‘અબતક’ સુરભીમાં ખેલૈયાઓ ‘નવરાત્રી’ને રોકી રાખવાના મુડમાં….!

મહાનુભાવોની ઉપસ્થિતિમાં ખેલૈયાઓનો જુસ્સો જાણે સાતમાં આસમાને પહોંચી જાય તેવો માહોલ ગ્રાઉન્ડમાં જોવા મળ્યો

વિકેન્ડની રજાઓમાં શહેરનાં મોટાભાગનાં યુવા ખેલૈયાઓ અબતક સુરભી રાસોત્સવમાં આવી પહોંચ્યા અને વિવિધ સ્ટેપ સાથે ગરબે રમી મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા

‘અબતક’ સુરભી રાસોત્સવ અંતિમ ચરણોમાં હોય ખેલૈયાઓ મનમૂકીને રમી લેવા ઉત્સુક બન્યા છે. કાલે દશેરા અને આજે નવરાત્રીનો અંતિમ દિવસ હોય ખેલૈયાઓ ભરપૂર ગરબે રમી નવરાત્રીનો આનંદ લૂંટી લેશે.

ખેલૈયાઓ નવરાત્રીના નવ નવ દિવસો ગરબે રમ્યા બાદ આજે અંતિમ દિવસોમાં બેવડા આનંદથી ઠુમકા લગાવવા સજજ થશે. ‘અબતક’ સુરભી રાસોત્સવ નિહાળવા પણ મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

તાજેતરમાં રાજકોટ જિલ્લા કલેકટર, મ્યુનીસીપલ કમિશ્નર, શહેર ભાજપના આગેવાનો, નામાંકિત રાજકીય અગ્રણીઓ, સેવાભાવીએ સમાજ શ્રેષ્ઠીઓ સહિતનાઓએ ‘અબતક’ સુરભીમાં રાસોત્સવને મનભરીને નિંહાળ્યો હતો.

મહાનુવોની ઉપસ્થિતિમાં ખેલૈયાઓનો જુસ્સો જાણે સાતમાં આસમાને પહોચી જાય તેવો માહોલ વિશાળ ગ્રાઉન્ડમાં જોવા મળે છે. ‘અબતક’ સુરભીના મહેમાનોએ પણ ભવ્ય અને સુંદરઆયોજનને બિરદાવ્યો છે.

‘અબતક’ સુરભી પ્રસ્તુત નીખીલ નવરાત્રી મહોત્સવમાં ખેલૈયાઓ નીતનવા ટ્રેડીશ્નલ કપડા પહેરી ઝુમી ઉઠે છે.

રોજે રોજ ખેલૈયાઓનો ઉત્સાહ વધારવા વિજેતાઓને પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવી રહ્યા છે. ખેલૈયાઓ નવરાત્રીના અંતિમ તબકકાને જાણે રોકી રાખવા માગતા હોય તેમ નવરાત્રીનો ડબલ આનંદ લૂંટી રહ્યા છે.

અબતક સુરભી રાસોત્સવમાં સૌથી વધુ ખેલૈયાઓની સુવિધાઓ, સેફટીને ધ્યાનમાં રાખવામાં આવે છે. મહિલાઓ અહીં નિશ્ર્ચિત બની ગરબે રમી રહી છે. આ ઉપરાંત ચુસ્ત બંદોબસ્ત, વિશાળ પાર્કિંગની વિશેષ સુવિધા આપવામાં આવી રહી છે.

વિકેન્ડની રજાઓમાં શહેરનાં મોટાભાગનાં યુવા ખેલૈયાઓ અબતક સુરભી રાસોત્સવમાં આવી પહોંચ્યા હતા અને વિવિધ સ્ટેપ, ગરબે રમી મહોત્સવને ચાર ચાંદ લગાવ્યા હતા. નવરાત્રી મહોત્સવ અંતિમ દિવસોમાં હોય શહેરમાં દિવસ કરતા રાત્રીનો ટ્રાફિક વધુ જોવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રનાં નંબર વન અર્વાચીન રાસોત્સવનાં અંતિમ તબકકામાં મહાનુભાવોનો પણ જમાવડો જોવા મળ્યો હતો. ખેલૈયાઓને પ્રોત્સાહિત કરતા મહાનુભાવોએ અબતક સુરભી પ્રસ્તુત નિખીલ નવરાત્રી રાસોત્સવને ખુબ વખાણ્યો પણ છે. રોજેરોજ ખેલૈયાઓને લાખેણા ઈનામો આપી નવાજવામાં આવી રહ્યા છે.

જજ માટે પણ ખેલૈયાઓની પસંદગી કરવી એ આકરું બની ગયું છે. ટ્રેડીશ્નલ પોશાકમાં સજજ ખેલૈયાઓ અને વિવિધ ઓર્નામેન્સ્ટમાં ખેલૈયાઓનો વેલડ્રેસ પણ સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર બને છે.

અબતક સુરભી રાસોત્સવમાં ખ્યાતનામ કલાકારો આશિફ જેરીયા, દેવાયત ખવડ, અશફાકખાન, શેખર ગઢવી, હિના હિરાણી વગેરે કલાકારો જયારે કાલુ ઉત્સાદ સહિતનાં સાંજીદાઓ ગ્રાઉન્ડમાં ઉભેલા લોકોને ફિરકવા મજબુર બનાવી દે છે. નવરાત્રીનાં દિવસો પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે ખેલૈયાઓ પણ મન મુકીને ગરબે રમી લેવા ઉત્સુક બન્યા છે છેલ્લા ઘણા વર્ષોથી ચુસ્ત સિકયોરીટી, પારીવારીક માહોલે અબતક સુરભી રાસોત્સવની અલગ જ ઓળખ ઉભી કરી છે. મોટાભાગનાં ખેલૈયાઓ એકવાર અહીં ગરબે રમ્યા બાદ બીજે કયાંય ગરબે રમવા જવાનું પસંદ કરતા નથી.