Abtak Media Google News

આજે કોંગ્રેસનો સ્થાપના દિવસ છે ત્યારે કોંગ્રેસે આજના દિવસે ખરા અર્થમાં આત્મ મંથન કરવું પડે તેવી પરિસ્થિતિ નિર્માણાધીન થઈ છે. કોંગ્રેસ હાલ કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. એક સમયે સમગ્ર દેશમાં સતાની બાગદોડ સંભાળનાર કોંગ્રેસ હાલ મોટાભાગના રાજ્યોમાં હાસિયામાં ધકેલાઈ ગઇ છે ત્યારે આજના દિવસે કોંગ્રેસે સંકલ્પબદ્ધ થવાની જરૂરિયાત છે.

રાજકોટ વોર્ડ નં 4

શું કહે છે ભાજપ?

Vlcsnap 2020 12 28 09H28M15S244

વોર્ડ નંબર ૪ના ભાજપના કોર્પોરેટર અને ડેપ્યુટી મેયર અશ્વિનભાઇ મોલિયા એ અબતક સાથેની વાતમાં જણાવ્યું હતું કે આગામી દિવસોમાં કોંગ્રેસના સાવ સુપડા સાફ થઈ જશે કારણકે કોંગ્રેસના કર્યકરો કે આગેવાનો એ ક્યારેય ફિલ્ડમાં જવું નથી ઓફિસમાં બેઠા બેઠા કામ કરવું છે. જેનાથી પર્ટી ખતમ થઇ જાય. કોંગ્રેસના કાર્યકર હોય કે નેતા ભાજપમાં ભળે છે

તો તેમના માટે કોંગ્રેસ પાર્ટીએ મનોમંથન કરવું જોઈએ અને વિચારવું જોઈએ કે તેમનામાં શુ ખામી રહે છે. ભાજપ અને કોંગ્રેસમાં હાથી ઘોડાનો ફેર છે ભાજપનો નાનો હોય કે મોટો દરેક કાર્યકર ગ્રાઉન્ડ લેવલથી કામ કરે છે. લોકોના શુખ દુ:ખમાં સાથે હોય છે જ્યારે કોંગ્રેસનો કાર્ય કર ઓફિસમાં બેસીને કામ કરે છે. કોંગ્રેસને લોકો વચ્ચે જવું નથી જ્યારે ભજોપનો દરેક કાર્યકર લોકો સુધી પહોંચે છે જેને કારણે લોકો ભાજપને વધુ પસંદ કરે છે. કોંગ્રેસે મનોમંથન કરવાની જરૂર છે કે શા માટે કોંગ્રેસના લોકો ભાજપમાં જોડાય છે.

શું કહે છે કોંગ્રેસ?

Vlcsnap 2020 12 28 09H27M40S146

વોર્ડ નંબર ૪ના કોંગ્રેસી કોર્પોરેટર સિમિબેન જાદવે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અત્યારના સમયમાં થોડી નબળી પડી છે કારણકે ભાજપ પાસે પૈસો ઘણો જેનાથી તે પબ્લિસિટી કરે છે. અને કાર્યકરો હોય કે મતદાતા તેમને ચૂંટણી સમયે ખરીદી લે છે. ભાજપે કાઈ નવું કાર્ય કાર્યુંજ નથી કોંગ્રેસે જે નિવ રાખી હતી તેમા નવુ પૂઠ્ઠું ચડાવીને લોકો સામે એવી રીતે લાવ્યા છે કે જાણે તેમણે જ કર્યું છે. પેલાના જે કામો થયા છે તે કોંગ્રેસે કર્યા છે.

કોંગ્રેસે યુવાઓને તક આપવી જોઈએ ખાસ જે લોકો વચ્ચે રહીને કામો કરે છે તેવા લોકોને તક આપવી જોઈએ માણસોને શુ જોઈએ છે અને તેમને શુ પ્રશ્નો છે તે સાંભળવા જોઈએ. કોંગ્રેસના કાર્યકરો આ પ્રકારે કામ કરે પણ છે પરંતુ ભાજપ તે કાર્યને દેખાવ નથી દેતું અને કોંગ્રેસના કાર્યકરોને આગળ આવવા નથી દેતા. કોંગ્રેસના જે નેતા કે કાર્યકર પક્ષ પલટો કરે છે તે અમારા માટે સારું છે. અમને પણ ખબર પડે કે કોણ કેવુ છે. આવું થવાથીજ ખબર પડે છે કે ભાજપને પૈસાનો પાવર છે અને એના જોર પર નેતાઓની ખરીદી કરે  છે. આવા પક્ષ પલટુ જતા રહે એ સારું છે. અને કોંગ્રેસ હજુ શારા નેતાઓ છેજ જે કામ કરે છે. વોર્ડ નંબર ૪ના રહેવાસીઓ સાથે વાત કરતા સમગ્ર વિસ્તારના રહેવાસીનું માનવુ છેકે કોંગ્રેસના કોર્પોરેટર તેમના વિસ્તારમાં ચૂંટાઈને આવ્યા બાદ વિસ્તારનો વિકાસ થયો છે અને આવનારા સમયમાં પણ કોંગ્રેસના કોર્પોરેટર આવશે.

શું કહે છે પ્રજા?

Vlcsnap 2020 12 28 09H28M06S142

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.