Abtak Media Google News

યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે. સખીયા તથા જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મેતાના પુત્રને ટિકિટ અપાઈ

કિસાન મોરચાના પ્રમુખ વિજય કોરાટને પણ ટિકિટની ફાળવણી

સૌરાષ્ટ્રના સૌથી મોટા રાજકોટ માર્કેટીંગ યાર્ડની 16 બેઠકો માટે આગામી 5 ઓકટોબરના રોજ ચૂંટણી યોજાનાર છે. વેપારી વિભાગની 4 બેઠકોને બાદ કરતા અન્ય 12 બેઠકો માટે ભાજપ દ્વારા આજે સત્તાવાર ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. પ્રથમવાર સહકારી ક્ષેત્રમાં ભાજપના ઉમેદવારો પક્ષના સત્તાવાર મેન્ડેટ સાથે લડશે. યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાના પુત્રને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મેતાના પુત્ર હિતેશ મેતાને ટિકિટ આપવામાં આવી છે. આજે સવારે જિલ્લા બેંક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા ઉમેદવારોના નામની ઘોષણા કરવામાં આવી હતી.

તાજેતરમાં જ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે એવી ઘોષણા કરી હતી કે,હવે સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પક્ષ જ લડશે અને ઉમેદવારોને સત્તાવાર મેન્ડેટ આપવામાં આવશે. ઉમેદવારો નક્કી કરવા માટે ગઈકાલે મોડી રાત સુધી મથામણ ચાલી હતી. દરમિયાન આજે સવારે 12 ઉમેદવારોના નામનું લીસ્ટ પ્રદેશ ભાજપમાંથી આવ્યું હતું. સવારે 10:30 કલાકે રાજકોટ જિલ્લા બેંક ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા અને પૂર્વ કેબીનેટ મંત્રી જયેશભાઈ રાદડીયા દ્વારા રાજકોટ માર્કેટીંગ યાર્ડની ડિરેકટરોની ચૂંટણી માટે ભાજપ પેનલના ઉમેદવારોના નામની સત્તાવાર ઘોષણા કરવામાં આવી હતી. જેમાં રૂપાંતર બેઠક માટે પરસોતમભાઈ સાવલીયા અને કેશુભાઈ નંદાણીયાને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે પડધરી તાલુકાની 3 બેઠકો માટે હંસરાજભાઈ જીણાભાઈ લીંબાસીયા, વસંતભાઈ નથુભાઈ ગઢીયા અને હઠુભા જાડેજાને ટિકિટ અપાઈ છે. લોધીકા તાલુકાની બે બેઠકો માટે ભાજપ પેનલના ઉમેદવાર તરીકે ભરતભાઈ ખુંટ અને જેન્તીભાઈ ફાચરાને મેન્ડેટ આપવામાં આવ્યું છે. જ્યારે રાજકોટ જિલ્લા પાંચ બેઠકો માટે જે.કે.જાળીયા, હિતેશ ભાનુભાઈ મેતા, જીતુભાઈ સખીયા, જયેશભાઈ ગોવિંદભાઈ બોઘરા અને વિજયભાઈ કોરાટને ટિકિટને ફાળવણી કરવામાં આવી છે. જે રીતે મંત્રી મંડળમાં ભાજપ દ્વારા નો-રીપીટ થિયરી અપનાવવામાં આવી હતી તે જ રીતે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ ભાજપે નો-રિપીટ થીયરી અપનાવી છે. તમામ જૂના ડિરેકટરોને બેસાડી દેવામાં આવ્યા છે અને યુવા તથા નવા ચહેરાને ટિકિટ અપાઈ છે.

યાર્ડના વર્તમાન ચેરમેન ડી.કે.સખીયાના પુત્ર જીતુભાઈ સખીયાને જ્યારે જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી ભાનુભાઈ મેતાના પુત્ર હિતેશ મેતાને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સહકારી ક્ષેત્રમાં પ્રથમવાર ભાજપ સમર્પીત ઉમેદવારો હવે પક્ષના સત્તાવાર મેન્ડેટ સાથે ચૂંટણી લડશે. પક્ષે ચોક્કસ નો-રિપીટ થીયરી અપનાવી છે પરંતુ પરિવારવાદ ચાલ્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.

માર્કેટ યાર્ડ ખેડુતોની સંસ્થા કહેવાય તો તેમાં ખેડુતોનું નેતૃત્વ આવે તેના માટે ભારતીય કિસાન સંઘની મદદથી રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ખેડુતોની પૂરેપુરી પેનલ બનાવેલી છે. અને તે ખેડુતોની ઉમેદવારી કરવા માટે આજે સવારે 10 વાગે માર્કેટીંગ યાર્ડ આવ્યા હતા.

