Abtak Media Google News

ભારત 18 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે કુલ 55 મેડલ જીત્યા: મેડલ ટેલીમાં પાંચમા સ્થાને: આજે કોમનવેલ્થનું સમાપન, આજે પણ મેડલનો વરસાદ થાય તે નિશ્ચિત

રેસલિંગ બાદ હવે બોક્સિંગમાં ભારતના ખેલાડીઓએ પોતાનો પાવર દેખાડ્યો છે. બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ ઉપરાંત બોક્સર નીતૂ ઘણઘસે પણ ગોલ્ડ મેડલ જીતી ભારતનો ડંકો કોમનવેલ્થ ગેમ્સમાં વગાડી દીધો હતો.

આ સાથે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને 18 ગોલ્ડ મેડલ,15 સિલ્વર અને 22 બ્રોન્ઝ મેડલ મળી ચૂક્યા છે. ભારત મેડલલિસ્ટમાં 55 મેડલ સાથે 5મા સ્થાને છે.હજુ આજે પણ ભારતને 4 થી 5 મેડલ મળે તે લગભગ નક્કી છે.

Nikhat

ભારતના સ્ટાર બોક્સર અમિત પંઘાલે 51 કિગ્રા વર્ગની ફ્લાઇટવેટ ફાઇનલમાં એકતરફી જીત નોંધાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. અમિતે ઈંગ્લેન્ડના બોક્સર કિરન મેકડોનાલ્ડને 5-0થી હરાવ્યો હતો. નીતુ ઘણઘસે 8 કિગ્રા મહિલા બોક્સિંગ ફાઇનલમાં ડેમી જેડને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. નીતુ પણ હરિયાણાના એ જ ભિવાની જિલ્લામાંથી આવે છે, જેણે દેશને વિજેન્દર કુમાર જેવા ઘણા બહાદુર મેડલ અપાવ્યા હતા. સંદીપ કુમારે પુરુષોની 10,000 મીટર વોકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

આ ઈવેન્ટમાં કેનેડાને ગોલ્ડ અને ઓસ્ટ્રેલિયાને સિલ્વર મેડલ મળ્યો હતો. સંદીપે 38 મિનિટ અને 49.21 સેક્ધડનો સમય પૂરો કર્યો. આ તેમનું વ્યક્તિગત સર્વશ્રેષ્ઠ પ્રદર્શન પણ છે.કોમનવેલ્થ ગેમ્સની મેન્સ ટ્રિપલ જમ્પ ઈવેન્ટમાં ભારતને ગોલ્ડ અને સિલ્વર બંને મળ્યા છે. એલ્ડહોસ પોલે ગોલ્ડ અને અબ્દુલ્લા અબુબકરે સિલ્વર મેડલ જીત્યો હતો. પોલે 17.03 મીટર અને અબુબકર 17.02 મીટરની સૌથી લાંબી છલાંગ લગાવી હતી. મહિલાઓની ભાલા ફેંક સ્પર્ધામાં ભારતને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. અનુ રાનીએ આ મેડલ જીત્યો છે. તેણે 60 મીટરનો સૌથી લાંબો થ્રો કર્યો હતો. આ ઈવેન્ટમાં ભાગ લેનાર અન્ય એક ભારતીય શિલ્પા રાની 7મા નંબરે રહી હતી. ઓસ્ટ્રેલિયાને ગોલ્ડ અને સિલ્વર બંને મળ્યા.

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય પહેલવાનોના દાવપેચથી દુનિયા દંગ રહી ગઇ છે. આ વખતે 12 પહેલવાન રિંગમાં ઉતર્યા અને દરેકે મેડલ જીત્યા. આ વખતે ગોલ્ડ મેડલનો પણ રેકોર્ડ બન્યો. અત્યાર સુધી ભારત એકેય કોમનવેલ્થ ગેમ્સમાં કુશ્તીમાં 5થી વધુ ગોલ્ડ મેડલ નથી જીતી શક્યું. આ વખતે 2 ગોલ્ડન હેટ્રિક લગાવતાં 6 ગોલ્ડ જીત્યા. તમામ 6 પહેલવાને અગાઉની હારમાંથી બહાર આવીને શાનદાર કમબેક કર્યું. રવિવારે ભારત 18 ગોલ્ડ, 15સિલ્વર અને 22 બ્રોન્ઝ સાથે કુલ 55 મેડલ જીત્યા હતા. મહિલા ક્રિકેટમાં પણ સિલ્વર જીત્યું હતું. આજે ગેમ્સનું સમાપન થશે.

