Abtak Media Google News

ખંઢેરી ગામ તથા રેલવે સ્ટેશનથી એઇમ્સ સુધીના ફોરલેન રોડ તથા બ્રિજ માટે રૂ. 11.81 કરોડ તેમજ રીંગ રોડ-ર ના કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના રસ્તાને ફોરલેન કરવા રૂ. 10.50 કરોડની ફાળવણી

અબતક, રાજકોટ: રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળની 163મી બોર્ડ બેઠક રૂડાની ચેરમેન ઉદીત અગ્રવાલની અઘ્યક્ષતામાં રૂડા ખાતે મળેલ હતી. આ બોર્ડ બેઠકમાં આગામી નાણાકીય વર્ષ 2021-22 માટે રૂ. 287.06 કરોડનું બજેટ રજુ કરવામાં આવેલ હતું. જે બોર્ડ દ્વારા મંજુર કરવામાં આવ્યું હતું. તેમ જ રૂડા દ્વારા વિક્રમજનક સમયમાં બનાવાયેલ ટી.પી સ્કીમ નં. 38/2 (મનહરપુર- રોણકી) તથા 41 (સોખડા-માલીયાસણ) માટે રજુ થયેલ વાંધા સુચનો બોર્ડ સમક્ષ મુકવામાં આવેલ. જે અંગે ચર્ચા વિચારણાના અંતે નિયમોનુસાર આ ટી.પી. સ્કીમો સરકારમાં સત્વરે મોકલવા નકકી કરાયેલ હતું. આ ઉપરાંત ખંઢેરી રેલવે સ્ટેશન તથા ખંઢેરી-પરા પીપળીયા ગામને એઇમ્સ સુધી પહોચવાના મુખ્યા રસ્તા સાથે જોડતા 1.02 કી.મી. નો ચાર માર્ગીય રસ્તો અને એક ચાર માર્ગીય બ્રીજનું કામ રૂ. 11.81 કરોડના ખર્ચે કરાવવાના કામને મંજુરી આપવામાં આવેલ હતી. આ બોર્ડ બેઠકમાં રૂડા ચેરમેન તથા મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રાવલ, જીલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઇ બોદર, રિજીયોનલ કમિશ્નર (નગરપાલિકાઓ)ના અધિક કલેકટર એન.એફ. ચૌધરી, રૂડાના સી.ઇ.એ. ચેતન ગણાત્રા, આર.એમ.સી. ના સીટી એન્જીનીયરીંગ દોઢીયા, કલેકટર કચેરીના મામલતદાર તન્ના, એસ.ટી.પી. ક્રિષ્નારાવ હાજર રહેલ હતા.

Dsc 4134 Scaled

દોઢ વર્ષે  બનતી ટી.પી. સ્કીમ રૂડાએ માત્ર 100 દિવસમાં તૈયાર કરી વિક્રમ સર્જયો

રૂડા દ્વારા ટી.પી. સ્કીમ નં. 38/2 (મનહરપુર-રોણકી) અને 41 (સોખડા-માલીયાસણ) વિક્રમજનક સમયમાં બનાવવામાં આવી છે. સામાન્ય રીતે દોઢ વર્ષે ટી.પી. સ્કીમ તૈયાર થતી હોય છે. પણ રૂડાએ આ ટી.પી. સ્કીમ માત્ર 100 દિવસમાં જ તૈયાર કરી છે. અધિનિયમની જોગવાઇ અનુસાર  ટી.પી. સ્ક્રીમનો ઇરાદો જાહેર થયેથી તે વિસ્તારમાં વિકાસ પરવાનગીની કામગીરી સ્થગિત કરવાની થાય. પરંતુ રૂડા દ્વારા વિક્રમજનક ટુંકા સમયમા ટી.પી. સ્કીમનો મુસદ્ો ઘડી સરકારની મંજુરીએ સાદર કરવાને કારણે આ વિસ્તારનો વિકાસ ફકત ત્રીજા ભાગના સમય માટે જ સ્ગગિત થશે. વિકાસ પરવાનગીની કામગીરી ટુંક સમયમાં પુન: શરુ થશે.

વર્ષ 2021-22 ના બજેટની મુખ્ય બાબતો

  • રૂ. 51.45 કરોડની રોડ અને બ્રીજ માટે જોગવાઇ
  • રીંગરોડ-ર ફ્રેઝ-ર કાલાવડ રોડથી ગોંડલ રોડ સુધીના હૈયાત રસ્તાનું વાઇનીંગ
  • રીંગરોડ-ર ફ્રેઝ-3 ગોડલ રોડથી ભાવનગર રોડ સુધીના રસ્તાનું નામ
  • રીંગરોડ-ર ફ્રેઝ-4 ભાવનગર રોડથી અમદાવાદ રોડ સુધીના રસ્તાનું નામ
  • રાજકોટ શહેરથી એઇમ્સ હોસ્5િટલ સુધીનો 4- માર્ગીય અને 6 માર્ગીય રસ્તાનું કામ
  • ખંઢેરી રેલવે સ્ટેશનથી એઇમ્સ હોસ્5િટલના મુખ્ય રસ્તાને જોડતા 4 માર્ગીય રસ્તાનું કામ
  • રૂ. 28.8 કરોડની ર4 ગામની પાણી પુરવઠા યોજના માટે જોગવાઇ
  • રૂ. 191 કરોડની પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ અંદાજે 4પ00 મકાનો બાંધવા માટેની જોગાવાઇ
  • નવી 6 ટી.પી. સ્કીમો બનાવવા માટે રૂ. 25.00 લાખનલ જોગવાઇ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.