Abtak Media Google News

જૈન સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી સહિતના રહયા ઉપસ્થિત

નિલેશ કગથરાનાપ્રમુખ સ્થાને ટુર્નામેન્ટનું આયોજન કરાયું

સમસ્ત જૈન યુવા સંગઠન દ્વારા તેમજ સમસ્ત જૈન સમાજ ના ભાઈઓ માટે નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ તેમજ બહેન અને બાળકો માટે સાંજના ક્રિકેટ ટુર્નામેન્ટ ખાતે યોજવામાં આવ્યો હતો જામનગર જૈન યુવા સંગઠન દ્વારા જૈન સમાજની ક્રિકેટ ટુર્નામેન્ટ ના અંતિમ દિવસે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ ધારાસભ્ય રીવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી સહિત ના આ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતાઓને ટ્રોફી એનાયત કરી અને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવી હતી

સમસ્ત જૈન યુવા સંગઠન ક્રિકેટ ટુર્નામેન્ટનુ દીપ પ્રાગટ્ય કરી ટુર્નામેન્ટનું પ્રારંભ આવ્યો હતો સમસ્ત જૈનયુવા સંગઠન ના પ્રમુખ નિલેશભાઈ કગથરા તેમજ મંત્રી જતીન નેતા ક્ધવીનર દર્શન શેઠ તેમજ પ્રિયંક બી પારેખ આયોજન કરવામાં આવ્યું હતું ટુર્નામેન્ટમાં ભરતભાઈ વર્ષા હિંમતભાઈ ઝવેરી વિજયભાઈ શેઠ રાજુભાઈ કોલસા વાળા રિતેશભાઈ ધાનાણી બીપીનભાઈ ભાભર સુરેશભાઈ પઢીયાર પ્રમોદભાઈ કોઠારી દિનેશભાઈ શાહ કમલભાઈ ગોસરાણી પ્રદીપભાઈ શાહ સુરેશભાઈ પારેખ સુનિલભાઈ તેમજ જય નાગણીએ વી પી મહેતા એજ્યુકેશન ભરતભાઈ પટેલ સુમેર સ્પોર્ટ્સ ક્લબ પ્રમુખ રાજુભાઈ શેઠ એમજ હરીશભાઈ ગુટકા તેમજ વિજયભાઈ સંઘવી જીતુભાઈ નિલેશભાઈ રુદાણી તેમજ ધીરેનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતાઆ ટુર્નામેન્ટ તારીખ 23, 24, 25 ત્રણ દિવસ દિવસમાં અલગ અલગ 11 ખેલાડીઓ ની ટીમ રમશે સુમેર સ્પોર્ટ્સ ક્લબ ખાતે બંને ટીમ સામે સામે રસાકસી જામી હતી વિજેતા ટીમને ટ્રોફી એનાયત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.