Abtak Media Google News

ગંગા અભિષેક પણ બંધ: સોમવાર અને તહેવારોમાં મંદિર 11 દિવસ સવારે 4થી રાત્રિના 10 વાગ્યા સુધી ખૂલ્લુ રહેશે

પવિત્ર પાવનકારી શ્રાવણ માસમાં પ્રથમ જ્યોર્તિંલીંગ એવા સોમનાથ મહાદેવને રોજ નવા શ્રૃંગાર કરવામાં આવશે. દર્શન-આરતી માટે ભાવિકો ઉભા રહી શકશે નહીં. ગંગા અભિષેક પણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજે સવારે મહામૃત્યુંજય યજ્ઞ, સવા લક્ષ બિલ્વપૂજા અને નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું.

શ્રાવણ માસ દરમિયાન સવારે 6:15 કલાકે મહાપુજન, 7 કલાકે આરતી, 7:45 કલાકે સવાલક્ષ બિલ્વાર્ચન, સવારે 9 કલાકે રૂદ્રપાઠ, મૃત્યુંજન પાઠ, 11 વાગ્યે મધ્યાહન મહાપુજા, મહાપુજન, મહાદુગ્ધ અભિષેક, 12 વાગ્યે મધ્યાહન આરતી, સાંજ 5 થી 8 સાથે શ્રૃંગાર દર્શન-દિપમાળી અને સાંજે 7 વાગ્યે સાથે આરતી કરાશે.

પ્રથમ આદિ જ્યોર્તિંલીંગ ભગવાન શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ ઉત્સવની ઉજવણી થશે. પૂજાવિધિ જેમાં મહામૃત્યુંજય, મંત્રજાપ, યજ્ઞ, ધ્વજારોહણ, શૃંગાર દર્શન પૂજા, સવાલક્ષ બિલ્વપૂજા, સોમેશ્ર્વર મહાપુજા સહિત પુજાવિધિઓ શ્રધ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી ઓનલાઇન પૂજાવિધી નોંધાવી શકશે.

વિશેષમાં ઓનલાઇન પૂજાવિધિ નોંધાવનારને ઝુમ એપના માધ્યમથી ઘરે બેઠા પૂજાવિધીનો ઇ-સંકલ્પ કરાવવામાં આવશે.આ શ્રાવણ માસ દરમિયાન એક અંદાજ પ્રમાણે 10 લાખથી વધારે શ્રધ્ધાળુઓ દર્શનાર્થીઓ દર્શનનો લાભ લેશે. દર્શન બાદ યાત્રીઓ મંદિર પરિસરમાં ક્યાંય રોકાઇ શકશે નહિં. વધુ પડતા દર્શનાર્થીઓને ધ્યાનમાં લઇ શ્રાવણ માસ દરમિયાન ગંગાજળ અભિષેક બંધ રહેશે.

આ શ્રાવણ માસમાં ખાસ લોકો ઓમ નમ:શિવાયની (માળા) જાપ કરી શકેતે માટે મંત્ર જાપ કુટીરની વ્યવસ્થા સરદારશ્રી પ્રતિમા નજીક ગોઠવવામાં આવેલ છે.

શ્રાવણ માસ દરમ્યાન ભક્તો સોશ્યલ મીડિયાા માધ્યમથી દર્શન અને આરતીનો લ્હાવો લઇ શકે તે માટે ટ્રસ્ટના ફેસબુક @SomnathTempleOfficaial   ટ્વીટર @Somnath Temple યુ-ટ્યુબ Somnath temple-Official ઇન્સ્ટાગ્રામ @SomnathTempleOfficial વોટ્સએપ તથા ટેલીગ્રામમાં 9726001008- સોમનાથ યાત્રા મોબાઇલ એપ્લીકેશન – ટ્રસ્ટની વેબસાઇટ WWW.SOMNATH.ORG પરથી મળી રહે તે માટે મંદિર અને આઇટી ટીમ દ્વારા વિશેષ વ્યવસ્થા ગોઠવવામાં આવનાર છે.

શ્રી ભાલકાતીર્થી, ગીતા મંદિર, શ્રી ગોલોકધામ તીર્થ ખાતે શ્રાવણ પર્વે શ્રાવણ સુદ એકમથી શ્રાવણ વદ અમાસ સુધી વિશિષ્ટ હિંડોળા દર્શનનું ધાર્મિક આયોજન કરવામાં આવેલ છે.શ્રાવણ માસ દરમ્યાન દરરોજ ભગવાન સોમનાથ મહાદેવને વિશિષ્ટ શૃંગારોથી અલગ-અલગ શણગાર કરવામાં આવશે. આ શૃંગારના નિયત કરેલ ન્યોછાવર આપી ભક્તજનો યજમાન બનવાનો લાભ લઇ શકશે. શ્રાવણ માસ દરમ્યાન મહામૃત્યુંજય યજ્ઞમાં યાત્રિકો હોમ કરી લાભ લઇ શકશે.શ્રાવણ સોમવાર તથા તહેવારોના દિવસોમાં શ્રી સોમનાથ મંદિર તથા શ્રી અહલ્યાબાઇ મંદિર સવારે 4:00 વાગ્યાથી રાત્રે 10:00 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. આ સિવાયના દિવસોમાં મંદિર 5:30 કલાકે ખૂલશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.