ચૂંટણી વર્ષમાં ગુજરાતને બદનામ કરવા ટોળકી ઉતરશે

congress | political | national
congress | political | national

કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે જૂઠા આક્ષેપો અને વેર ઝેરનું વાવેતર કરશે: પ્રદેશ ભાજપની કારોબારીમાં ચૂંટણીમાં અન્ય પક્ષો કેવો પ્રચાર કરશે તેનો એજન્ડા રજૂ કરાયો

રાજ્યમાં ચૂંટણીનું વર્ષ છે ત્યારે આગામી દિવસોમાં ગુજરાતને બદનામ કરવા માટે અનેક ેલાધારી, ઝંડાધારી ટોળીઓ ઉતરી પડશે અને અફવા, વેર-ઝેર, અપપ્રચાર ફેલાવવા પ્રયત્ન કરશે ભાજપની પ્રદેશ કારોબારીમાં ભાજપની નકારાત્મક રાજનીતિ, રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(એનસીપી) અને જનતાદળ જેવા ત્રીજા રાજકીય પક્ષની ગુજરાતમાં એન્ટ્રી વગેરે જેવા રાજકીય એજન્ડા રજૂ કરવામાં આવ્યા હતા.

પ્રદેશ કારોબારીમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા કેવો પ્રચાર કરાશે તેની ઝલક સોના એજન્ડા ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રજૂ કર્યો હતો. જેને વન અને પર્યાવરણ પ્રધાન ગણપત વસાવાએ અનુમોદન આપ્યું હતું. રાજકીય એજન્ડામાં જણાવાયું છે કે, કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા ની, માત્ર જુઠ્ઠા આક્ષેપો અને વેર-ઝેરનું વાવેતર કરતી કોંગ્રેસને ગુજરાતની જનતા ઓળખી ગઈ છે. કોંગ્રેસની સત્તા લાલસા માટેની વૃત્તિી આંતરિક જૂબંધી પરાકાષ્ઠાએ પહોંચી ગઈ છે. ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસને રાજ્યની જનતા યાદ આવે છે. કોંગ્રેસ ગુજરાતની બે-ત્રણ ઘટનાઓને લઈને દેશમાં રાજ્યની છબી બગડે તેવા હીન પ્રયાસ કરીને પ્રજાની અસ્મિતા, સંસ્કારીતાને બદનામ કરવાના પ્રયત્ન કરી રહી છે. કેન્દ્રમાં કોંગ્રેસના સરકાર હતી ત્યારે ગુજરાતને મળતી અનેક યોજનાઓ, લાભો, ગ્રાંટ રોકી રાખવાનું કામ કર્યું હતું. કોંગ્રેસ નર્મદા યોજનાને હંમેશ નડતર રહીને નર્મદાને રોકવાનું પાપ કર્યું છે. કોંગ્રેસ નર્મદા વિરોધી છે. કોંગ્રેસની આ નકારાત્મક રાજનીતિને કારણે ગુજરાતની જનતાનો મૂડ હંમેશા કોંગ્રેસ વિરોધી રહ્યો છે. ગુજરાતમાં ક્યારેય ત્રીજી પાર્ટી કે માેરચો સફળ યો ની. ગુજરાતની જનતાને શાંતિ, એકતા અને વિકાસ જોઈએ છીએ. જે ભાજપ જ આપી શકે તેમ છે. કોંગ્રેસ અને ગઠબંધન પાર્ટીઓને ગુજરાતના વિકાસમાં રસ ની, પરંતુ માત્ર ગુજરાતને બદનામ કરવામાં રસ છે. ભાજપના નેતૃત્વ અને ભાજપ પર માત્ર કિચ્ચડ ઉછાળવાનું કામ કરનારી કોંગ્રેસને જનતા ઓળખી ગઈ છે. ભાજપના વયોવૃદ્ધ આગેવાન અને સુરત-ઉધના મતવિસ્તારના ધારાસભ્ય નરોત્તમભાઈ પટેલે વિધાનસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી હતી.

કોંગ્રેસમાં આગામી ચૂંટણીમાં મુખ્યપ્રધાનપદના દાવેદાર અને ચૂંટણીની સમગ્ર જવાબદારી સોંપવાના મુદ્દે ઊભા યેલા વિવાદ વચ્ચે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલને પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી, વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા સહિતના ધારાસભ્યો, આગેવાનોએ મુલાકાત લઈને વર્તમાન રાજકીય પરિસ્િિત અને પક્ષની આંતરિક સ્િિત અંગે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. અહમદભાઈ સોની મુલાકાત બાદ ઘીના ઠામમાં ઘી પડી રહે તેવા સંકેતો સાંપડી રહ્યા છે.

કોંગ્રેસના વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા મુજબ ગત ૧૭ એપ્રિલે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાના નિવાસસને પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ ૩૬ી વધુ ધારાસભ્યોએ વાઘેલાને ચૂંટણીની જવાબદારી અને પક્ષના મુખ્યપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરવા યોજેલી બેઠકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. આ બેઠકને પગલે ૧૮મીએ ગુજરાત દોડી આવેલાં વરિષ્ઠ નેતા અહમદભાઈ પટેલ સો છેલ્લા ચાર દિવસમાં તબક્કાવાર રાજ્યભરના પ્રદેશના ટોચના નેતાઓી માંડીને ધારાસભ્યો, જુદા જુદા જિલ્લાના આગેવાનો-અગ્રણીઓએ અંકલેશ્વર-પીરામણ જઈને પટેલ સમક્ષ રજૂઆતો કરી છે. જેમાં ૧૮મીએ રાત્રે અમરેલીના ધારાસભ્ય અને રાહુલ ગાંધીની ટીમના વિશ્વાસુ ગણાતા પરેશ ધાનાણી તેમના સાીદારો સો અહમદભાઈની મુલાકાત લઈને પ્રભારી સમક્ષ રજૂઆતને પગેલ પક્ષમાં ઊભી યેલી સ્િિત અંગેની ચર્ચા કરી હતી. જો ૧૯મીએ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી જ્યારે ૨૦મીએ વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ અહમદભાઈને રૂબરૂ મળ્યા હતા તો ૨૧મીએ રાજકોટના પૂર્વ સાંસદ અને કોળી સમાજના અગ્રણી કુંવરજી બાવળિયા સહિતના આગેવાનોએ પીરામણમાં પક્ષમાં પ્રવર્તતી સ્િિત અંગે રજૂઆત કરી હતી.

સૂત્રોએ જણાવ્યું કે, ગાંધીનગરમાં વસંતવગડા ખાતે કોંગી ધારાસભ્યોને લાલચ આપીને ભાજપમાં પ્રવેશ-કોંગ્રેસ છોડવા ઈ રહેલાં દબાણના નામે પ્રભારી ગુરુદાસ કામત સમક્ષ કરવામાં આવેલી રજૂઆતી ગુજરાત કોંગ્રેસ રીતસર બે ધરીમાં વહેંચાઈ ગઈ છે.