ભારતના મેડલ વિજેતાઓ

1659756501 0572

18 ગોલ્ડ: મીરાબાઈ ચાનુ, જેરેમી લાલરિનુંગા, અંચિતા શ્યુલી, મહિલા લોન બોલ ટીમ, ટેબલ ટેનિસ મેન્સ ટીમ, સુધીર (પાવર લિફ્ટિંગ), બજરંગ પુનિયા, સાક્ષી મલિક, દીપક પુનિયા, રવિ દહિયા, વિનેશ ફોગાટ, નવીન, ભાવિના (પીપી) ) , નીતુ ઘંઘાસ , અમિત પંખાલ , અલ્ધૌસ પોલ , નિખત ઝરીન , શરથ કમલ-શ્રીજા અકુલા

15 સિલ્વર: સંકેત સરગર, બિંદિયારાની દેવી, સુશીલા દેવી, વિકાસ ઠાકુર, ભારતીય બેડમિન્ટન ટીમ, તુલિકા માન, મુરલી શ્રીશંકર, અંશુ મલિક, પ્રિયંકા, અવિનાશ સાબલે, પુરુષોની લોન બોલ ટીમ, અબ્દુલ્લા અબોબકર, શરત અને સાથિયાન, ભારતીય મહિલા ક્રિકેટ ટીમ, સાગર

22 બ્રોન્ઝ: ગુરુરાજા પૂજારી, વિજય કુમાર યાદવ, હરજિન્દર કૌર, લવપ્રીત સિંહ, સૌરવ ઘોષાલ, ગુરદીપ સિંહ, તેજસ્વિન શંકર, દિવ્યા કકરાન, મોહિત ગ્રેવાલ, જાસ્મીન, પૂજા ગેહલોત, પૂજા સિહાગ, મોહમ્મદ હુસામુદ્દીન, દીપક નેહરા, રોહિત ટોક, મહિલા ટોક્સ ટીમ , સંદીપ કુમાર, અન્નુ રાની, સૌરવ ઘોષાલ-દીપિકા, કિદાંબી શ્રીકાંત, ત્રિશા-ગાયત્રી

આજે વધુ છ મેડલ જીતવાની તક

Ss

કોમનવેલ્થ ગેમ્સ 2022નો છેલ્લો દિવસ ભારત માટે ઐતિહાસિક બની શકે છે. ભારતીય હોકી ટીમ (પુરુષ) પ્રથમ વખત કોમનવેલ્થમા ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચી શકે છે.આજે ભારત પાસે કુલ 6 ગોલ્ડ મેડલ જીતવાની તક છે. બેડમિન્ટનમાં ભારત 2 ગોલ્ડ મેળવી શકે છે. વિમેન્સ સિંગલ્સમાં પીવી સિંધુ અને મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન ગોલ્ડ જીતી શકે છે.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે સીલ્વરથી જ સંતોષ માનવો પડ્યો: ઓસ્ટ્રેલિયા સામે ગોલ્ડ મેચમાં હાર

Untitled 2 26

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે કોમનવેલ્થ ગેમ્સમાં ઓસ્ટ્રેલિયા સામેના રોમાંચક મુકાબલામાં ભારતીય મહિલા ટીમની 9 રનથી હાર થઈ છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી હતી. ભારતીય મહિલા ટીમ 19.3 ઓવરમાં 152 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી.  ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 161 રન બનાવ્યા હતા. લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મહિલા ટીમે ખૂબ જ શાનદાર ઈનિંગ રમી હતી. હરમનપ્રિત કૌરે 65 રનની શાનદાર ઈનિંગ રમી હતી.   કોમનવેલ્થ ગેમ્સની સેમીફાઈનલ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવી જ્યારે ઓસ્ટ્રેલિયાએ ન્યુઝીલેન્ડને હરાવીને ફાઈનલમાં જગ્યા બનાવી હતી.  આ પહેલીવાર છે જ્યારે મહિલા ક્રિકેટને કોમનવેલ્થ ગેમ્સમાં રમવાની તક મળી છે. કોમનવેલ્થ ગેમ્સની પહેલી મેચમાં જ્યારે ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થયો હતો ત્યારે ભારતીય ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. ગોલ્ડ મેડલ મેચમાં ભારતીય ટીમની હાર થઈ છે અને સિલ્વરથી જ સંતોષ માનવો પડ્યો.