જેથી રાજકોટ માર્કેટીંગ યાર્ડનો વિકાસ થાય અને ખેડુતોના પ્રશ્ર્નોને વાચા મળે તેના માટે ભારતીય કિસાન સંઘની ટીમ દિવસ-રાત જોયાવગર મહેનત કરી રહી છે. અને રાજકોટ માર્કેટીંગ યાર્ડની અંદર ખેડુતોનું રાજકારણથી પર એવું નેતૃત્વ આવે એવું ખેડુતો ઈચ્છી રહ્યા છે.

અમારી પેનલ જંગી બહુમતીથી જીત હાંસલ કરશે: મનસુખ ખાચરીયા

રાજકોટ માર્કેટ યાર્ડની ચૂંટણી અંગે પાર્ટીના તમામ કાર્યકર્તાઓને મંડળ કક્ષાના કાર્યકર્તાઓને સાંભળી અને સંકલન કરી પ્રદેશ સાથેની બેઠક કરી જે નામ ફાઇનલ કર્યા છે. એ બધા જ નામો આજે સૌ સમક્ષ રજૂ થયાં છે. ભારતીય જનતા પાર્ટી પ્રેરિત આ જે પેનલ તૈયાર કરવામાં આવી છે. તેની અંદર અઙઋઈ રાજકોટ માટે રૂપાંતર વિભાગમાં પરસોત્તમભાઇ સાવલીયા, કેશુભાઇ નંદાણીયા 2 સીટો  માટે આ બે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.

પડધરી વિસ્તારમાંથી હંસરાજભાઇ જીણાભાઇ લીંબાસીયા, વસંતભાઇ નથુભાઇ ગઢીયા અને હઠુભા જાડેજા આ ત્રણ નામ નક્કી કરવામાં આવ્યા છે. લોધિકા વિસ્તારમાંથી ભરતભાઇ ખુંટ અને જયંતિભાઇ ફાચરા આ બંને નામો નક્કી કરવામાં આવ્યા છે. અને રાજકોટ તાલુકામાંથી જે.કે. જાડેજા, હિતેશભાઇ ભાનુભાઇ મેતા, જીતુભાઇ સખીયા, જયેશભાઇ  બોઘરા, વિજય કોરાટ આ પાંચ નામ નક્કી કરવામાં આવ્યા છે.

કુલ મળી રૂપાંતર વિભાગ અને ખેડૂત પેનલના 10 નામો કુલ મળી 12 નામો જાહેર કરવામાં આવ્યા છે અને પૂર્વ કેબિનેટ મંત્રી જયેશભાઇ અને ભારતીય જનતા પાર્ટીનાં પ્રદેશ ઉપાધ્યક ભરતભાઇ અને જીલ્લા પ્રભારી મહેન્દ્રસિંહ અને પાર્ટીના પ્રમુખ સીઆર પાટીલની વચ્ચે સંકલન કરી આ પેનલ બનાવવામાં આવી છે. આ પેનલ ખૂબ જ જંગી બહુમતીથી જીતશે. તેવી આશા જિલ્લા ભાજપ પ્રમુખ મનસુખભાઇ ખાચરીયાએ વ્યક્ત કરી છે.

રાજકોટ માર્કેટ યાર્ડ વેપારી પ્રેરિત પેનલ

  • વલ્લભભાઈ પેથાણી (રવિરાજ ટ્રેડીગ કું)
  • કિશોરભાઈ દોન્ગા (મહેશ ટ્રેડીંગ કું)
  • અતુલભાઈ કમાણી (શ્રી રામકૃપા એન્ટરપ્રાઈઝ)
  • મહેશભાઈ તળાવીયા (તળાવીયા ટ્રેડિગ કું)

પુરની નુકશાનીમાં મદદરૂપ થવા ખેડૂતલક્ષી મહત્વની જાહેરાત રૂ.1,00,000ની લોન 0%ના વ્યાજદરે ત્રણ વર્ષની મુદત

તાજેતરમાં પડેલા ભારે વરસાદને કારણે રાજકોટ-મોરબી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારનાં ખેડુતોને પૂરની પરિસ્થિતિ સર્જાતા ભારે નુકશાન થયું છે. ત્યારે આ નુકશાનીમાં જિલ્લા બેંક ખેડુતોને મદદરૂપ બની છે. જે મુજબ રાજકોટ-મોરબી જિલ્લાના બેંક સાથે જોડાયેલા અસરગ્રસ્ત ખેડૂતો માટે સંવેદનશીલ નિર્ણય કરીને નુકશાનીમાં મદદરૂપ થવા રૂ.1,00,000ની લોન 0%ના વ્યાજદરે ત્રણ વર્ષની મુદત માટે આપવાની જયેશભાઈ રાદડિયાએ ખેડૂતલક્ષી જાહેરાત કરી છે.

