શિક્ષણને ગુણવત્તાની સાથે આધુનિક બનાવવાની નેમ, રૂ. 32 હજાર કરોડનું ભંડોળ ફાળવાયું

3400 સરકારી શાળાઓમાં તમામ જરૂરી સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1200 કરોડ ફાળવાયા

ધો. 1 થી 8 ના 4પ લાખ બાળકોને મઘ્યાહન, અન્ન સંગમ, દુધ સંગમની સહિતની યોજના નો લાભ આપવા માટે રૂ. 1044 કરોડની ફાળવણી

શિક્ષણને ગુણવત્તાયુકત બનાવવાની નેમ સાથે રાજય સરકારે બજેટમાં શિક્ષણ વિભાગ માટે રૂ. 32,719 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. જેમાં 3400 સરકારી શાળાઓમાં તમામ જરુરી સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1ર000 કરોડ, ધો. 1 થી 8 ના 4પ લાખ બાળકોને મઘ્યાહન, અન્ન સંગમ, દુધ સંજીવની સહિતની યોજનાનો લાભ આપવા માટે રૂ. 1044 કરોડ તથા રાઇટ-ટુ-એજયુકેશન એકટ અંતર્ગત રૂ. 567 કરોડ ફાળવવામાં આવ્યા છે. નાણામંત્રી નીતીનભાઇ પટેલે જણાવ્યું કે શિક્ષણ એ સતત વિકાસની પ્રક્રિયા છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતી દ્વારા શિક્ષણ પઘ્ધતિમાં આગામી સમયને જરુરીયાત ઘ્યાને લઇ ક્રાંતિકારી ફેરફારો સુચવવામાં આવ્યા છે. માતૃભાષામાં શિક્ષણ અને પૂર્વ પ્રાથમિક શિક્ષણ સાથે આધુનિક યુગને અનુરુપ શિક્ષણ પઘ્ધતિને પરિવર્તનશીલ બનાવવામાં આવેલ છે. મિશન સ્કૂલ્સ ઓફ એકસેલન્સ ગુજરાતના વિઘાર્થીઓને અદ્યતન શિક્ષણ પ્રદાન કરવાની દિશામાં મહત્વનું પગલું છે. બાળકોના સર્વગ્રાહી વિકાસ સાથે ઉત્તમ શિક્ષણ પ્રદાન કરવા માટે 3400 શાળાઓમાં જરુરી તમામ સુવિધાઓ વિકસાવવા પાંચ વર્ષ માટે રૂ. 1207 કરોડનું આયોજન ધરાયું છે. ધો. 1 થી 8 ના આશરે 45 લાખ બાળકોને મઘ્યાનહન ભોજન યોજન, અન્ન સંગમ યોજના, દૂધ સંજીવની યોજના અને સુખડી યોજના અંતર્ગત કુલ રૂ. 1044 કરોડની જોગવાઇ કરાઇ છે. રાઇટ-ટુ-એજયુકેશન એકટ અંતર્ગત રાજયમાં ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવવા વિઘાર્થીઓ માટે રૂ. 567 કરોડની જોગવાઇ કરી છે. મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યછજના અંતર્ગત ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમોમાં વિઘાર્થીઓને ટયુશન ફી તથા હોસ્ટેલ અને ભોજન ખર્ચમાં શિષ્યવૃતિ સહાય રુપે રાહત પૂરી પાડવા માટે રૂ. 287 કરોડની ફાળવાયા છે. 11 લાખ કરતાં વધુ વિઘાર્થીઓને એસ.ટી. બસ ફ્રી પાસ ક્ધેસશન માટે રૂ. 205 કરોડની જોગવાઇ કરાઇ છે. કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવતા અંદાજીત ત્રણ લાખ વિઘાર્થીઓને ટેબ્લેટ આપવા રૂ. ર00 કરોડની જોગવાઇ કરી છે. હયાત નિવાસી શાળાઓ જેવી કે, કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલય, મોડેલ કુલ અને આશ્રમ શાળાઓ ખાતે ઉત્તમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે હેતુથી વિશાળપાયે માળખાગત સુવિધાઓ ઉભી કરવાની યોજના માટે રૂ. 80 કરોડની જોગવાઇ કરી છે. રાજયની ર00 પ્રાથમિક શાળાઓ ખાતે વીજળી કરણ અને પીવાના પાણીની સુવિધા માટે રૂ. 7ર કરોડની જોગવાઇ કરી છે. માઘ્યમીક અને ઉચ્ચતર માઘ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા તમામ ઓગણીસ લાખ કરતાં વધુ વિઘાર્થીઓને વિના મૂલ્યે પાઠયપુસ્તકો પૂરા પાડવા રૂ. 65 લાખની જોગવાઇ કરી છે. જે બાળકોને ઘરનું અંતર તેમની શાળાથી 1 કીલોમીટર કરતાં વધુ હોય તેવા દોઢ લાખથી વધુ બાળકોને વાહનવ્યવહારની સુવિધા આપવા માટે રૂ. 60 કરોડની જોગવાઇ કરી છે. ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારના વારસાગત સ્થાપત્ય ધરાવતી ખુબ જુની શાળાઓનું મહત્વ અનેરું છે આ શાળાઓને હેરિટેજ સ્કુલ તરીકે નવીનીકરણ કરવા માટે રૂ. રપ કરોડની જોગવાઇ કરી છે. રાજયની વિવિધ યુનિવસિટી ખાતે પીએચડી ડીગ્રી માટે સંશોધન કરતા વિઘાર્થીઓ માટે શોધ યોજન અંતર્ગત રૂ. ર0 કરોડની જોગવાઇ કરી છે. વિઘાર્થીઓમાઁ સુષુપ્તાવસ્થામાં રહેલ શોધ ભાવનાને પ્રોત્સાહન આપી અવનવા વિચારોના સર્જનથી સ્ટુડનટ સ્ટાર્ટઅપ વિકસાવવા માટે પહેલ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજય છે. આ નીતી અંગર્ત અંદાજીત 14 લાખ વિઘાર્થીઓ માટે રૂ. ર0 કરોડની જોગવાઇ કરી છે. આઇઆઇટી એન્જીનીયરીંગ અને મેડીકલ પ્રવેશ પરીક્ષા તથા અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે રાજયની સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધો. 11 થી 1ર માં અભ્યાસ કરતા વિઘાર્થીઓને નિવાસી શિક્ષણની વ્યવસ્થા અને ઓનલાઇન ડિસ્ટન્સ લનીંગની સુવિધા પુરી પાડવાની યોજના માટે રૂ. ર0 કરોડની જોગવાઇ કરી છે. અભિરુચી ધરાવતાં બાળકોને સંસ્કૃત શિક્ષણમાં જોડવા પ્રોત્સાહન આપવા અને શ્રેષ્ઠ આચાર્યો તૈયાર કરવાના હેતુથી 37 સંસ્કૃત પાઠશાળાઓના સુદ્રઢીકરણ માટે મિશન ગુરુકુળ યોજના અંતર્ગત રૂ. 10 કરોડની જોગવાઇ કરી છે.