ટ્રિપલ જંપમાં ઇતિહાસ: એલ્ડોસે ગોલ્ડ તો અબ્દુલાએ સિલ્વર મેડલ જીત્યો

Untitled 2 27

કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે ટ્રીપલ જંપની રમતમાં એક સાથે ગોલ્ડ અને સિલ્વર મેડલ ભારતના ખાતામાં આવ્યો છે. ભારતના ખેલાડી એલ્ડોસ પૌલે ગોલ્ડ મેડલ અને અબ્દુલા અબુબકરે સિલ્વર મેડલ જીતીને ઈતિહાસ રચી દીધો છે. પુરુષોની ટ્રિપલ જમ્પમાં ભારત માટે પોડિયમ પર તે એક-બે ફિનિશ છે કારણ કે એલ્ડોસ પોલે 17.03 મીટરના શાનદાર જમ્પ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો, જ્યારે અબ્દુલ્લા અબુબકરે 17.02 મીટર કૂદકો લગાવીને સિલ્વર મેડલ પોતાના નામે કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, આ રમતમાં તમામ મેડલ ભારતના ખેલાડી જીતી શક્યા હોત અને ભારત માટે ક્લીન સ્વીપ થઈ શક્યું હોત પરંતુ પ્રવીણ ચિત્રવેલ ચોથા ક્રમે રહ્યો હતો અને પોડિયમને વ્હિસકરથી ચૂકી ગયો હતો.અબુબકર સમગ્ર સ્પર્ધા દરમિયાન પોતાના પ્રદર્શનમાં સતત સુધારો કરતો જોવા મળ્યો હતોઅને આખરે તેના 5મા પ્રયાસ સાથે સિલ્વર મેડલની સ્થિતિમાં આગળ વધ્યો હતો. ચોથા ક્રમે રહેનાર પ્રવીણ ચિત્રવેલે તેનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો પરંતુ તે બ્રુનેઈના જાહ-નહાઈ પેરીનચીફની 16.92 મીટરની છલાંગને પાર કરી શક્યો નહીં.

બ્રુનેઈના ખેલાડીએ બ્રોન્ઝ મેડલ જીતીને ભારતીય ત્રિપુટીને બદલી નાખી હતી. ઈઠૠ 2022માં એથ્લેટિક્સમાં ભારતનો અત્યાર સુધીનો આ પહેલો ગોલ્ડ મેડલ છે. 2018 થી એથ્લેટિક્સમાં ભારતના મેડલ્સની ટેલીમાં નોંધપાત્ર સુધારો થયો છે.

મહિલા હોકી ટીમે ન્યુઝીલેન્ડને હરાવી બ્રોન્ઝ જીત્યો: પુરુષ હોકીની આજે ફાઇનલમાં, ગોલ્ડની આશા

Untitled 2 28

ઈંગ્લેન્ડના બર્મિઘગમાં કોમનવેલ્થ ગેમ્સ 2022 રમાઈ રહી છે જેમાં ભારતીય રમતવીરો શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આજે રવિવારે ભારતીય મહિલા હોકી ટીમે શ્વાસ થંભી જાય તેવી રોમાંચક મેચમાં ન્યૂઝીલેન્ડને હરાવીને કોમન વેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ભારતીય મહિલા હોકી ટીમે પેન્લટી શૂટ આઉટમાં ન્યૂઝીલેન્ડને 2-1થી હરાવ્યુ હતુ. આ પહેલા ભારતે મેચના બીજા ક્વાર્ટરમાં સલીમા ટેટેના ગોલના સહારે ન્યૂઝીલેન્ડ પર 1-0ની લીડ મેળવી હતી. નિયત સમય પૂરો થાય તેની એક મિનિટની અંદર ન્યૂઝીલેન્ડને પેનલ્ટી સ્ટ્રોક મળ્યો હતો.જેના કારણે ન્યૂઝીલેન્ડે ભારત સાથે 1-1ની બરાબરી પર મેચ ખતમ કરી હતી.મેચનો નિર્ણય પેનલ્ટી શૂટ આઉટથી થયો હતો.જેમાં ભારતની ગોલકીપર સવિતા પૂનિયાએ જોરદાર દેખાવ કરીને ભારતને જીત 2-1થી જીત અપાવી હતી.પૂનિયાએ ન્યૂઝીલેન્ડના પાંચમાંથી ચાર શોટને રોકી લીધા હતા. આમ ભારતીય મહિલા હોકી ટીમે ટોકિયો ઓલિમ્પિક બાદ કોમન વેલ્થમાં બ્રોન્ઝ જીતીને ભારતના લોકોને ઉજવણીનો વધુ એક મોકો આપ્યો છે.

નીરજ ચોપરા ન રમી શક્યો તો અનુરાનીએ ભાલો ફેંકી ભારતને બ્રોન્ઝ અપાવ્યો

Gold Medal In Olympics: હરિયાણા કે છોરે ને લઠ્ઠ ગાડ દિયા, જાણો Neeraj Chopraની ગોલ્ડ સુધીની સફર | Sports News In Gujarati

