Abtak Media Google News

મારામારી, દારૂ , ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપાયેલા વધુ ત્રણને પાસા તળે જેલમાં ધકેલાયા

રાજકોટમાં શહેરમાં સુલેહ- શાંતિ જળવાય રહે તે માટે માર મારી દારૂ અને ઘરફોડ ચોરીના ગુનામાં પાંચ શખ્સોને પાસા તળે જેલ હવાલે કરવામાં આવ્યા છે. જેમાં કોંગ્રેસ અગ્રણીના ભત્રીજાઓ ઉ૫ર હુમલો કર્યા બાદ વધુ એક મારા મારી કરનાર ગુંદાવાડીના કુખ્યાત ભરવાડ બંધુઓને પાસા હેઠળ વડોદરા-અમદાવાદ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરના ભત્રીજા ઉપર થોડા સમય પહેલા નજીવી બાબતે હુમલામાં સંડોવાયેલા કુખ્યાત ભરવાડ બંધુએ ગુંદાવાડીમાં મુસ્લીમ પરિવાર પર હુમલો કરી બે યુવકને ધોકાથી, એક મહીલાને ધકકો મારી કપડા ફાડી નાખ્યા હતા.

આ બન્ને ગુના ઘ્યાને લઇ પી.સીબીએ તૈયાર કરેલી પાસાની દરખાસ્તને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મંજુરીની મ્હોર મારતા જે વોરંટની ભકિતનગર પોલીસ મથકના પી.આઇ. જે.ડી. ઝાલાની ટીમે આરોપી ઉદય જસમત ઝાપડા (ઉ.વ.ર૮) મેહુલ જસા ઝાપડા (ઉ.વ.૩૧) (રહે. બન્ને ગુંદાવાડી શેરી નં.૧૪) ની ધરપકડ કરી અનુક્રમે વડોદરા અને અમદાવાદ જેલ હવાલે કર્યા છે.

આ જ રીતે માલવિયાનગર પોલીસે મારામારી એટલે કે શરીર સંબંધી ગુનાઓ કરવાની ટેવ ધરાવતા આરોપી પ્રતાપ ધનજી સોલંકી (ઉ.વ.૨૭) ચામુંંડાનગર શેરી નં.૧ ની પાસા તળે અટકાયત કરી ભુજની પાલાર જેલ હવાલે કરાયો હતો.

જયારે આજી ડેમ પોલીસે આરોપી પ્રદીપ ઉફે પદીયો કાળુભાઇ પઢારીયા (ઉ.વ.ર૦) (રહે. ગુલાબનગર શેરી નં.૩ ગોંડલ) ની ધરપકડ કરી પાસા તળે વડોદરા મઘ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો છે. આરોપી પ્રદીપ અગાઉ મિલ્કત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલો તથા ધરફોડ ચોરીના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયો છે.

આ ઉપરાંત પ્ર.નગર પોલીસે દેશીદારૂ, ઇગ્લીશ દારૂના ગુનામાં ઝડપાયેલો તૈયબ ઉર્ફે નૈબો સુલેમાન જુણાચ (ઉ.વ.૩૦) (રહે. જુમા મસ્જીદ સદર બજાર)ની ધરપકડ વડોદરા જેલ હવાલે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.