રાઇટ-ટુ-એજયુકેશન એકટ અંતર્ગત ખાનગી શાળાઓની ફી ભરપાઇ કરવા રૂ. 567 કરોડની જોગવાઇ

નિવાસી શાળાઓમાં સુવિધા વધારવા રૂ. 80 કરોડ ફાળવાયા

રાજય સરકારે નિવાસી શાળાઓમાં સુવિધા વધારવા રૂ. 80 કરોડ ફાળવ્યા છે. હયાત નિવાસી શાળાઓ જેવી કે કસ્તુરબા ગાંધી બાલિકા વિઘાલય, મોડેલ સ્કુલ, આશ્રમ શાળાઓ ખાતે ઉતમ પ્રકારનું નિવાસી શિક્ષણ મળે તે માટે માળખાગત સુવિધાઓ ઉભી કરવામાં આવશે.

જુની શાળાઓને હેરીટેજ સ્કુલ તરીકે વિકસાવાશે

નાણામંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે જુની શાળાઓ છે જે ઐતિહાસિક મહત્વ અને વિશેષ પ્રકારનું વારસાગત સ્થાપત્ય ધરાવે છે. તેનું મહત્વ અનેરું છે. આવી શાળાઓને હેરિટેજ સ્કુલ તરીકે વીકસાવવામાં આવશે. જેથી આપણો વારસો શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલો રહે અને સલામત રહે આ પ્રકારની જુની શાળાઓના નવીનીકરણ માટે રાજય સરકાર રૂ. 30 કરોડ ફાળવે છે.