નવી શિક્ષણ નીતિમાં ‘બેગલેસ અભ્યાસ’ભણતરનો ભાર વધારશે કે ઘટાડશે ?

ધો.6 થી 8ના વિદ્યાર્થીઓને સહઅભ્યાસિક પ્રવૃત્તિ સાથે વ્યવસાયિક વિષયોની પ્રેકિટકલ તાલીમ અપાશે: શિક્ષણ સિવાયની બીજી લાઈફ સ્કીલનો છાત્રોમાં વિકાસ અતિ મહત્વનો

 

વાર્ષિક આયોજનની એક હજાર કલાક પૈકી ઈત્તર પ્રવૃત્તિઓ માટે ખાસ સમય ફાળવવાની યોજના: એકિટવિટીબેઝ લર્નીંગ સાથે રસમય શિક્ષણ છાત્રોના વિકાસ માટે ખૂબજ જરૂરી:   ભણતરનો ભાર ઘટાડવા માટે જોયફુલ  લર્નીંગ માટે તલસ્પર્શી  અભ્યાસક્રમ જરૂરી

આપણી શિક્ષણ વ્યવસ્થામાં 2020થી  સતત બદલાવની વાતો આવતી જ રહે છે. સર્વશિક્ષા અભિયાનનાં ભાર વગરના ભણતરની સંકલ્પની સામે  આજે પણ પ્રાથમિક શાળાના બાળકોની  સ્કુલ બેગનો ભાર વધુ જોવા મળે છે.  શાળામાં તાસ પધ્ધતિ હોવા છતાં સ્કુલ બેગ કયારેય હલકી ન થઈ સરકારી શાળા કરતા ખાનગી   શાળા દફતર વધુ ભાર વાળા જોવા મળે છે.તેના કારણમાં રાજય પાઠય પુસ્તક મંડળ સિવાયનાં   ઘણા પુસ્કોનો સંચાલકોનો આગ્રહ ફતરનો ભાર વધારી રહ્યો છે.નવી શિક્ષણનીતિમાં હવે સરકારી કે ખાનગી  બંને માટે  નિયમ બધ્ધ રહેવું   ફરજીયાત બનાવવું જોઈએ.

તાજેતરમાં  બેગ લેસ અભ્યાસનો નવો ક્ધસેપ્ટ ધો. 6 થી 8 માટે નવા સત્ર જૂન 2023થી લાગુ પડવાનો છે,જે ભણતરનો ભાર વધારશે કે ઘટાડશે તે મોટો પ્રશ્ર્ન છે કારણ કે   કોર્ષપૂરો  કરવાની ચિંતામાં   ધણી બધી પરિપત્રો  આધારીત પ્રવૃત્તિઓ કરવાની  રહી જતી હોય છે. ધોરણવાઈઝ વય કક્ષા મુજબનો અભ્યાસક્રમ, માળખુ અને  તેની સીસ્ટમમાં બાલ મનોવિજ્ઞાન આધારીત   બદલાવ  લાવવો જ પડશે.  દરેક બાળકને  શિક્ષણ સાથે જીવનમાં ઉપયોગી   વિવિધ તાલીમ મળે તો   ભવિષ્યમા તેને મુશ્કેલી પડતી નથી.

ઈત્તર પ્રવૃત્તિ સાથે જવિવિધ જીવન કૌશલ્યોનો વિકાસ તેનો સર્વાંગી વિકાસ કરતો હોવાથી પ્રવૃત્તિમય   શિક્ષણ  ખૂબજ ફાયદાકારક ગણાય છે.   નવી યોજનામાં બંને સત્રમા કુલ 10 દિવસ બેગલેસ અભ્યાસક્રમમાં આવી વ્યવસાયીક તાલીમ છાત્રોને અપાશે. એકિટવીટી બેઝ લર્નીંગ કે પ્રવૃત્તિમય શિક્ષણ સાથે જોયફુલ લર્નીંગમાં  વિવિધ રસમય ટેકનીક  ભળે તો છાત્રોનો શિક્ષણમાંરસ   જળવાઈ રહે છે અને તે શાળા છોડી  દેતો નથી ગરીબમાં બાપના છોકરા પ્રાથમિક શિક્ષણ પણ પુરૂ કરતા નથક્ષને અધ વચ્ચે   શાળા છોડીને મા-બાપ ભેગા આર્થિક ઉપાર્જન માટે નિકળી પડે છે.

આ યોજના આવી  પહેલા પણ બગીચાનું કામ સ્વચ્છતા બાળ મેળા લાઈફસ્કિલ મેળા જેવી  વિવિધ  પ્રવૃત્તિથી જ   હતી, પણ હવે તેને   યોજનારૂપી ટેકો મળતા બાળકોની સ્કીલ વધુ ખીલશે એ નકકી છે.  લાઈફ સ્કીલ મેળામાં બટન ટાંકતા, તોરણ બનાવા, ઈલેકટ્રીકનો ફયુઝ બાંધવા જેવી બૂનિયાદી ક્રિયાની માહિતી  આપવામાં આવતી હતી. વિદેશોમાં  વેકેશન હોય ત્યારે   બાળકો અને  શિક્ષકો આવા જીવન   કૌશલ્યો આધારીત તાલીમ કેમ્પોમાં જોડાઈને બાળકોને ઘણુુ જ્ઞાન આપે છે. આપણે ત્યાં વેકેશનમાં વિવિધ  સંસ્થા  સ મર કેમ્પો ફી લઈને  યોજે છે.

