Abtak Media Google News

આઈટી, હેલ્થ, કૃષિ, સ્ટાર્ટઅપ, યુવા ઉદ્યોગ સાહસિકોના વ્યવસાયિક વિકાસ માટે સરકાર ૧૦૦૦ કરોડ ઠાલવશે

મેરા દેશ બદલ રહા હૈ… ભારતના અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલરનું કદ આપવા માટેના કિસ્સામાં દેશ રફતારથી આગળ વધી રહ્યો છે ત્યારે યુવા ઉદ્યોગ સાહસીકો અને ખાસ કરીને અર્થતંત્ર અને દેશના ભાવિ વિકાસ માટે અસરકારક યોગદાન આપનારા ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્ર, હેલ્થ ક્ષેત્ર અને કૃષિ ક્ષેત્રના વિકાસ અને ખાસ કરીને યુવા ઉદ્યોગ સાહસીકોને વૈશ્ર્વિક સ્તરે જાયન્ટ ઈન્ડસ્ટ્રીયલ ટાયકુન બનવા માટે દેશમાં સંપૂર્ણપણે પ્રોત્સાહક વાતાવરણ ઉભુ કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે આગામી પાંચ વર્ષમાં આઈટી, હેલ્થ અને કૃષિ ક્ષેત્રના સ્ટાર્ટઅપને વિકાસ માટે મુડીની ખેંચ ન પડે તે માટે રૂા.૧૦૦૦ કરોડનું સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડની જાહેરાત કરી છે. ભારત હવે સર્વાંગી વિકાસની હરણફાળ ભરી રહ્યું છે. હવે ભારત નિવસ્ત્ર અને ભુખ્યાનો દેશ રહ્યો નથી, વેપાર ઉદ્યોગ અને વિકાસમાં ભારતની યુવાપેઢી વિશ્ર્વમંચ પર પોતાનું કશબ દેખાડી રહી છે. ઈન્ફોર્મેશન ટેકનોલોજી અને આરોગ્યની સાથો સાથ કૃષિ ક્ષેત્રના વિકાસ થકી ભારત આવનારા સમયમાં વિશ્ર્વનું જાયન્ટ ઈન્ડસ્ટ્રીયલ નેશન બનીને રહેશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે સ્ટાર્ટ અપ બિઝનેશમાં ઉદ્યોગ સાહસીકોને ધંધાના વિકાસ માટે મુડીની ખેંચ ન પડે તે માટે ૧૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણીની જાહેરાત કરી હતી. સરકારે સ્ટાર્ટઅપ ઈન્ડિયા સીડ ફંડની ૧૦૦૦ કરોડ રૂપિયાની મુડી નવા ઉદ્યોગોની સ્થાપ્ના બાદ તેમને વિકાસ માટેનું પીઠબળ આપશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ‘બિમસ્ટેક’ દેશોના સેમીનારમાં જણાવ્યું હતું કે, સ્ટાર્ટઅપ ઈન્ડિયા ઈન્ટરનેશનલ સમીટ દ્વારા જારી કરવામાં આવેલી આ યોજનાથી બંગાળના અખાત અને આસપાસના દેશોમાં ટેકનીકલ આર્થિક સહયોગનું એક નવું વાતાવરણ ઉભુ કરશે. દક્ષિણ એશિયા અને દક્ષિણ પૂર્વ એશિયાના બાંગ્લાદેશ, ભારત, મ્યાનમાર, શ્રીલંકા, થાઈલેન્ડ, ભુતાન અને નેપાળ સાથેના વેપાર-ઉદ્યોગ સંબંધોને નવુ બળ આપશે.

વડાપ્રધાને જણાવ્યું હતું કે, આ ૧૦૦૦ કરોડના સીડ  ફંડથી નવા ઉદ્યોગોને તેમનો ધંધો વધારવા માટે વૈશ્ર્વિક સ્તરની શક્તિ મળશે. તેમણે કહ્યું કે, અમે યુવાનોની  યુવાનો દ્વારા અને યુવાનો માટેની ઔદ્યોગીક નીતિના મંત્ર ઉપર સ્ટાર્ટઅપને વૈશ્ર્વિકસ્તરે આગળ વધારવાની નેમ રાખીએ છીએ. આગામી પાંચ વર્ષમાં અમારા નવા યુવા ઉદ્યોગ સાહસીકો ‘ટબુડીયાઓ’ વિશ્વ સ્તરના ઔદ્યોગીક જાયન્ટ બની જશે. વડાપ્રધાને જણાવ્યું હતું કે, ભારત આજે નવા ઉદ્યોગોની સ્થાપના અને તેના વાતાવરણના કારણે ૪૧૦૦૦ સ્ટાર્ટઅપ શરૂ કરનાર એકમાત્ર દેશ બન્યો છે. તેમાં આઈટી ક્ષેત્રના ૫૭૦૦, આરોગ્ય વિભાગના ૩૬૦૦ અને કૃષિ ક્ષેત્રના ૧૭૦૦ સ્ટાર્ટઅપનો સમાવેશ થાય છે.

