Abtak Media Google News

આવકવેરા વિભાગ દ્વારા કુલ 58 સ્થળો ઉપર સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું  ટેક્સટાઇલ, કેમિકલ, રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રમાં ગ્રુપનું અનેરુ યોગદાન

અબતક, અમદાવાદ

આવકવેરા વિભાગ દ્વારા છેલ્લા ઘણા સમયથી સર્ચ અને સર્વેની કામગીરી પૂરજોશમાં કરવામાં આવી રહી છે અને અત્યંત પ્રતિષ્ઠિત કંપનીઓ અને ગ્રુપ દ્વારા જે કર ચોરી કરવામાં આવેલી હોય તેના ઉપર આકરા પગલાં પણ લેવામાં આવી રહ્યા છે . ત્યારે અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં કુલ 58 સ્થળો ઉપર આવકવેરા વિભાગની ટીમ ત્રાટકી હતી અને સ્થળ ચોપરેશન હાથ ધર્યું હતું. ખૂબ જ પ્રચલિત ગ્રુપ ઉપર આશરે નવ દિવસ જેટલા સમયમાં સર્ચ ચોપરેશનની કામગીરી હાથ ધરાઈ હતી.

સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એટલે કે સીબીડીટી દ્વારા આ સર્ચ ઓપરેશન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, નવ દિવસના સમયગાળામાં આવકવેરા વિભાગે 1000 કરોડના બિન હિસાબી વ્યવહારોની સાથો સાથ 24 કરોડ રૂપિયા રોકડ અને 20 કરોડ રૂપિયા ના દાગીના જપ્ત કર્યા છે. વિવિધ ટીમો દ્વારા જે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમાં અનેકવિધ દસ્તાવેજો પણ મળ્યા હતા આથી અધિકારીઓ દ્વારા ડિજિટલ પુરાવાઓનો પણ અભ્યાસ કરવામાં આવ્યો હતો.

આવકવેરા વિભાગ દ્વારા ખેડા,અમદાવાદ,મુંબઈ,હૈદરાબાદ અને કલકત્તામાં સર ચોપરેશન હાથ ધર્યું હતું. અત્યંત પ્રતિષ્ઠિત ગ્રુપ મુખ્યત્વે ટેક્સટાઇલ, કેમિકલ, પેકેજિંગ, રિઅલ એસ્ટેટ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ સર્ચ ચોપરેશનમાં આવકવેરા વિભાગે દસ્તાવેજ અને ડિજિટલ ડેટા જપ્ત કર્યા છે.

બીજી તરફ મળતી વિગત મુજબ અધિકારીઓએ એમ પણ જણાવ્યું હતું કે જે ગ્રુપ ઉપર સર ચોપરેશન કરવામાં આવેલું હતું તે ગ્રુપ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં ઘરચોરી પણ કરવામાં આવી હતી.

ગ્રૂપે કોલકાતાની શેલ કંપનીઓમાં બિનહિસાબી નાણાંનું રોકાણ કર્યું હતું. દરોડા દરમિયાન ગ્રૂપે બિનહિસાબી નાણાંના કરેલા સરાફી વ્યવહાર પણ પકડાયા છે. આ ઉપરાંત જૂથની કંપનીઓના લિસ્ટેડ શેરના ભાવમાં પણ મોટાપાયે ચેડાં કરવામાં આવ્યાં હતાં. આ સંદર્ભમાં કેટલાક ઓપરેટરોની પણ સંડોવણી ખુલી છે. ગ્રૂપના પ્રમોટરોએ નકલી કંપનીઓ મારફતે નાણાંની ઊચાપત કરી તેનો અંગત વપરાશ માટે ઉપયોગ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.