આવનારા દિવસોમાં ખેડુતોના હિત માટે નિર્ણયો લેવાશે તેવો મને પૂરો વિશ્ર્વાસ છે: જયેશ રાદડિયા

રાજકોટ માર્કેટીંગ યાર્ડની ચૂંટણી માટે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના નામ આજે જાહેર કર્યા છે. પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ, પ્રદેશ ઉપાધ્યક્ષ ભરતભાઈ બોઘરા, જીલ્લાનાં અધ્યક્ષ મનસુખ ખાચરીયા સાથે ગઈકાલે સંકલન કરી અને રાજકોટ માર્કેટીંગ યાર્ડ માટે ખેડુત વિભાગનાં 10 ઉમેદવારો, રૂપાંતર વિભાગના 2 મળીને 12 ઉમેદવારની ભારતીય જનતા પાર્ટીની પેનલ જાહેર કરી છે.

રાજકોટમાર્કેટીંગ યાર્ડ અને સહકારી ક્ષેત્રે હંમેશા ખેડુત માટે કામ કરતી સંસ્થા છે. અને રાજકોટ માર્કેટીંગ યાર્ડની અંદર પણ આખી નવી ટીમ મૂકી અને ખેડુતોના હિત માટે આવનાર દિવસોમાં નિર્ણય લેવાઈ એ માટેના અમારા પૂરતા પ્રયત્નો રહેશે.

અમારૂ જિલ્લાનું સહકારી ક્ષેત્રનું માળખુ જિલ્લાનાં સહકારી આગેવાન અને રાજકોટ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અમારા તમામ હોદેદારો સંગઠન સાથે મળી આ ચૂંટણી અને લડવા જઈ રહ્યા છીએ ત્યારે તમામ ઉમેદવારોને હૃદય પૂર્વની શુભકામના આપું છું અને આવનાર દિવસોમાં રાજકોટના યાર્ડના હીત માટે ખેડુતોના હીત માટે નિર્ણય લેતા રહેશે એવો મને પૂરો વિશ્ર્વાસ છે.

સહકારી માળખાનીક આ મારા માટે પહેલી ચૂંટણી નથી વર્ષોથી સહકારી ક્ષેત્રમાં રાજકોટ જિલ્લાની અંદર ચૂંટણી લડતા આવ્યા છીએ રાજકોટ જિલ્લા સહકારી બેંક અને રાજકોટ ડેરી એવી જિલ્લા લેવલની મોટી સંસ્થાઓ પણ ઈતિહાસમાં પહેલીવખત મીન હરીફ કરી છે. એટલે રાજકોટ જિલ્લા સહકારી બેંકથી લઈ ગ્રામ્ય વિસ્તાર, મંડળી સુધી ચૂંટણી ન થાય ખેડુતોનાં હિતમાં કામ થાય સંતુલનથી કામ થાય એ અમારી હંમેશા પ્રાયોરીટી રહી છે.

ભાજપ પ્રેરિત વેપારી વિભાગના નામ

  • રાજુભાઈ થાવરિયા
  • અજયભાઈ ખુંટ
  • સંદિપભાઈ લાખાણી
  • દિલીપભાઈ પનારા

ખેડૂત પેનલ

  • દિલીપભાઈ સખીયા
  • ઘાડિયા ડાયાભાઈ
  • વડોદરિયા ધીરજભાઈ
  • શીંગાળા લક્ષ્મણભાઈ
  • રંગાણી પરસોતમભાઈ
  • દેત્રોજા પ્રવિણભાઈ
  • કાકડિયા મયુરભાઈ
  • દુધાગરા દિનેશભાઈ
  • લીંબાસીયા દિપકભાઈ
  • લુણાગરીયા ભાવેશભાઈ
  • હાપલીયા છગનભાઈ
  • દેસાઈ વિજયભાઈ
  • પાંભર માધવજીભાઈ
  • સગપરીયા કિશોરભાઈ

ભાજપના ઉમેદવારોના નામ

  • પરસોતમ સાવલીયા
  • કેશુભાઈ નંદાણીયા
  • હંસરાજભાઈ લીંબાસીયા
  • વસંતભાઈ ગઢીયા
  • હઠુભા જાડેજા
  • ભરત ખૂંટ
  • જેન્તીભાઈ ફાચરા
  • જે.કે.જાળીયા
  • હિતેશ મેતા
  • જીતુ સખિયા
  • જયેશ બોઘરા
  • વિજય કોરાટ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.