Abtak Media Google News

ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, આઈસીયુ , ઓક્સિજન બેડ, આઈટી હસ્તક્ષેપની સ્થિતિ પર સમીક્ષા કરાશે

દેશમાં કોરોનાના વધતા કેસને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઘણાં રાજ્યોના મુખ્યમંત્રીઓની સાથે સાંજે 4.30 વાગ્યે વીડિયો-કોન્ફરન્સિંગ દ્વારા બેઠક યોજવાના છે. આ બેઠકમાં ઘણા મુદ્દાઓ પર ચર્ચા થાય એવી શક્યતા છે. અગાઉ રવિવારે વડાપ્રધાને કોવિડની સ્થિતિની સમીક્ષા કરતાં કહ્યું હતું કે કિશોરો માટેનું રસીકરણ અભિયાન ઝડપી કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મોદીએ 2020માં આ મહામારી ફેલાયા પછીથી મુખ્યમંત્રીઓ સાથે ઘણી બેઠક કરી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠક પછી પ્રતિબંધો વધુ કડક બની શકે છે. આ બેઠકમાં વિકએન્ડ લોકડાઉન પર પણ વિચાર કરવામાં આવી શકે છે. જોકે અંતિમ નિર્ણય વડાપ્રધાન મોદી લેશે. ઉલ્લેખનીય છે કે નવી દિલ્હી, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં સ્થિતિ ઝડપથી બગડી રહી છે.

આ બેઠક દરમિયાન ઓક્સિજન-સિલિન્ડર, વેન્ટિલેટર, આઈસીયુ , ઓક્સિજન બેડ, આઈટી હસ્તક્ષેપની સ્થિતિ પર સમીક્ષા કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે છેલ્લી બેઠકમાં, વડા પ્રધાને જિલ્લા સ્તરે આરોગ્ય માળખાને તૈયાર કરવાનો નિર્દેશ આપ્યો હતો. કિશોરોની સાથે, ફ્રન્ટલાઈન વર્કર્સ, હેલ્થ વર્કર્સ અને ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને સોમવારથી શરૂ થતા મિશન મોડ પર અભિયાન પૂર્ણ કરવા માટે કહેવામાં આવ્યું હતું. આ જ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે રાજયોની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે મુખ્યમંત્રીઓની બેઠક બોલાવવામાં આવી છે.

સંસદમાં કોરોના વિસ્ફોટ : અત્યાર સુધી 718 જેટલા કર્મચારીઓ થયા સંક્રમિત

સંસદમાં હાલમાં જ 45 થી વધુ કર્મીઓ એક બેઠક બાદ કોરોના પોઝિટિવ મળી આવ્યા હતા ત્યારે હવે સંસદનું બજેટ સત્ર શરૂ થવામાં થોડા જ દિવસો બાકી છે,પરંતુ આ દરમિયાન સંસદ ભવનનાં સેંકડો કર્મચારીઓ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે.

કોરોનાના વિસ્ફોટના કારણે હવે આ કારણે બજેટ સત્ર સમયસર પૂર્ણ કરવું એક મોટો પડકાર બની શકે છે.સંસદ ભવન સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું હતું કે ત્રીજી લહેર દરમિયાન છેલ્લા એક મહિનામાં સંસદભવનના 718 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. તેમાંથી મોટાભાગના છેલ્લા બે અઠવાડિયા દરમિયાન સંક્રમિત થયા છે.આ સાથે જ 9 જાન્યુઆરી સુધી લગભગ 400 કર્મચારીઓ કોરોના સંક્રમિત હતા, પરંતુ બુધવારે આ આંકડો 700ને પાર કરી ગયો છે. છેલ્લા ત્રણ દિવસમાં જ આ આંકડાઓમાં લગભગ 43 ટકાનો વધારો થયો છે.

રાજ્યસભા સચિવાલયના સૂત્રોએ  આ બાબતને લઈને જણાવ્યું કે સંક્રમિતોમાંથી લગભગ 200 કર્મચારીઓ રાજ્યસભાના જોવા મળે છે. બાકીના લોકો લોકસભા અને અન્ય વિભાગો સાથે સંકળાયેલા હોવાનું કહેવાય રહ્યું છે.ઉલ્લેખનીય છે કે  લોકસભા અને રાજ્યસભાએ તેમના એક તૃતિયાંશ કર્મચારીઓને ઘરેથી કામ કરવાની મંજૂરી આપી છે. જ્યારે 50 ટકા અધિકારીઓને ઘરેથી કામ કરવાની છૂટ છે. આવી સ્થિતિમાં, મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાવવું તે મોટો ચિંતાનો વિષય છે.નોંધનીય છે કે કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ કરવામાં આવે છે. ત્યારે આવી સ્થિતિમાં આ કાર્ય પડકારરુપ બને તે શક્ય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.