Abtak Media Google News

કોર્પોરેશનમાં નવી જગ્યાઓ ઉભી કરાશે: વિવિધ વિભાગોના જાણકાર અધિકારીઓની નિમણુંક કરશે રાજ્ય સરકાર

રાજકોટ સહિત રાજ્યની તમામ આઠેય મહાનગરપાલિકામાં પેટા સમિતિઓની મુદત હવે એક વર્ષના બદલે અઢી વર્ષ કરવામાં આવશે.

રાજ્યના શહેરી વિકાસ રાજ્ય મંત્રી શંકરભાઇ ચૌધરીએ જણાવ્યું છે કે,રાજ્યના શહેરો-નગરોનાં સુગ્રતિ વિકાસ માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશિલ છે. કોર્પોરેશનોમાં વિવિધ કામોમાં વેગ આવે તે માટે રાજ્યના તમામ કોર્પોરેશનમાં નિમાતી વિવિધ સમિતિઓની મુદત અઢી વર્ષ કરવાનો રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે.

વિધાનસભા ખાતે ગુજરાત પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વિતિય સુધારા વિધેયક રજૂ કરતાં મંત્રી  ચૌધરીએ ઉમેર્યુ હતુ કે, કોર્પોરેશનમાં તેમજ સનિક મંડળોના વહીવટમાં એકસુત્રતા લાવવા માટે આ નિર્ણય કરાયો છે. ગુજરાત સનિક સત્તા મંડળ કાયદા અધિનિયમ ૨૦૧૫ ી સયી સમિતિ, વાહનવ્યવહાર સમિતિ અને કોર્પોરેશનની ખાસ સમિતિના સભ્યોની મુદત અઢી વર્ષ રાખવાની જોગવાઇ કરી છે.

પરંતુ જૂનાગઢ કોર્પોરેશનના કિસ્સામાં સામાન્ય ચૂંટણીઓ આ સુધારા અધિનિયમના આરંભની તારીખ પહેલા યોજાઇ હતી. તેી સુધરા અધિનિયમના આરંભની તારીખ અમલમાં હોય તેવી જોગવાઇી ચાલુ રહ્યુ છે તેી રાજ્યની તમામ કોર્પોરેશનની આ સમિતિઓના સભ્યોની મુદતમાં એકરૂપતા લાવવા માટે આ સુધારો કરાયો છે.

તેમણે ઉમેર્યુ કે, રાજ્ય સરકારના મુખ્ય ફ્લેગશીપ કાર્યક્રમોના વધુ માત્ર સારા અમલ માટે અને રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારની એજન્સીઓ સો વધુ સારૂ સંકલન સાધવા માટે કોર્પોરેશનમાં નવી જગ્યાઓ ઉભી કરાશે. આ જગ્યાઓ પર રાજ્ય સરકારના વિવિધ વિભાગોની જાણકારી અને અનુભવ ધરાવતા રાજ્ય સેવાઓને અધિકારીઓને, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાયબ મ્યુનિસિપલ કમિશનર, મદદનીશ મ્યુનિસિપલ કમિશનર અવા તેવા બીજા અધિકારીઓની જગા ઉભી કરી નિમણૂંક અપાશે તેમ તેમણે ઉમેર્યુ હતું. આ સુધારા વિધેયક બહુમતીી પસાર કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ મહાપાલિકાઓમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તથા ડેપ્યુટી મેયરની મુદત અઢી વર્ષની છે હવે તમામ સમિતિના ચેરમેનની મુદ્દત અઢી વર્ષની કરવામાં આવશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.