Abtak Media Google News

પાકિસ્તાન ભારત સામે યુધ્ધની કે અણુબોમ્બની પહેલ નહીં કરે: ઈમરાનખાનની શાન ઠેકાણે

આઝાદીકાળથી ભારતને આતંકવાદ સહિતના મુદે પીડતી જમ્મુ કાશ્મીરને વિશેષ દરજજો આપતી બંધારણની કલમ ૩૭૦ને તાજેતરમાં મોદી સરકારે કૂનેહપૂર્વક રદ કરી છે. જેથી આતંકવાદના આકા ગણાતા પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયુંં છે. આ ઘટનાને કાશ્મીરમાં લઘુમતી મુસ્લિમો સાથે અન્યાયની વિશ્ર્વભરમાં પાકિસ્તાને કાગારોળ મચાવી હતી. પરંતુ અમેરિકા ચીન સહિત વિશ્ર્વભરનાં દેશોએ આ મુદે પાકિસ્તાનને કોઈ ભાવ ન આપતા ‘પકડ મુજે ગુસ્સા આતા હૈ’ કહેવા મુજબ પાક. વડાપ્રધાન ઈમરાનખાને કાશ્મીર મુદે ભાતર સાથે યુધ્ધ કરીને અણુ યુધ્ધ કરવાની ચીમકી પણ આપી હતી પરંતુ, ભિખારી પાકિસ્તાનની આર્થિક સ્થિતિનું ડહાપણ થતા ઈમરાનને લાગવા માંડયું છે કે હંમેશા યુધ્ધ એજ કલ્યાણ નહી.

બેગાની શાદીમે અબ્દુલ્લા દિવાનાની જેમ ભારતની આંતરીક બાબતમાં કાશ્મીરીઓનાં માનવ અધિકારનો ઝંડો લઈ બિન જ‚રી ઉન્માદ પર ઉતરી આવેલા પાકિસ્તાનને વાસ્તવિક સ્થિતિ સમજાઈ ગઈ હોય તેમ અત્યાર સુધી યુધ્ધી ભાષામાં વાત કરતા પાક વડાપ્રધાને સોમવારે સ્પષ્ટતા કરી હતી કે તેનો દેશ કયારેય અણુબોમ્બ વાપરવાની પહેલ કે ભારત સામે યુધ્ધ નહિ કરે નવી દિલ્હી એ કાશ્મીરનો વિશેષ દરજજો દૂર કરવાના લીધેલા પગલા સામે પાકિસ્તાન કોઈ લશ્કરી કાર્યવાહીની પહેલ નહી કરે.

લાહોર ખાતે ગવર્નર હાઉસ ખાતે યોજાયેલા પ્રથમ આંતરરાષ્ટ્રીય શક્ષખ સંમેલનને સંબોધતા ઈમરાનખાને જણાવ્યું હતુ કે અમે બંને દેશો અણુશસ્ત્ર ધરાવતા જવાબદાર છીએ જો આ વિવાદને વકરાવશું તો આખુ વિશ્ર્વ મુશ્કેલીમાં મૂકાય જશે અમારા તરફથી કયારેય કોઈ પહેલ નહિ થાય.

યુધ્ધનો વિચાર અયોગ્ય ઠેરવતા ઈમરાનખાને કહ્યું હતુ કે હુ નથી માનતો કે યુધ્ધથી કોઈ સમસ્યાનો ઉકેલ આવે કોણ આવુ વિચારે છે? આવુ વિચારનારાઓએ જગતનો ઈતિહાસ નહિ વાંચ્યો હોય કયાંક યુધ્ધથી એકપણ સમસ્યા ઉકેલાઈ હોય યુધ્ધથી સમસ્યા ચારગણી વધુ વકરે છે.જેણે યુધ્ધથી સમસ્યાનો ઉકેલ લાવવાનો પ્રયાસ કર્યો છે. તેમણે અવશ્ય પણે વિજય મેળવીને પણ કંઈકને કંઈ ગુમાવવું પડયું છે. યુધ્ધથી થતી નુકશાનની ભરપાઈ કરવામાં વર્ષોમાં વર્ષો વિતી જાય છે. ઈમરાનખાને તેમ છતા કાશ્મીરનો રાગ આલાપતા જણાવ્યું હતુ કે અલબત પોતે જમ્મુ કાશ્મીરના નાગરીકોનો અવાજ જગત સમક્ષ પહોચાડવાનું ચાલુ રાખશે જમ્મુ કાશ્મીરમાં અત્યારે પરિસ્થિતિ ખૂબ ખરાબ છે કાશ્મીરના નાગરીકો સાથે કોઈપણ રીતે માનવતા દાખવવામા આવતી નથી ૮૦ લાખ લોકોને ૨૭ દિવસથી જે રીતે જગતના સંપર્ક તોડાવીને રાખવામા આવ્યા છે તે અમે કયારેય સ્વીકારી નહિ શકીએ હું કાશ્મીરીઓ માયે અવાજ ઉઠાવતો રહીશ ભલે પછી તે કાશ્મીરીઓ મુસ્લિમ ન હોય.

ઈમરાનખાને આ વાત શિખ સમાજના આગેવાનો સમક્ષ કરી હતી. ઈમરાનખાને આરએસએસ્ને ઉધડો લેતા તેની ભાગલાવાદી અને સાંપ્રદાયીક વિચારધારાની ટીકા કરી જણાવ્યું હતુ કે પોતે આવી વિચારધારાના પ્રચારના વિરોધી છે. આરએસએસ જે રીતે ભારતને આગળ દોરી રહી છે.તેમાં લઘુમતીઓ માટે કોઈ અવકાશ રહેતો નથી ભારતના મુસ્લિમો સાથે અત્યારે શું થઈ રહ્યું છે તેનો કોઈ અંત દેખાતો નથી જો ભારત સરકાર અત્યારે તેમને રોકશે નહિ તો હવે પછી દલિતો અને ત્યાર પછી એક દિવસ આજ રીતે શિખોનો વારો આવશે.ઈમરાનખાને પાકિસ્તાનની કાશ્મીર મુદે હાલમાં યુધ્ધની પહેલ ન કરવાની જાહેરાત બંને દેશો વચ્ચે અત્યારે ઉભી થયેલી તનાવની પરિસ્થિતિમાં મોટી રાહત આપનારી બની રહેશે.અત્રે ઉલ્લેખનીય છે કે એક પખવાડીયા પહેલા સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે અણુબોમ્બના પ્રથમ ઉપયોગના સંયમની નીતિના પૂન: વિચાર કરવાની જાહેરાત કરી હતી તેની સામે ઈમરાનનું આ વલણ સુચક મનાઈ રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.