Abtak Media Google News

બિનઅનુભવી બોલરો પરનો વિશ્વાસ અને ફિલ્ડિંગમાં કરેલું નબળું પ્રદર્શનને ભારતે વિચારવું જરૂરી !!!

કહેવાય છે કે, ક્રિકેટ ઇઝ ધ મેન્ટલ ગેમ જે ભારત બાંગ્લાદેશ વચ્ચેના  પ્રથમ મેચમાં જોવા મળ્યું મજબૂત ગણાતી ભારતીય ટીમ છેલ્લી એક વિકેટ પણ ન લઈ શકી અને 51 રન જેટલો સ્કોર બાંગ્લાદેશના ખેલાડીઓએ કરી ભારતને એક વિકેટ એ માત પણ આપી. ત્યારે આજે બીજો વન-ડે રમાવા જઈ રહ્યો છે જેમાં પહેલા મેચમાં મોંઘા પડેલા ખતરાઓ ભારત સુધારી લેશે કે કેમ તે તો આવનારો સમય જ જણાવશે પરંતુ પ્રથમ મેચમાં ભારત દ્વારા કરવામાં આવેલા અનેકવિધ પ્રયોગો નિષ્ફળ નિવડ્યા હતા. આજના મેચમાં ભારતીય ટોપ ઓર્ડર બેટમેન ઉપર વધુ મદા રાખવામાં આવશે અને કદાચ ટીમ કોમ્બિનેશનમાં પણ બદલાવ લેવામાં આવે તો નવાઈ નહીં. ભારતીય ટીમ દ્વારા જે બિન અનુભવી બોલરોને સ્થાન આપવામાં આવ્યું અને આવશ્યક ઓબરો જ્યારે નાખવામાં આવી તે સમયે જ બાંગ્લાદેશના બેટ્સમેનઓએ સટાસટી બોલાવી હતી અને રનગતિને વધુ તીવ્ર કરી હતી પરંતુ અંતે 51 રન જે જીતવા માટે હતા અને એક વિકેટ માત્ર બાકી હતી તે વિકેટ લેવામાં પણ ભારતીય ટીમ ઉણી ઊતરી હતી.

એટલું નહીં સામે ફિલ્ડિંગમાં પણ જે રીતે ભારતીય ટીમ એ પ્રથમ વન-ડેમાં ભૂલો કરી તે ભૂલને પણ આજના મેચમાં તેઓ સુધારે તેવી શક્યતાઓ અને આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે. મુખ્ય કારણ એ છે કે આજનો મેચ જો ભારત હારી જાય તો તે શ્રેણી પણ હારી જશે માટે ભારત માટે આજનો મેચ અત્યંત મહત્વપૂર્ણ અને નિર્ણાયક છે જો આ ભારત મેચ જીતે તો હજુ શ્રેણી જીવંત રહેશે. બાંગ્લાદેશે જે રીતે મેન્ટલ ગેમ રમવાનો નિર્ણય કરી ભારતીય બેટ્સમેનોને બેકફૂટ ઉપર ધકેલ્યા એવી રીતે આજના મેચમાં પણ ભારત મેન્ટલ ગેમ રમી બાંગ્લાદેશ ઉપર હાવી થવા રમત રમશે પરંતુ પ્રથમ મેચ ભારત સામે જીત્યા બાદ બાંગ્લાદેશનો આત્મવિશ્વાસ પણ વધુ છે. ધવનનું ફોર્મ પણ ભારતીય ટીમ માટે ચિંતાનું વિષય બન્યું છે કારણ કે આટલા સમય સુધી એક પણ પ્રકારની તક આપવામાં આવી ન હતી અને જ્યારે તક આપવામાં આવી તો તેમાં તેને પણ જે પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવું જોઈએ તે કરી શક્યો ન હતો. નહીં પ્રથમ મેચમાં ભારતીય ટીમ એ ડોટ બોલો પણ ઘણા ખરા ઉભા કર્યા હતા જેથી ટીમના અન્ય ખેલાડી ઉપર પ્રેસર પણ ઉભું થયું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.