Abtak Media Google News

જુનાગઢનું લઘુત્તમ તાપમાન 8.6 ડિગ્રી, ગીરનાર પર્વત પર પારો પાંચ ડિગ્રી, જામનગરમાં 12 ડિગ્રી: રાજકોટ, અમરેલી, કેશોદ સહિતના શહેરોમાં પારો ઉંચકાતા ઠંડીમાં સામાન્ય રાહત

 

અબતક,રાજકોટ

કચ્છનું નલીયા 2.5 ડિગ્રી સેલ્સીયસ લઘુતમ તાપમાન સાથે કોલ્ડ સ્ટોરેજમાં ફેરવાઈ ગયું છે.બીજી તરફ રાજકોટ, અમરેલી, કેશોદ, સુરેન્દ્રનગર સહિતના સૌરાષ્ટ્રના અન્ય શહેરોમાં તાપમાનનો પારો બેથી પાંચ ડિગ્રી સુધી ઉંચકાતા લોકોને કાતીલ ઠંડીથી થોડી રાહત મળી છે. નલીયામાં એકાએક લઘુતમ તાપમાનનોપારો પટકાતા લોકો ગાત્રો થીજાવતી ઠંડીમાં ઠુંઠવાય ગયા હતા. રાજકોટમાં આજે પારો બે ડિગ્રી સુધી ઉંચકાયો હતો. આજે ફરી સૌરાષ્ટ્રના મોટાભાગના શહેરોનું તાપમાન ડબલ ડિઝીટમાં પહોચી ગયું હતુ.

કચ્છના નલીયાનું લઘુતમ તાપમાન ગુરૂવારે 3.8 ડિગ્રી સેલ્સીયસ નોંધાયા બાદ શુક્રવારે પારોઉંચકાયો હતો. અને લઘુતમ તાપમાન 5.4 ડિગ્રીએ પહોચી ગયુંહતુ દરમિયાન આજે ફરી કોલ્ડવેવનો પ્રકોપ જોવા મળ્યો હતો. નલીયાનું લઘુતમ તાપમાન આજે 2.5 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું હતુ.

ચાલુ સાલ ચોમાસાની સીઝનનું આ સૌથી નીચું તાપમાન છે. નલીયા જાણે કોસ્ડ સ્ટોરેજમાં ફેરવાઈ ગયું હોય તેવી કાતીલ ઠંડીનો અહેસાસ લોકોએ કર્યો હતો. કચ્છમાં સિવીયર કોલ્ડવેવની આગાહી વચ્ચે ભૂજનું લઘુતમ તાપમાન 10 ડિગ્રી નોંધાયું છે.

રાજકોટમાં ગઈકાલે લઘુતમ તાપમાનનો પારો સિંગલ ડિઝીટમાં પહોચી ગયાબાદ આજે બે ડિગ્રી તાપમાન ઉંચકાયું હતુ. આજે શહેરનું લઘુતમ તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું હતુ. પવનની સરેરાશ ઝડપ 7 કિ.મી. પ્રતિ કલાક રહેવા પામી હતી. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 55 ટકા રહેવા પામ્યું હતુ સવારે 8.30 કલાકે તાપમાન 14.6 ડિગ્રી નોંધાયું હતુ.

સૌરાષ્ટ્ર સહિત રાજયના અન્ય શહેરોનાં લઘુતમ તાપમાન પર નજર કરવામાં આવે તો જૂનાગઢનું લઘુતમ તાપમાન 9.6 ડિગ્રી, ભૂજનું તાપમાન 10 ડિગ્રી, કેશોદનું તાપમાન 11.6 ડિગ્રી, જામનગરનું તાપમાન 12 ડિગ્રી, સુરેન્દ્રનગરનું તાપમાન 12 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.4 ડિગ્રી, કંડલા એરપોર્ટ પરનું તાપમાન 10.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 13.4 ડિગ્રી, ડિસાનું તાપમાન 8.8 ડિગ્રીને અમદાવાદનું તાપમાન 12.7 ડિગ્રી સેલ્સીયસ નોંધાયું છે.

હજી બે દિવસ રાજયમાં કોલ્ડવેવની સ્થિતિ યથાવત રહેશે રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના શહેરોમાં લઘુતમ તાપમાનનો પારો ઉંચકાયો છે.

જયારે કચ્છમાં નલીયા અને ભૂજમાં સિવીયર કોલ્ડવેવ જોવા મળી રહ્યું છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીર સહિતના પહાડી રાજયોમાં બરફ વર્ષાના કારણે આગામી દિવસોમાં પણ ઠંડીનો નવો રાઉન્ડ આવશે તેવી પ્રબળ સંભાવના રહેલી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.