Abtak Media Google News

શારાપોવા અને બેગુ વચ્ચે આ ચોથો મુકાબલો હતો અને શારાપોવાએ જીત-હારનો રેશિયો ૪-૦ કરી દીધો.

રશિયન ટેનિસ સ્ટાર મારિયા શારાપોવાએ મેડ્રિડ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટના બીજા રાઉન્ડમાં રોમાનિયાની ઇરિના કેમિલા બેગુને ૭-૫, ૬-૧થી પરાજય આપી પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આ પહેલાં છેલ્લી ચાર ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં જ બહાર થનાર શારાપોવાએ દમદાર વાપસી કરતાં મેડ્રિડ ઓપનના પ્રથમ રાઉન્ડમાં રોમાનિયાની મિહેલા બુઝારેસ્કુને પરાજય આપ્યા બાદ બીજા રાઉન્ડમાં ઔઇરિના કેમિલા બેગુને પરાજય ઔઆપ્યો હતો.

પ્રથમ સેટમાં બેગુએ ૩-૧ની સરસાઈ મેળવી હતી પરંતુ શારાપોવાએ વાપસી કરતાં સતત ત્રણ ગેમ જીતી ૪-૩ની સરસાઈ મેળવી હતી. તે પછી બંને ખેલાડીઓ ૪-૪ અને ૫-૫ની બરાબરી પર હતી ત્યારે શારાપોવાએ સતત બે ગેમ જીતી પ્રથમ સેટ ૭-૫થી જીતી લીધો હતો. લય મેળવી ચૂકેલી શારાપોવાએ ત્યારબાદ બીજા સેટમાં બેગુને મેચમાં પરત ફરવાની તક આપ્યા વિના ત્રણ વખત સર્વિસ બ્રેક કરતાં ૬-૧થી જીત મેળવી અંતિમ-૧૬માં સ્થાન બનાવ્યું હતું.

શારાપોવા અને બેગુ વચ્ચે આ ચોથો મુકાબલો હતો અને શારાપોવાએ જીત-હારનો રેશિયો ૪-૦ કરી દીધો છે.

અન્ય એક મેચમાં સાતમી ક્રમાંકિત ફ્રાન્સની કેરોલિન ગાર્સિયાએ ક્રોએશિયાની પેટ્રા માર્ટિકને ૬-૩, ૭-૫થી પરાજય આપ્યો હતો જ્યારે ફ્રાન્સની અન્ય એક ખેલાડી ક્રિસ્ટિના મ્લેડેનોવિકે ત્રણ સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચમાં ચીનની શૂઈ ઝેંગને ૬-૪, ૪-૬, ૬-૩થી હરાવી અંતિમ-૧૬માં સ્થાન બનાવ્યું હતું.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.