- ઘરની સામે માંડવો નાંખવો છે,તુ દાદાગીરી કરતી નહીં તેમ કહીને
- પાડોશી માતા પુત્ર સહિત પાંચ શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં નોંધાતો ગુનો
શહેરના ધરમનગર 40 ફૂટ રોડ પર આવેલ પ્રિયદર્શની સોસાયટીમાં નજીવી બાબતે પરણીતા ને કપડાં ધોવાના ધોકા વડે માર માર પાડોશી પિતા પુત્ર સહિત પાંચ શખ્સો સામે તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.વધુ વિગત મુજબ શહેરના ધરમનગર 40 ફૂટ રોડ પર આવેલ પ્રિયદર્શની સોસાયટીમાં રહેતા સુનિતાબેન ધર્મેન્દ્રભાઈ હજારી નામની પરણીતાએ પાડોસમાં રહેતા વર્ષાબેન કિશોરભાઈ કોરડીયા, મોહિતભાઈ કિશોરભાઈ કોરડીયા, ત્રિવેણીબેન, પાયલબેન અને મિતલબેનએ માર મારી અને જાનથી મારી નાખવાની ધમકી આપ્યા અંગેની તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. હું મારા ઘરને બહારનો ઓટો ધોવા ગઈ ત્યારે ઘરની સામે રહેતા વર્ષાબેન મારી પાસે આવી અને જણાવેલુ કે મારા ઘરમાં પ્રસંગ છે. અને ઘરની સામે માંડવો નાંખવો છે.
તુ દાદાગીરી કરતી નહીં તેમ કહીને મારી સાથે બોલાચાલી કરવા લાગેલા બાદ અમારા ઘરના સામે રહેતા ત્રીવેણીબેન અને તેના વહુ પાયલબેનને વર્ષાબેનએ બોલાવેલી બોલાચાલી કરી બંન્ને ને ધક્કો મારી અને કપડા ધોવાનો ધોકો માથામાં મારેલો તમે કાંઈ કરશો તો તમને પતાવી દઈશુ તેવી વાત કરતા આ બંન્ને જણા જતા રહેલા 100 નંબર પર ફોન કરેલ હતો. સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. પોલીસે માતા પુત્ર સહિત પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ મથકના પી.એસ.આઇ એસપી ચૌહાણ ચલાવી રહ્યા છે