- સગા સબંધીઓને વાત કરતા પાપી નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટ્યો
- ફરિયાદીના વાલીઓએ સમગ્ર મામલે નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ
અમરેલી પ્રાથમિક શાળાનો લંપટ અને નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ અને અડપલા કરતો હોવાની ઘટના સામે આવી છે. ત્યારે સમગ્ર મામલે બાળકીએ સગા સબંધીઓને વાત કરતા પાપી નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો. ત્યારબાદ છુપી રીતે તપાસ કરતા આરોપી મહેન્દ્ર કાવઠિયાં તેની ઓફિસમાં બાળકીઓ સાથે અડપલા કરતા જોવા મળતા વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા. ત્યારે ફરિયાદીના વાલીઓએ સમગ્ર મામલે આ નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. આ ઉપરાંત જીલ્લા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
અમરેલી પ્રાથમિક શાળાનો લંપટ અને નરાધમ શિક્ષક મહેન્દ્ર કાવઠિયા ચોથા ધોરણમાં અભ્યાસ કરતી 9 વર્ષની બે બાળકીઓ ઉપર છેલ્લા કેટલાક દિવસોથી દુષ્કર્મ અને અડપલા કરતો હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર મામલે બાળકીએ સગા સબંધીઓને વાત કરતા પાપી નરાધમ શિક્ષકનો ભાંડો ફૂટ્યો હતો બાદમાં વાલીઓને જાણ થતા છુપી રીતે તપાસ કરતા આરોપી મહેન્દ્ર કાવઠિયાં પોતાની ઓફિસ માં બાળકીઓ સાથે અડપલા કરતા જોવા મળતા વાલીઓ પણ સ્તબ્ધ બની ગયા હતા.
નિર્માણ અને પ્રલય જેની ગોદમાં ઉછરતા હોય અને ગુરુનો દરજ્જો જેને આપવામાં આવ્યો હોય તેવા શિક્ષક આ પ્રકારની હરકત કરે એ ખરેખર સમાજમાં કલંક રૂપ છે ત્યારે ફરિયાદીના વાલીઓએ સમગ્ર મામલે આ નરાધમને ફાંસીની સજા થાય તેવી માંગ કરી છે. આરોપીએ આગળ કેટલીક જગ્યાએ આવા કૃત્ય કર્યા છે તેમજ આ બાળકીઓ સાથે કેટલા સમયથી આ પ્રકારના કૃત્ય કરતો હતો તેની તપાસ તાલુકા પોલીસે હાથ ધરી છે.
અહેવાલ: પ્રદીપ ઠાકર