Abtak Media Google News

ગઇકાલે કથામાં ધર્મસભા યોજાઇ હજારો શ્રોતાઓને સંત દર્શન અને આશિર્વાદનો લાભ મળ્યો: રાજકોટના વિવિધ સમાજના આગેવાનોનુ સંતો દ્વારા સન્માન કરાયું: આજે ૭ થી ૯ હજાર શ્રોતાઓ અગીયારસનો ફરાળનો મહાપ્રસાદ ગ્રહણ કરશે

આપાગીગાના આટલા દ્વારા પૂ. નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુના મનોરથ, પૂ. જીવરાજબાપુ ગુરુ શામજીબાપુની પ્રેરણા અને સતાધારના લધુ મહંત વિજયબાપુના સહયોગથી રાજકોટમાં તા. ૧પ નવેમ્બર સુધી બાલયોગીની પૂ. ગીતાદીદીના વ્યાસાસને રાજકોટમાં પારડી રોડ, આનંદનગર કોલોની પાછળના વિશાળ મેદાનમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું અલૌકિક આયોજન કર્યુ છે. દરરોજ બપોરે ૩ થી સાંજના ૬.૩૦ દરમ્યાન પૂ. ગીતાદીદી સરળ દ્રષ્ટાંત સાથે લોક બોલીમાં ગીત-સંગીત સાથે ભાગવત કથાનું હજારો શ્રોતાઓને રસપાન કરાવી રહ્યા છે. સાંજે ૭ થી૯ સતાધારા આપા ગીગાના ઓટલાની જીવંત પરંપરા મુજબ સૌ શ્રોતાઓને પ્રસાદ ભોજન પીરસવામાં આવે છે. આજે મંગળવારે અગિયાસ હોય તમામ હજારો ભાવિકજનોને ફરાળનો ભોજન પ્રસાદ વિવિધ વાનગીઓમાં પીરસાશે. આજે કથા વિરામ પૂર્વે રૂક્ષ્મણી વિવાહ – દ્વારકાધીશના માંગલીક લગ્નનો પ્રસંગ ધામધૂમથી કથા પરિસરમાં ઉજવવામા આવશે. આવતીકાલ બુધવારે કથાની પુર્ણાહુતિ છે. કથાના અંતિમ ચરણોમાં કાલે એક દિવસ આ દિવ્ય કથા શ્રવણ અને ભોજન પ્રસાદનો લાભ લેવાના કલ્યાણકારી કથાના મનોરથી પૂ. નરેન્દ્રબાપુની યાદીમાં રાજકોટના ધર્મપ્રેમી અને ભાવિક નગરજનોને લાભ લેવા અપીલ કરાઇ છે.કથામાં હરદ્વાર, સૌરાષ્ટ્ર-ગુજરાતના અનેક ગણમાન્ય સંતોની ચરણરજથી રાજકોટની ભૂમિ પાવન થઇ છે, હજારો શ્રોતાઓને સંત દર્શન અને આશીર્વાદનો લાભ મળ્યો, આપણે સૌ ધન્ય બન્યા એવી પૂ. નરેન્દ્રબાપુએ લાગણી વ્યકત કરેલ છે.ગઇકાલ પૂ. નરેન્દ્રબાપુના નિમંત્રણને માન આપીને સૌરાષ્ટ્ર-ગુજરાત અને મહારાષ્ટ્રના વિવિધ શહેરોમાંથી કડિયા સમાજના શ્રેષ્ઠિ મહાનુભાવો ઉ૫સ્થિત રહ્યા હતા. સર્વે મહેમાનો જુનાગઢના ધીરુભાઇ ગોહિલ, જે.કે.ચાવડા, કિશોરભાઇ ચોરલીયા, ગોરધનભાઇ ટાંક, વજુભાઇ કાચા, ડી.