અંતે મહિલા ક્રિકેટમાં પસંદગીકારોને ઝુકવું પડ્યું, શું છે સમગ્ર વિવાદ જાણો !!!

0
315

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ સિલેક્શન અંગે પસંદગીકારોએ અંતે ઝૂકવું પડયું છે. ઇંગ્લેન્ડ ટુર માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં કઈ ખેલાડીને સ્થાન આપવું અને કોને બાકાત રાખવા અંગે હાઈવોલ્ટેજ ડ્રામા શરૂ થયો હતો. ખેંચતાણની શરૂઆત સાઉથ આફ્રિકા વિરૂદ્ધ રમાયેલી વનડેથી થઈ હતી. જ્યારે શેફાલી વર્મા, શિખા પાંડે અને તાનિયા ભાટિયાને સ્થાન આપવામાં આવ્યું ન હતું. સાથોસાથ સાઉથ આફ્રિકા વિરુદ્ધની ટેસ્ટ સીરીઝમાં પણ આ ત્રણેય ખેલાડીઓને ટીમની બહાર રાખવામાં આવ્યા હતા. જેના બાદ ઇંગ્લેન્ડ ટુર કરનારી ભારતીય મહિલા ક્રિકેટ ટીમ માં પસંદગી અંગે લાંબા સમયથી ડ્રામાં ચાલી રહ્યો હતો. જેનો અંત શુક્રવારે આવ્યો છે. જેમાં સેફાલી અને શિખા બંનેને સ્થાન આપવામાં આવ્યું છે.

ઇંગ્લેન્ડ પ્રવાસ માટે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.  શુક્રવારે અખિલ ભારતીય વરિષ્ઠ મહિલા પસંદગી સમિતિએ ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ, ત્રણ વનડે અને ટી -20 શ્રેણીની ટીમની શુક્રવારે જાહેરાત કરી હતી. શેફાલી વર્માને પહેલીવાર ભારતીય મહિલા વનડે ટીમમાં સ્થાન મળ્યું છે.  ટેસ્ટ અને વનડે ટીમોની કેપ્ટનશીપ મિતાલી રાજને સોંપવામાં આવી છે.  તે જ સમયે, હરમનપ્રીત કૌર ટી-20માં ટીમનું નેતૃત્વ કરશે.ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે 16 જૂનથી 19 જૂન દરમિયાન એકમાત્ર ટેસ્ટ મેચ રમશે.  ત્રણ મેચની વનડે સિરીઝની વાત કરીએ તો તેની શરૂઆત 27 જૂનથી થશે. 3 જુલાઈએ ત્રીજી અને છેલ્લી વનડે મેચ રમવામાં આવશે.  ભારતીય મહિલા ટીમ 9 જુલાઈથી ઇંગ્લેન્ડ સાથે ટી-20 શ્રેણી રમશે.

તેની છેલ્લી મેચ 15 જુલાઇએ યોજાશે.  રમેશ પવારની મહિલા ક્રિકેટ ટીમના નવા કોચ તરીકે નિમણૂક કરવામાં આવી છે.  ગુરુવારે તેને કોચ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી.

ટેસ્ટ-વનડે ટીમ

મિતાલી રાજ (કેપ્ટન), સ્મૃતિ મંધના, હરમનપ્રીત (વાઇસકેપ્ટન), પૂનમ રાઉત, પ્રિયા પુનિયા, દિપ્તિ શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, સ્નેહ રાણા, તાન્યા ભાટિયા (વિકેટકીપર), ઇન્દ્રની રોય (વિકેટકીપર), ઝુલન ગોસ્વામી, શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ.

ટી -20 ટીમ

હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધના (વાઇસકેપ્ટન), દિપ્તી શર્મા, જેમિમાહ રોડ્રિગ્સ, શેફાલી વર્મા, રિચા ઘોષ, હર્લીન દેઓલ, સ્નેહ રાણા, તાનિયા ભાટિયા (વિકેટકીપર), શિખા પાંડે, પૂજા વસ્ત્રાકર, અરુંધતી રેડ્ડી, પૂનમ યાદવ, એકતા બિષ્ટ, રાધા યાદવ, સિમરન દિલ બહાદુર.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here