શિક્ષક કે   શાળાએ  બાળકોને શિક્ષણ સિવાય એવી  ઘણી બધી વસ્તુઓ (સ્કીલ) શીખવવાની છે. જેના થકી તે   દેશનો શ્રેષ્ઠ નાગરીક બનીને તેના પરિવારને મદદરૂપ થઈશકે છે.  ધો.1 થી 5 કરતા  ધો.6 થી  8નો  ઉચ્ચ પ્રાથમિક   શિક્ષણનો ગાળો આવું શિખવા  માટેનો બેસ્ટ   એટલા માટે ગણી  શકાય જેમાં છાત્રોની   ઉંમર 12 કે 13 વર્ષની હોવાથી તે ઝડપથી  શીખી શકે છે.

છાત્રોને હસ્તકલાના વિવિધ નમુના, રાષ્ટ્રીય સ્મારકોની   મુલાકાત,  વેસ્ટમાંથી  બેસ્ટ,   એજયુકેશન ગેમ્સ,   સંગીત-સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,   તહેવાર ઉજવણી, લોકલ કારીગરો સાથે કામગીરી, પ્રોજેકટ આધારીત પ્રવૃત્તિ કે શાળા આસપાસના મોટા ઔદ્યોગિક એકમની મુલાકાત લઈને શિક્ષણનાં   ચોપડા સિવાયનું  ઘણુ જ્ઞાન   આપી શકાય છે.   આ માટે નવી શિક્ષણ નીતિમાં   વિવિધ જોગવાઈનો ભાગરૂપે   નવાસત્ર જૂન 2023 થી ઘણું   બદલાવવાનું છે.

દરરોજના છ કલાક બાળકો અને શિક્ષકો શાળામાં  વિતાવે છે. જેને કારણે  કાર્યના દિવસોની 1500થી વધુ કલાકમાં તમામ વિષય ટેસ્ટ વિગેરે પૂર્ણ કરવાનું હોય છે. શાળા પ્રારંભે ઘણા વખત  શાળા તત્પરતા કાર્યક્રમ યોજવામાં આવે છે.જેનો હેતુ બાળકને  શાળાએ આવવું ગમે  જેમાં પણ વિવિધ પ્રવૃત્તિ ઓ કરાવીને છાત્રોમાં  શિક્ષણ પ્રત્યે રસ પેદા કરાય છે.બાળકની કોઈ પણ પ્રવૃત્તિ તમે કરાવો તોતેમાં બાળકોની રસ-રૂચિ-એકાગ્રતા કાર્ય કરવાની પધ્ધતિ ચિવટ, ઉત્સાહ જેવા ઘણા ગુણો તેના સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનથી ખબર પડે છે.બાળક વિષયમાં થોડો નબળો હોયતો  ચાલે પણ  ઈતરપ્રવૃત્તિમાંથતી   વિવિધ  એકિટીવીટીરમાં 100 ટકા ભાગ લે તો જ તેનો સર્વાંગી વિકાસ ઝડપી થઈ શકે,  શાળાકીય સહ અભ્યાસિક પ્રવૃત્તિ જ શિક્ષણને  ટકાઉ અને રસમય  બનાવે છે.  સરકારી શાળાનાં ઝુપડપટ્ટીમાં રહેતા ઘણા બાળકોમાં કેશિયો વગાડવાની  મૂર્તિ બનાવવાની, ફરકડી બનાવવાની, કુંડા કે  ગરબા રંગવા જેવી ધણી   કામગીરી આવડતી હોય છે.  જેને પ્રોત્સાહિત  કરવામાં આવે તો  ઘણો આગળ જઈ શકે તેમ હોય છે.

 

સ્કુલોમાં જ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ

 

વર્ષો પહેલા વિવિધ લક્ષી હાઈસ્કુલમાં ધો. 8 થી  ટેકનિકલ કેમીકલ ટેકનોલોજી જેવા વિભાગ જોવા મળતા હતા. જે આજે બંધ થઈ ગયા છે. આજે આર્ટસ,  કોમસને સાયન્સ જેવા માત્ર  3 પ્રવાહો જ જોવા મળે છે.  પ્રવર્તમાન  યુગમાં  સ્કૂલોમાં જ વ્યવસાયલક્ષી અભ્યાસક્રમ શરૂ કરાય તો છાત્રોને  ધણા ફાયદો  મળશે.ભણતા ભણતા જ બાળકોને વિવિધ રસ-રૂચિ વાળી પ્રવૃત્તિમા જોડીને  તેને ઉપયોગી તાલીમ  આપવાથી તેને  રોજગારીની  ઘણી તકો  ઉભી થઈ જાય છે.

 

આજે ડિગ્રીઓ માટે ભણી એ છીએ તેને વ્યવસાયલક્ષી શિક્ષણ જ કહેવાય

 

શિક્ષણનો મૂખ્ય હેતુ બુધ્ધિ વિકાસ કરવાનો, વ્યકિતને વ્યવસાયમાં  નિપુણ બનાવવાનો અને પોતાના જીવન નિર્વાહ માટે  જરૂરી આર્થિક ઉપાર્જન કરી શકે તે માટે તેને પગ ભર કરવાનો  છે.આજે ડિગ્રીઓ માટે  ભણીએ છીએ તેને વ્યવસાય   લક્ષી શિક્ષણ જ કહેવાય છે.   કોમ્પ્યુટર ક્ષેત્ર અને ઈન્ફરમેશન ટેકનોલોજીના ધણા કોર્ષ પૂર્ણ કરતા સારા પગારની નોકરી તરજ મળી જાય છે.