અંતે ભારતે ન્યૂઝીલેન્ડને હરાવી જીતનું ખાતુ ખોલાવ્યું

અબતક,જયપુર

વિશ્વ કપના ફાઇનલમાં પહોંચ્યા બાદ ન્યૂઝીલેન્ડની ટીમ નો કારમો પરાજય થયો હતો ત્યારબાદ ટીમ ભારત પ્રવાસે 3 ટી-20 મેચ રમવા આવી પહોંચી છે જેમાં પ્રથમ મેચ જયપુર ખાતે રમાયો હતો જેમાં સુકાની રોહિત શર્માએ ટોસ જીતી ન્યૂઝીલેન્ડને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું ન્યૂઝીલેન્ડની ટીમમાં પણ ઘણા ફેરફાર જોવા મળ્યા હતા પરંતુ તેમની ઓપનિંગ ભાગીદારી ખૂબ જ સારી નીવડી હતી ત્યારબાદ ભારતના બોલરો તારા જે રીતે ચુસ્ત બોલિંગ કરવામાં આવી તેના પગલે ન્યૂઝીલેન્ડની ટીમ 20 ઓવરના અંતે ટિમ 164 રન જ બનાવી શકી હતી.

પ્રથમ ટી૨૦માં સૂર્યના ‘તેજ’ એ ન્યૂઝીલેન્ડને અંધકારમાં ધકેલી દીધું

બીજી તરફ 165 રનના લક્ષ્યાંકને સિદ્ધ કરવા ઉતરેલી ભારતની ટીમે પાંચ વિકેટે ન્યૂઝીલેન્ડ સામે પ્રથમ મેચ જીત્યો હતો. તરફ પ્રથમ મેચ પણ છેલ્લા બોલ સુધી જામ્યો હતો જેમાં રોહિત શર્મા અડધી સદી ચૂક્યો હતો પરંતુ સૂર્ય કુમાર યાદવ ની તેજ દાર બેટિંગના કારણે ન્યૂઝીલેન્ડ ને થી વંચિત રાખવામાં આવી હતી અને પોતે વિપક્ષી ટીમ સામે જીતનું ખાતુ પણ ખોલાવ્યું હતું.

સ્પષ્ટ છે કે આ ત્રણેય મેચમાં બંને ટીમ તેમના નવોદિત ખેલાડીઓને તક આપી શકે છે કારણ કે કોઇ પણ ટીમને કાંઈ પણ ગુમાવવાનું રહેતું નથી ત્યારે પ્રથમ મેચમાં ભારતની બેટિંગ અને બોલિંગમાં સુધારો આવતા મેચ જીતવામાં સરળતા રહી હતી ત્યારે જોવાનું એ રહ્યું કે રાંચી ખાતે રમાનારી મેચમાં શું ભારત જીતનો સિલસિલો યથાવત રાખશે કે ન્યૂઝીલેન્ડ તેની હારનો બદલો લેશે.