કોરોનાની મહામારીમાં તંત્રે બેદરકાર લોકો પાસેથી ૧ અબજ ઉઘરાવ્યા

છ-માસમાં રર લાખ લોકો પાસેથી માસ્ક અને થુંકવાનો દંડ વસુલાયો

જાહેરનામાનો ભંગ કરનાર ૩.૫૦ લાખ લોકોની અટકાયત અને પ લાખ વાહનો ડીટેઇન કર્યા

કોરોના કાળના લોકડાઉન અને અનલોડ દરમિયાન સરકારની ગાઇડલાઇન  ઉલાળીયો કરી કોરોનાનો કોઇ ડર રાખ્યા વગર છેલ્લા છ મહીનામાં ગુજરાતભરમાં અંદાજે રર લાખ લોકોએ માસ્ક અને થુંકવાના ભંગ બદલ દંડ ભર્યો છે.રાજય પોલીસ વિભાગનૉ સૂત્રો અનુસાર ૧૦૦ કરોડથી પણ વધુ રકમનો દંડ રાજયભરમાં વસુલાયો છે.

કોરોના સંક્રમણ ને ખાળવા સરકાર દ્વારા વારેવારે જાહેરનામા બહાર પાડી માસ્ક પહેરવા, જાહેરમાં નહીં થુંકવા જેવા નિયમો અંગે લોકોને સતર્ક કરાયા છે. દંડ વસુલી અંગે પણ ‘ખબરદાર’કરાયા હોવા છતાં કોરાનાથી નહી ડરતા લોકોએ લાપરવારી દાખવી નિયમ ભંગ સાથે દંડ પણ ભર્યા છે. રર લાખ લોકોએ માસ્ક અને થુંકવા અંગે દંડ ભર્યો છે. કવોરન્ટાઇન નિયમ ભંગ બદલ ૬૨૮૫૫ લોકો સામે કાર્યવાહી કરાઇ છે. જયારે પાંચ લાખથી વધુ વાહનો ડીટેઇન કરાયા છે. કોરોના માર્ગૃદર્શિકા ના નિયમોનો ભંગ કરનારા ૩.૫૦ લાખ લોકોની ધરપકડ કરાઇ છે. જુનથી દશ ડીસેમ્બર  દરમ્યાન ગુજરાતભરમાં રૂ. ૧૦૦.૦૮ કરોડનો વિક્રમી દંડ વસુલાયો છે.

ર૪ માર્ચથી લોકડાઉન શરુ કરાયું હતું. લોકડાઉન અને અનલોકના તબબકાઓ વચ્ચે રાજય સરકાર દ્વારા કોરોના નું સંક્રમણ અટકાવવા વિવિધ ગાઇડલાઇન બહાર પાડી નિયમોના કડક પાલન માટે દંડનાત્મક ગાઇડ લાઇન બહાર પાડી નિયમોના કડક પાલન માટે દંડનાત્મક કાર્યવાહી પણ તે જ બનાવાઇ હોવા છતાં રાજયમાં રૂ. એક કરોડથી થી વધુ રકમનો દંડ લોકોની કોરોના પ્રત્યેની બે કાળજી છતી થઇ રહી છે.

હાલ કોરોના થંભ્યો નથી ગતિ જરુર ધીમી પડી છે. ત્યારે કોરોના સંક્રમણ ને નહી ગણકારી બેદરકારી પ્રત્યે લોકોએ સ્વયભૂ રોક લગાવવો જરુરી છે. શિયાળામાં કોરોના ફરી વેગ પકડે તે પહેલા લોકોએ સ્વયંમ શિસ્ત માટે પોતાને કેળવી દંડ ચુકવવાની નાદાનીયત ને બદલે સરકારની માર્ગદર્શીકાનું પાલન કરવું જરુરી બન્યું છે.