Abtak Media Google News
  • હાઇબ્રીડ ગાંજાના 14 પેકેટ કેનેડા, અમેરિકા અને થાઈલેન્ડથી આવ્યાનો ખુલાસો

અમદાવાદ શહેરમા ડ્રગ્સ અને ગાંજાની માગ સતત વધી રહી છે ત્યારે જ વિદેશથી આવેલા પાર્સલમાંથી રૂ. 1.15 કરોડના હાઇબ્રીડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા છે. આ પેકેટ કેનેડા, અમેરિકા અને થાઇલેન્ડથી પાર્સલ દ્વારા ફોરેન પોસ્ટ ઓફિસમાં પહોંચ્યા હતા. જેની વિગતો અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને કસ્ટમ્સ ઇન્ટેલિજન્સના અધિકારીઓને મળતાં તેમણે સંયુક્ત ઓપરેશન કરી આ આ જથ્થો ઝડપી લીધો છે. ગાંજો બાળકોના રમકડાં, ટેડિ બેર, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસમાં છુપાવીને મોકલવામાં આવ્યો હતો. આ પેકેટ જેના નામના હતા તે પેડલરની તપાસ ચાલી રહી છે. જો કે, તે તમામના નામ અને સરનામા ખોટા હોવાની વિગતો સામે આવી છે. હવે આ કૌભાંડની તપાસ ચાલી રહી છે.

અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને કસ્ટસ્મના અધિકારીઓેને માહીતી મળી કે વિદેશથી મોટા પ્રમાણમાં હાઇબ્રીડ ગાંજો પાર્સલ દ્વારા અમદાવાદ સ્થિત ફોરેન પોસ્ટ ઓફિસમાં આવ્યો છે. જેને પગલે અધિકારીઓએ શંકાસ્પદ પાર્સલની તપાસ શરૂ કરી ત્યારે કેનેડા, થાઇલેન્ડ અને અમેરિકાથી આવેલા 14 પાર્સલ, કે જેના પર એવી વિગતો હતી કે પાર્સલમાં બાળકોના રમકડા, ટેડિ બેર, વિટામિન કેન્ડી, લંચ બોક્સ અને લેડીઝ ડ્રેસ છે, પરંતુ તેની તપાસ કરતાં આ વસ્તુઓમાંથી છુપાવેલા હાઇબ્રીડ ગાંજાના 14 પેકેટ મળી આવ્યા હતા.

તપાસનીશ અધિકારીઓના જણાવ્યા મુજબ બજારમાં એક ગ્રામ હાઇબ્રીડ ગાંજાની કિંમત 3 હજાર રૂપિયા છે. આ જોતાં મળી આવેલા હાઇબ્રીડ ગાંજાની બજાર કિંમત 1.15 કરોડ થાય છે. આ પેકેટ જેમને મોકલ્યા છે તેની તપાસ કરવા ઉપરાંત જેમના નામે મોકલવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે. ગાંજો ખોટા નામ અને સરનામે મોકલવામાં આવ્યો હોવાનું સાબિત થઇ રહ્યુ છે. રિસિવરના નંબર પણ ખોટા છે.ઉલ્લેખનીય છે કે થોડા મહિનાં પહેલાં જ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ અને ગાંજો ઝડપી લેવામાં આવ્યો હતો. જેમના નામે મોકલવામાં આવ્યો હતો તે નામ ખોટા હતા.

પાર્સલ મોકલનાર અને લેનારના નામ- સરનામાં સહીતની વિગતો ખોટી

ગાંજાનો જથ્થો કોણે મોકલ્યો અને કોણ લેવા આવનાર હતું તેની તપાસ માટે પેકેટ પર લખવામાં આવેલી વિગતોની ખરાઈ કરતા આ વિગતો ખોટી હોવાનું સામે આવ્યું હતું. આ પેકેટ જેમને મોકલ્યા છે તેની તપાસ કરવા ઉપરાંત જેમના નામે મોકલવામાં આવ્યા હતા તેની પણ તપાસ કરવામાં આવી છે. ગાંજો ખોટા નામ અને સરનામે મોકલવામાં આવ્યો હોવાનું સાબિત થઇ રહ્યુ છે. રિસિવરના નંબર પણ ખોટા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.