Abtak Media Google News

હિન્દુ સંસ્કતીનો સૌથી મોટો તહેવાર દીવાળી. અંઘારાથી પ્રકાશ તરફ લઈ જતો તહેવાર છે.દિવાળી એટલે દિપાવલીના અપભ્રંશથી બનેલ શબ્દ. જેમાં દિપ એટલે કે દિવા પ્રગટાવી ઉજવણી કરવામાં આવે એટલે દિપાવલી.આથી દિવાળી પર્વમાં દિપ પ્રગટાવવાનું અનેરૂ મહત્વ છે.કાળક્રમે તહેવારોમાં દિવાનું સ્થાન ઇલેકટ્રીક લાઇટોએ લઈ લીધુ છે. પરંતુ દિવડાનું મહત્વ હજુ ઘટ્યુ ન હોવાથી ઝગમગાટ હજુ પણ યથાવત છે.ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ ખાતે માટલા, ગરબા ,તેમજ દિવડા કરવા માટેના કોડીયા સહિતની વિવિધ ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે.

હાલ દિવાળીના તહેવારને લઈને દીવા કરવા માટેના વિવિધ કોડીયાઓની ભારે માંગ રહેતી હોવાથી કોડીયા બનાવવાનો વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો હાલ કોડિયા બનાવી ઘરે બેઠા રોજગારી પણ મેળવી રહ્યા છે.  અને વિવિધ પ્રકારના સાદા તેમજ ડિઝાઈનવાળા અને કલર ફૂલ વર્ક કરેલા આકર્ષક અલગ-અલગ કોડિયા બનાવી રહ્યા છે. જેના થકી મહિલાઓ તેમજ કોડિયાને કલર કરવો તેમજ વિવિધ પ્રકારની ડીઝાઈનો કરવા સહિતના કામ કરવાથી ઘેર બેઠા જ રોજગારી મળી રહેતી હોવાથી દિવડાને આખરી ઓપ આપી રહ્યા છે.

Screenshot 3 11

ગુજરાત,મહારાષ્ટ્ર કર્ણાટક, તામીલનાડુ સહિત રાજ્યોમાં માંગ

દિવામાં હાલ 150થી વધુ વેરાયટીઓ જોવા મળે છે તેમ જ 50 પૈસાથી લઈને 50 રૂપિયા સુધીની કોડિયાઓ ની વેરાયટીઓ છે. જેની દિવાળી સમયે ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખૂબ જ માંગ રહેતી હોય છે અને આ સમય દરમિયાન આઠથી દસ લાખ નંગનું વેચાણ થતું હોય છે જે ગુજરાતમાંથી મહારાષ્ટ્ર કર્ણાટક અને તામીલનાડુ સહિત અલગ અલગ રાજ્યોમાં કોડિયા ઓ જાય છે. આપણા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પણ જ્યારે મેક ઇન ઇન્ડિયા ઉપર ભાર આપે છે ત્યારે અન્ય દેશોની જેમ લાઈટો ના બદલે આપણા દેશના કોડિયા દ્વારા જ દીવા કરવાથી આપણા દેશનો પૈસો આપણા દેશમાં જ રહેશે.

Screenshot 4 12

થાનમાં 125થી સીરામીક કારખાનાઓમાં વર્ષે આસરેશ 5 લાખથી વધુ કોડીયા બનાવાતા હોવાથી હજારો લોકોને રોજગાર મળે છે. દિવાની માટી પર કેન્દ્ર સરકારે કોઇ પણ જાતનો ટેક્ષનથી આથી લધુ ઉધોગમાં ગણાતા આ ઉધોગને હાલ ફળ્યો ફુલ્યો હોવાથી હજારો લોકોને રોજગારી મળવા સાથે ઓછા મુડી રોકાણ સાથે નાના વેપારી પણ રોજગાર મેળવી રહ્યા છે.અમારા એકમમાં અમારી સાથે અમારા બેન નાઝ રાઠોડ, અને યાસ્મીન રાઠોડનો પણ સહાય  કરે છે.

કાચા મટીરીયલનો ભાવ વધ્યો હોવાથી ભાવમાં નજીવો વધારો

 

થાન ક્લે જે ચીનાઇ માટી ફેલ્સપાર રાજેસ્થાનની માટી અને ચાઇના ક્લે જે કચ્છની માટી આ બધુ વોસ કરી ફિલ્ટર પ્રેસમાં હોલ્ડર કરી બાદમાં તેને મીલમાં માટીના લાઇનર બનાવી બાદમાં સુરકી મશીન દ્વારા દાણા બનાવવામાં આવે છે.ત્યારબાદ પ્રેસમાં નંગ બનાવાય છે. ગત વર્ષે માટીનો ભાવ ટનનો રૂ.600 હતો. આ વર્ષે રૂ.1100 થયો છે. મજુરી પણ જે ડઝનના રૂ.1.25 પૈસા હતા તે વધી રૂ.1.70 પૈસા થઇ ગયા છે. કોલસા રૂ.6000 ટને હતા તે હાલ રૂ.22000 ટન થઇ ગયા છે. પેકીંગ મટીરીયલ રૂ.10 થી 12માં હતુ તે રૂ.20 થી 22 થલ ગયુ છે.પરંતુ એક દિવાના પેકેટના ગત વર્ષે રૂ.12 હતા તે રૂ.14 થી 15માં પણ માંડમાંડ વેચાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.