Abtak Media Google News
યુવકની હત્યા થતા લોકોના ટોળેટોળાં ઉમટી ન્યાય માટે ધરણા પર ઉતર્યા હતા

અબતક,રાજકોટ

મેંદરડાના ખીજડીયા ગામના દલિત સમાજના યુવકની હત્યા થયેલ લાશ મળીઆવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. .હત્યાના પગલે જુનાગઢ મેંદરડા સહિતના દલિત સમાજના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને હત્યારાને ઝડપી લેવા અને મૃતકના પરિવારને સરકાર દત્તક લેવાની બાહેંધરી ન અપાય ત્યાં સુધી લાશ સંભાળવાનો ઈન્કાર કરી આંબેડકર ચોક ખાતે ધરણા પર બેસી ગયા હતા. બાદમાં મેંદરડા પ્રાંત અધિકારીએ સરકાર દ્વારા પરિવારને ભરણપોષણ સહિત તમામ પ્રકારના હકો મળવાપાત્ર રહેશે તેવી બાહેધરી આપતા ધરણા સમાપ્ત કરાયા હતા.મેંદરડાના ખીજડીયાના વજુભાઈ મુછડીયાના પુત્ર જયસુખ વજુભાઈ મુછડીયા ગઈકાલે રાત્રે ઘરે પરત નહીં આવતા શોધખોળના અંતે ખીજડીયા સીમવિસ્તારમાં આવેલ ધણહેરની પડતર જગ્યામાં હત્યા થયેલી લાશ મૃતકના ભાઈ પ્રતીકને મળી આવી હતી. પરિવારજનોને મૃતક જયસુખ મુછડીયાની લાશ લોહી લુહાણ હાલતમાં જોવા મળી હતી.

આ ઘટનાની જાણ ન્યાય સમિતિના ચેરમેન દિપકભાઈ મકવાણાને જાણ કરવામાં આવતા સ્થળ પર આવી તપાસ કરી પોલીસને જાણ કરી હતી.બાદ આજે વહેલી સવારથી પરિવારજનો અને દલિત સમાજના લોકોમાં આક્રોશ નીકળ્યો હતો અને છેલ્લે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની જવાબદારી નહીં લેવામાં આવતા ગઈકાલે મૃતદેહને મેંદરડા આંબેડકર ચોક ખાતે લઈ આવી ઉગ્ર વિરોધ સાથે લોકો ધરણા પર બેસી ગયા હતા. અંતે તંત્ર દ્વારા બાહેંધરી અપાતા ધરણા પૂર્ણ થયા હતા.અને મામલો થાણે પડ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.