ભારતની સ્ટાર મહિલા જૈવલિન થ્રોઅર અનુ રાનીએ આજે કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.જૈવલિન થ્રો મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરતી અનુ રાનીએ શાનદાર રમત બતાવી અને 60 મીટરના અંતર સુધી ભાલો ફેંક્યો હતો. આ મેડલ સાથે ભારતના ખાતામાં વધુ એક મેડલ જોડાયો છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસો પહેલા આયોજિત વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં અનુ રાની મેડલ જીતવામાંથી ચૂકી ગઈ હતી. તે ટૂર્નામેન્ટમાં તે સાતમા ક્રમે રહી હતી. હવે આજે કોમનવેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતીને તેણે એ હારનો બદલો લઈ લીધો છે. ભારતનો ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરા તેની ઈજાના કારણે કોમનવેલ્થ ગેમ્સમાં નથી રમી શક્યો. નીરજ ચોપરા કોમનવેલ્થ ગેમ્સમાં અચૂક મેડલ જીતી શક્યો હતો પરંતુ તે પહેલાં તે ગેમ્સમાંથી બહાર થઈ ગયો હતો. ત્યારે આજે અનુ રાનીએ જૈવલીન થ્રોની રમતમાં મેડલ જીતીને ભારતને ગૌરવ અપાવ્યું છે. મહત્વનું છે કે, નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ મેડલ જીત્યા બાદ નીરજ ચોપરા ઈજાગ્રસ્ત થયો હતો.

બેડમિન્ટનમાં શ્રીકાંતને બ્રોન્ઝ

Untitled 2 29

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને બેડમિન્ટનમાં બીજો મેડલ મળ્યો છે. સ્ટાર શટલર કિદામ્બી શ્રીકાંતે મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો. આ સાથે મેડલ ટેલીમાં ભારતની મેડલ ટેલી 50ને વટાવી ગઈ છે. કિદામ્બીએ રવિવારે રાત્રે સિંગાપોરના જિયા હેંગ તેહને સીધી ગેમમાં 21-15, 21-18થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જો કે, તે 2018 ની સિલ્વર મેડલ વિજેતા કિદામ્બી માટે આ અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી ન શક્યો, કારણ કે તેને સુવર્ણની મજબૂત દાવેદાર માનવામાં આવતો હતો. સેમિફાઇનલમાં શ્રીકાંતની હારથી ભારતની સુવર્ણ જીતવાની તકો ખતમ થઈ ગઈ. આ હાર બાદ શ્રીકાંતે સાંજે જ બ્રોન્ઝ મેડલ માટે ઉતરવું પડ્યું હતું. પ્રબળ દાવેદાર હોવા છતાં તેને તેના માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. સિંગાપોરના જિયા હેંગ તેહે ઈજાગ્રસ્ત થયા પછી પણ જોરદાર જુસ્સો બતાવ્યો. મેચ 21-15, 21-18થી જીત્યા બાદ શ્રીકાંતે 87મા ક્રમાંકિત ખેલાડીને આદરપૂર્ણ ગળે લગાવ્યો.

ટેબલ ટેનિસમાં અંચતા શરથ કમલ અને શ્રીજાની જોડીએ ગોલ્ડ મેળવ્યો

Untitled 2 30

અચંતા શરથ કમલ અને શ્રીજા અકુલાની ભારતની જોડીએ મિક્સ ડબલ્સની રમતમાં ગોલ્ડ મેડલ જીત્યો. ભારતીય જોડીએ મલેશિયાની જાવેન ચોંગ અને કેરેન લિનની જોડીને 11-4, 9-11, 11-5, 11-6થી હરાવી હતી. ભારતીય જોડીએ આ મેચ 4-1થી જીતી લીધી. તમને જણાવી દઈએ કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને દિવસનો 18મો અને પાંચમો ગોલ્ડ મળ્યો. મેન્સ ડબલ્સની ફાઈનલ મેચમાં, શરથ કમલ અને સાથિયાનને ઈંગ્લેન્ડના પૌલ ડ્રિંકહોલ/લિયામ પિચફોર્ડે પરાજય આપ્યો હતો. શરથ કમલ/સાથિયન જ્ઞાનસેકરન 11-8, 8-11, 3-11, 11-7, 4-11થી ગેમ હારી ગયા. ભારતીય ટીમને સિલ્વરથી સંતોષ માનવો પડશે. ભારતનો આ દિવસનો 9મો મેડલ હતો.

કોમનવેલ્થ ગેમ્સમાં ગુજરાતની બે દીકરીઓનો કમાલ

Bhavina

 

કોમનવેલ્થ ગેમ્સ 2022 ના 9મા દિવસે પણ ભારતીય ખેલાડીઓનું પ્રદર્શન સારુ રહ્યું હતું. ભારતીય કુસ્તીબાજોએ સૌથી પહેલા કુસ્તીમાં પોતાની તાકાત બતાવી. હવે ગુજરાતની ભાવિના પટેલે પેરા ટેબલ ટેનિસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતીય ખેલાડીએ પેરા ટેબલ ટેનિસમાં ફાઇનલમાં નાઇજિરિયાના ખેલાડીને 3-0થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વાસ્તવમાં, આ ભારતીય ખેલાડીએ ગયા વર્ષે ટોક્યો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ કબજે કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.