ડિજિટલ યુગમાં ઝેરી દવા પીનારનું ઝેર ઉતારવાની અંધશ્રધ્ધામાં યુવાને જીવ ગુમાવ્યો

ડ્રાઈવીંગનું કામ ન મળતા યુવાને વખ ધોળી કરી આત્મહત્યા

 

અબતક,રાજકોટ

શહેરના મચ્છાનગરમાં યુવાને ડ્રાઈવીંગનો ધંધો ન મળતા ઝેરી દવા ગટગટાવી લીધી હતી. યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાના બદલે વાંકાનેરના પડાગામે ઝેર ઉતરાવવાજતા અંધશ્રધ્ધાના કારણે સારવારથી વંચિત રહેલા યુવાનનું મોત નિપજયું છે. ડિજીટલ યુગમાં અંધશ્રધ્ધાનાં કારણે યુવાને જીવ ગુમાવતા બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવતા રબારી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.બનાવની મળતી માહિતી મુજબ મચ્છાનગરમાં રહેતા અને છુટક ડ્રાઈવીંગ કામ કરતા લાલજીભાઈ સુરાભાઈ હણ ઉ.૩૨એ આર્થિકભીંસથી કંટાળી ઝેરી દવા ગટગટાવી લેતા તેને પરીવારજનોએ સારવાર માટે નહીં પરંતુ ઝેર ઉતારવા માટે વાંકાનેરનાં પાડાગામે લઈ જતા તેનું સારવારથી વંચિત થતા મોત નિપજયું છે.

બનાવની જાણ બી ડીવીઝન પોલીસને થતા હેડ કોન્સ્ટેબલ એચ.જે.જોગડા સહિતનો સ્ટાફ હોસ્પિટલે દોડી ગયો હતો. અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતુ કે, ડ્રાઈવીંગનું કામકાજ નહી મળતા આર્થિકભીસથી કંટાળી યુવાને આત્મહત્યા કરી છે બનાવથી બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.