતરવામાં કરી રહ્યો છે. આજના યુગની કરુણતાન છે. માણસો જયારે દુર્ગુણોનો સહારો લેવા માંડે ત્યારે જીવન મૂલ્યોનો નાશ થઇ જાય છે. પહેલા મોટા કુટુંબોમાં એક વડીલનો હુકમ બધા શિરોમાન્ય રાખતા, તેની સાથે કોઇ બોલી ના શકે એવી ધાક હતી જે આજે સાવ વિલિન થઇ ગયું ને એકબીજાને તુકારો ને વડિલોની આમાન્યાય જાળવતા નથી. દરેક મા-બાપે બાળકોને આવા જીવન મુલ્યો શીખવવાની જરુર છે. જેની કયાંય નિશાળ નથી તે ઘરના સંસ્કારોમાંથી બાળક શીખે છે.

માનવીય સંબંધોમાં આંતર માનવીય વ્યવહારોનું મહત્વ ઘણું છે. સહાનુભુતિ, અનુકંપા, જેવા ગુણો માનવ- માનવ વચ્ચે હોવા જોઇએ, સાથે માનવ ખુબ સંવેદનશીલ હોવો જોઇએ. માનવીય સંબંધો સામાજીક હેતુસર સારા સંબંધો જાળવી રાખવા તે દરેક માનવીની પ્રથમ ફરજ છે. લોકો સાથે સારી રીતે કામ પાર પાડવા પણ વધુ સારી સમજણ અને સારા માનવીય સંબંધો વિકાસાવવા પડે છે. માણસ એક સામાજીક પ્રાણી હોવાથી સમાજ સાથે સારી રીતે જીવતા તેને વિવિધ સંબંધોનું જતન કરવું જ પડે છે. એકાંત કે એકલતામાં જ આવા માનવીય સંબંધોની કિંમત સમજાય છે. કોઇ માનવી સંબંધ વગર જીવી જ ના શકે છતાં આજે લાખો લોકો એકલા જીવન જીવે છે. પણ તેના જીવનમાં ડોકીયું કરીએ ત્યારે એ પણ કોઇનો સાથ ઝંખે છે. અને એક મેકના સથવારે તમામ કામ સંપન્ન કરવા ઇચ્છે છે પણ આ વાત સમજે કોણ?

‘’તેરા સાથ હે તો, મુજે કયા કમી હૈ,

અંઘેરો મે ભી, મીલ રહી રોશની હૈ”

દુષિત હવાથી રોગોનો રાફડો ફાટયો !

ગામડાંઓ ભાંગીને શહેર બનાવ્યાને જંગલોનો નાશ કરીને ઉદ્યોગો ખડકયા જેનાથી હવા દૂષિત થતાં રોગોનો રાફડો ફાટયો, જેનો વાંક ફકત આપણે જ છીએ. પહેલા વસ્તી ઓછી હોવાથી આખુ ગામ આપણને ઓળખતું, આજે શેરીમાં કોઇ ઓળખાતું નથી. સવારથી સાંજ બે છેડા ભેગા કરવામાં ખર્ચાય જાય ત્યાં પાડોશમાં કોણ કહે છે એ પણ ના ખબર હોય આજના યુગમાં તણાવ મુકત જીવન શૈલીથી જીવન જીવો તો તંદુરસ્તી રહી શકો છો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.