પી. જાદવ, ભરતભાઇ ભાલીયા, રસિકભાઇ મોરવાડીયા, અમરેલીના ભરતભાઇ ટાંક, હરજીવનભાઇ ટાંક, કૌશિકભાઇ ટાંક, વેરાવળના મિતેષભાઇ પરમાર, મુંબઇથી ખાસ પધારેલા જયસુખભાઇ સાપરા, પંકજભાઇ રાઠોડ, હર્ષદભાઇ ગોહિલ, ગોવિંદભાઇ ટાંક વગેરે અમદાવાદથી કમલેશભાઇ ચૌહાણ, નિલેશભાઇ ચૌહાણ, ગોરધનભાઇ ગોહિલ, ગોંડલથી અરવિંદભાઇ ટાંક, અશોકભાઇ ટાંક, શૈલેષભાઇ વગેરે સમાજના આગેવાનો સુરતથી મગનભાઇ મકવાણા, કડિયા સમાજના આ તમામ મહાનુભાવોએ જ્ઞાતિરત્ન પૂ. નરેન્દ્રબાપુ ગુરુ જીવરાજબાપુનું ફૂલહાર, શાલ, પુષ્પગુચ્છ અર્પણ કરીને સન્માન કર્યુ હતું. પૂ. બાપુએ પણ સર્વે જ્ઞાતિબંધુઓનું સ્વાગત સન્માન કર્યુ હતું.રાજકોટ ના વિવિધ સમાજના ગણમાન્ય મહાનુભાવોની ગઇકાલે કથામાં વિશાળ ઉ૫સ્થિતી હતી તેમજ પટેલ સમાજના ડો. વલ્લભભાઇ કથીરીયા, બી.એમ.પટેલ, જીજ્ઞેશભાઇ કાલાવડીયા, નરસિંહભાઇ દાવડા, અશોકભાઇ દલસાણીયા, કે.સી. પટેલ, પ્રો. જે.એમ. પન્નારા મુકેશભાઇ સતાસીયા, શૈલેષભાઇ પરસાણા, માવજીભાઇ પટેલ, રમેશભાઇ ઘરસંડીયા, ગીરીશભાઇ પટેલ, દિનેશભાઇ માકડીયા સહીત ઉપસ્થિત રહ્યા હતા. પટેલ મહાનુભવોનું પૂ. નરેન્દ્રબાપુએ માલ્યાર્પણ કરીને સ્વાગત સન્માન કર્યુ હતું. તમામ પટેલ મહેમાન મહાનુભાવોને પૂ. નરેન્દ્ર બાપુનું સાલ ઓઢાડી અદકે‚ સન્માન કર્યું હતુ. શહેરના જૈન સમાજના વી.ટી. તુરખીયા, કિશોરભાઈ કોરડીયા, જીતુભાઈ બેનાણી, ચંદ્રકાંતભાઈ શેઠ, દિલીપભાઈ રવાણી, બ્રહ્મસમાજના જનાર્દનભાઈ આચાર્ય, અભય ભાઈ ભારદ્વાજ, જે.પી. જોષી ભાસ્કરભાઈ ત્રિવેદી, કૌશિકભાઈ શાસ્ત્રી, જીજ્ઞેશભાઈ ઉપાધ્યાય, સુથાર સમાજના રાજુભાઈ આમરણીયા તથા જગદીશભાઈ મિસ્ત્રી, લુહાર સમાજના મનસુખભાઈ સોલંકી તથા યોગેશભાઈ સોલંકી, પ્રજાપતિ સમાજના રતીભાઈ ગોરવાડીયા, ગિરીશભાઈ દેવળીયા, વિઠ્ઠલભાઈ ગાધેર સહિતના આગેવાનોએ કથા મંડપમાં હાજરી આપી હતી.રાજકોટના વિવિધ જ્ઞાતિ સમાજના ઉપસ્થિત સર્વે આગેવાનોનું સંતો મહંતો દ્વારા સન્માન કરવામાં આવ્યું હતુ. ત્યારબાદ વિવિધ જ્ઞાતિ સમાજના આગેવાનોએ પૂ. નરેન્દ્ર બાપુ ગૂરૂ જીવરાજ બાપુને સાલ તથા સ્મૃતિ ચિન્હ સાથે માલ્યાર્પણ કરીને ભાવપૂર્વક જાજરમાન સન્માન કર્યું હતુ.ગઈકાલ કથાયાત્રશનાં પાંચમા દિવસે વ્યાસપીઠથી પૂ. ગીતાદીદીએ કથા ઉપક્રમની ભૂમિકા બાંધતા કહ્યું કે, શ્રીમદ ભાગવતમાં ઈશ્ર્વરના ૨૪ અવતારોની કથા છે. મહર્ષિ વેદવ્યાસ રચીત, દેવાધિદેવ શ્રી ગણપતિજી લિખિત ભાગવત ગ્રંથ, જે માત્ર ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓનું જ વર્ણન કરતો ગ્રંથ નથી પરંતુ યુગે યુગે તત્કાલીન માનવ સમાજને દિવ્ય જીવનનો સંદેશો આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.