- અપર મિડવેસ્ટ અને ગ્રેટ લેક્સ જેવા મેદાનો માટે હિમવર્ષાની ચેતવણી: ઠંડા પવનોનો જેટ પ્રવાહ અમેરિકા અને યુરોપ તરફ આગળ વધશે તો સ્થતિ ખરાબ થશે અને જનજીવન પર અસર થશે
ઉત્તર ધ્રુવ એટલે કે આર્કટિકમાંથી આવતા ઠંડા પવનો અમેરિકા, કેનેડા અને યુરોપ તરફ આવવાની સંભાવના છે એટલે શું આ પ્રદેશોમાં ફરી બરફની ચાદર છવાઈ જશે?અપર મિડવેસ્ટ અને ગ્રેટ લેક્સ જેવા મેદાનો માટે હિમવર્ષાની ચેતવણી જાહેર કરવામાં આવી છે. બર્ફીલા પવનો સાથે સાથે હિમવર્ષાની પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે.માર્ચના મધ્યમાં ધ્રુવીય વમળનું પતન થવાની ધારણા છે, જેનાથી સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં મુસાફરીમાં મોટા અવરોધો સર્જાશે. અતિ ભારે ઠંડી યુકે અને યુરોપ પર પણ તેની અસર ફેલાવી શકે છે. 2025ના વર્ષમાં આ બીજીવાર થશે, અગાઉ જયારે આવું થયું ત્યારે ઉત્તર અમેરિકામાં ઠંડકની સ્થિતિ અને પરિવહનમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. એ વાત સાચી છે કે આર્કટિક બ્લાસ્ટને કારણે સર્જાયેલું બોમ્બ ચક્રવાત શક્તિશાળી છે. પરંતુ શિયાળામાં આવી કુદરતી ઘટનાઓ સામાન્ય છે. અમેરિકામાં આર્કટિક બ્લાસ્ટને કારણે શિયાળામાં આવા તોફાનો આવતા રહે છે. ઠંડા પવનોનો જેટ પ્રવાહ અમેરિકા અને યુરોપ તરફ આગળ વધવાનું શરૂ કરે છે. જેના કારણે સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ શકે છે. અગાઉ 1983માં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું અને 2014માં ધ્રુવીય વમળમાં તાપમાન એટલું નીચું ગયું હતું.
ધ્રુવીય વમણ શું છે?
જ્યારે ધ્રુવીય પ્રદેશોમાંથી ઠંડા પવનો નીકળે છે ત્યારે આર્કટિક વોર્ટેક્સ અથવા પોલર વોર્ટેક્સ કહેવામાં આવે છે. પરંતુ તેમના બહાર નીકળવાનું કારણ ધ્રુવો પરના વિશાળ વિસ્તાર પર સર્જાયેલ નીચા દબાણનું ક્ષેત્ર છે. તે હંમેશા ધ્રુવો નજીક રચાય છે. ઉનાળામાં નબળા પડી જાય છે. શિયાળામાં મજબૂત. વોર્ટેક્સ એટલે પવનનું ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફેરવવું. જેના કારણે ધ્રુવ અને તેની આસપાસના વિસ્તારોમાં ઠંડીમાં વધારો થયો છે.આ હવામાન પાછળનું મુખ્ય કારણ આર્કટિકમાંથી આવતો પવન છે.કેટલાક સમય માટે, આર્કટિક પ્રદેશમાંથી ઠંડી હવાનો ઝાપટો ગરમ પ્રદેશો તરફ ઝડપથી આગળ વધે છે. જેના કારણે 24 કલાકમાં તાપમાન માઈનસ થઈ જાય છે. ચારે બાજુ બરફ જમા થાય છે. ભયંકર હિમવર્ષા થઈ રહી છે. ઠંડા પવનો ફૂંકાય છે. આ સ્થિતિ ઠંડા પવનો પૂર્ણ થયા ત્યાં સુધી ચાલુ રહે છે.રસ્તાઓ પર નીકળતા લોકોને મુસાફરી ન કરવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે તેઓ ફસાઈ શકે છે.
કોને સૌથી વધુ અસર થશે?
ધ્રુવીય હવાનો સમૂહ ઉત્તર અમેરિકા અથવા યુરેશિયાના દક્ષિણ પ્રદેશો તરફ આગળ વધશે. જેના કારણે ચોક્કસ વિસ્તારોમાં હિમવર્ષા થવાની શક્યતા ખુબ જ વધી જશે. કેટલાક સમય માટે, આર્કટિક પ્રદેશમાંથી ઠંડી હવાનો ઝાપટો ગરમ પ્રદેશો તરફ ઝડપથી આગળ વધે છે. જેના કારણે 24 કલાકમાં તાપમાન માઈનસ થઈ જાય છે. ચારે બાજુ બરફ જમા થાય છે. ભયંકર હિમવર્ષા થઈ શકે છે અને ઠંડા પવનો ફૂંકાય છે. આ સ્થિતિ ઠંડા પવનો પૂર્ણ થયા ત્યાં સુધી ચાલુ રહે છે.