ધોરાજી નજીક સોની વેપારીને આંખમાં મરચુ છાંટી રૂ.42500ની લૂંટ

robbery | rajkot
robbery | rajkot

 

ઝાંઝમેરથી ઉપલેટા જતા વેપારીને આંતરી સોનાના ધરેણા સાથેના થેલાની લૂંટ: બે શખ્સો બાઈક લઈ ફરાર

 

અબતક,ધર્મેન્દ્ર બાબરીયા, ધોરાજી

ધોરાજી તાલુકાના સુપેડી ઝાંઝમેર માર્ગ પર સાંજના સુમારે સોની વેપારીને ડબલ સ્વારી બાઈક સ્વારે મારમારી પછાડી દઈ સોનાના ધરેણા અને રોકડા મળી રૂ.42550ની મત્તાની લૂંટ ચલાવ્યાની ઘટના પ્રકાશમાં આવતા નાશી છૂટેલા લૂંટારૂને ઝડપી લેવા જિલ્લામાં નાકાબંધી કરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ઉપલેટાના ઢાંક માર્ગ પર હરીકૃષ્ણ સોસાયટી માધવ પાર્કમાં રહેતા અને ઝાંઝમેર ગામે સોના-ચાંદીની દુકાન ધરાવતા રમેશભાઈ અમૃતલાલ જોગીયા નામના સોની વેપારીને આંતરી મારમારી સોનાના ધરેણા અને રોકડાની લૂંટ ચલાવ્યાની ધોરાજી પોલીસ મથકમાં અજાણ્યા બે શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં રમેશભાઈ જોગીયા ઝાંઝમેર ગામે દુકાન બંધ કરી ઉપલેટા આવી રહ્યા હતા ત્યારે સુપેડી ઝાંઝમેર માર્ગ પર પહોચ્યા ત્યારે બે બાઈક સવારોએ પછાડી દઈને થેલો અને રોકડ રૂ. 4000 લૂટ કરી નાસી ગયા અંગેની ધોરાજીના પીઆઈ. એ.બી. ગોહિલને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે જઈ તપાસ કરતા ત્યાં મરચાની ભૂકી પણ પડેલ હતી અને પોલીસે લૂંટની ઘટનાને લઈને નાકાબંધી કરી હતી અને આજુબાજુના સીસીટીવી ફૂટેજો ચેક કરવા કાર્યવાહી હાથ ધરેલ હતી. અને લૂટનો ભોગ બનનાર રાજેશભાઈ સોની એ ધોરાજી પોલીસમાં પોતાની ફરિયાદમાં 16 જોડી સાકળા, બુટી અને રોકડા રૂ.4000 મળી 46550ના મુદામાલની લૂટ કરી ગયા અંગે પોલીસ ફરિયાદ કરતા પોલીસે આઈપીસી કલમ 392 મુજબ ગુનો નોંધી આખી રાત તપાસ અંગે કામગીરી કરેલ હતી.

આ બનાવ અંગે ધોરાજીના પીઆઈ એ.બી. ગોહિલ તપાસ ચલાવી રહેલ છે.