આ નવા સ્ટાર્ટઅપ ઉદ્યોગ, વ્યવસાયનું આખુ ચિત્ર બદલનારૂ બન્યા છે. અગાઉ નવા ઉદ્યોગો શરૂ કરવા માટે એવી વાતો થતી હતી કે, શા માટે તમે નોકરી નથી કરતા ? હવે લોકોએ એવું કહે છે કે, શા માટે તમે નોકરીના બદલે તમે તમારો પોતાનો ધંધો નથી કરતા.

ભારતમાં ૨૦૧૪માં માત્ર ૪ સ્ટાર્ટઅપથી આ મિશનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ૩૦ જેટલા ક્ષેત્રના સ્ટાર્ટઅપથી ૧ બીલીયન ડોલરનું રોકાણ થયું છે. ૨૦૨૦માં કોવિડ ૧૯ના માહોલમાં પણ ૧૧ નવા ક્ષેત્રના સ્ટાર્ટઅપમાં વેગ આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ગર્વમેન્ટ ઈ-માર્કેટ પ્લેસ જીઈએમમાં ૮૦૦૦ જેટલા સ્ટાર્ટઅપની નોંધણી થઈ જેનાથી ૨૩૦૦ કરોડ રૂપિયાના વ્યવસાય અને ૮૦ હજાર કરોડ રૂપિયાના ટર્નઓવર જેમ પોર્ટલ દ્વારા કરવામાં આવ્યું હતું. આગામી પાંચ વર્ષમાં ભારતના ટબુડીયાઓ ભારતમાં જ ઉભી થયેલી મલ્ટીનેશનલ કંપનીના જાયન્ટ ટાયકુન બને તે સપનું પૂરું થવા જઈ રહ્યું છે.

આઈટી ક્ષેત્રની વિપુલ તકો

૨૧મી સદીના વિશ્ર્વમાં ડિજીટલ ક્રાંતિના આ યુગમાં ભારતના યુવા આઈટી નિષ્ણાંત ઉદ્યોગ સાહસીકો અને કૌશલ્યવાન યુવા વર્ગ દ્વારા ઉભી કરવામાં આવતી આઈટી ક્ષેત્રની કંપનીઓ અર્થતંત્રની કિસ્મત બદલનારી બનશે. દેશમાં અત્યારે આઈટી ક્ષેત્રની ૫૭૦૦ જેટલા સ્ટાર્ટઅપ સમગ્ર વિશ્વમાં પોતાની પાંખો ફેલાવી રહ્યું છે.

હેલ્થ સેકટરમાં ભારતનો દબદબો

સમગ્ર વિશ્ર્વએ કોરોના મહામારીનો ખુબ નજીકથી અનુભવ કર્યો છે ત્યારે ભારતે કોરોના રસીનું નિર્માણ અને તેના વિતરણની પહેલથી વિશ્ર્વમાં ડંકો વગાડ્યો છે. ભારતની દવાઓ વિશ્વમાં વેચાવા લાગી છે ત્યારે હેલ્થ સેકટરના ૧૭૦૦ સ્ટાર્ટઅપ આ વર્ષે નોંધાયા છે.

કૃષિ ક્ષેત્ર અર્થતંત્રની કરોડરજ્જુ

કૃષિ પ્રધાન ભારતના અર્થતંત્ર માટે કૃષિ ક્ષેત્ર કરોડરજ્જુ સમાન છે. વિકાસદર પર કૃષિ ક્ષેત્રની અસર રહેલી છે. દેશના વિકાસમાં કૃષિ ક્ષેત્રના વિકાસ માટે સરકારના પ્રોત્સાહનથી આ વર્ષે ૧૭૦૦ જેટલા સ્ટાર્ટઅપ થયા અને તેને સરકારનું પ્રોત્સાહન મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.